મારા વિચારો

19. મારા વિચારો હે પ્રભુ, મારા શબ્દો, વિચારો એવાં જ રાખું જે તને મંજૂર હોય. મારા વિચારો મારે તપાસતાં રહેવાનું છે. મારું ધ્યાન રહે કે મારા વિચારો વિધેયાત્મક, રચનાત્મક અને પ્રેમથી ભરેલાં હોય તો પછી જીવન આનંદ અને સંવાદિતાથી ભરાઇ જશે. આળું મન ખોટા, નકારાત્મક વિચારો ઉપજાવે છે. એનાથી એ નબળું બને છે અને શરીર … Continue reading મારા વિચારો

તારી કસોટીઓ

જીવન એમના માટે છે જે જવાબ શોધવા અને એને માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે.

મારો માર્ગ

હું જે શીખું છું એ જીવનમાં, વ્યવહારમાં ઉતારું જેથી મને ખબર પડે કે એ બાબત મારા માટે કેટલી ઉપયોગી છે.

શાંત મન

જ્યારે મન અશાંત હોય, અકળાયેલું હોય ત્યારે મારે કોઇ નિર્ણયો લેવા નહીં. કોઈ પગલાં ભરવા નહીં.

શાંત-સ્થિર

મનના ઊંડાણમાંથી તારો ઝીણો પણ શાંત સ્થિર અવાજ સાંભળવા માટે રોજ સવારે મૌન એકાંતમાં બેસવાનું છે.

ઉત્તમ

હું જ્યાં પણ છું, એની પાછળ ચોક્કસ કારણ છે એટલે જીવનમાં જે થાય છે તેનો સ્વીકાર કરું

સરળતા

એક બીજ આખી પ્રક્રિયામાંથી પસાર થાય છે. એણે પોતે કંઈ કરવાનું હોતું નથી, બસ થવા દેવાનું હોય છે.