એમના રસ્તામાં ઠોકર બહુ નથી,
જેમની દુનિયામાં ઇશ્વર બહુ નથી.
ખુશ થવાના તેથી અવસર બહુ નથી,
સૌને પગ છે, તોય પગભર બહુ નથી.
એને ઉકેલ્યા નહીં બસ એટલે,
પ્રશ્ન ઝાઝા છે ને ઉત્તર બહુ નથી.
મેઘ વરસે તે છતાં દુષ્કાળ છે,
ખેડવા માટેના ખેતર બહુ નથી.
તુંય ડગ એકાદ ભર ને જો પછી,
આપણી વચ્ચેનું અંતર બહુ નથી.
કિરણસિંહ ચૌહાણ
વાહ કિરણભાઈ, મઝા આવી ગયી..ચાલુ જ રાખજો..લખવાનું અને મોકલવાનું…ભગવાન તમારું ભલું કરે..
તુંય ડગ એકાદ ભર ને જો પછી,
આપણી વચ્ચેનું અંતર બહુ નથી.
સુંદર મઝાની ગઝલ કિરણભાઈ..
મસ્ત મજાની સ-રસ ગઝલ…
તુંય ડગ એકાદ ભર ને જો પછી,
આપણી વચ્ચેનું અંતર બહુ નથી.
આ શે’ર તો ખૂબ જ ગમ્યો…
kindly i am glade to read your ”GUJRATI GAJAL” Your GAJAL is sooooooooooo best.
REGUARDS
hirani kaushik b.
તુંય ડગ એકાદ ભર ને જો પછી,
આપણી વચ્ચેનું અંતર બહુ નથી.
વાહ કિરણભાઈ, સરસ ગઝલ…. !
સુંદર ગઝલ કિરણભાઈ….
રદીફ પણ સરસ આવ્યો છે અવકાશથી ભરપૂર…….પ્રથમ શૅરથી જ પક્કડ જણાઈ આવે છે.
અભિનંદન.
ક્યારેક પધારો http://www.drmahesh.rawal.us પર…..
મઝાની ગઝલ.
bhai,,,,matlma..ma badshahi 6e ho baki……!!! jabru,,,,,,vahhhhvahhhhh kya batt haiii…..baki ghazal aakhi matla par take chhe…..
સુંદર ગઝલ… બધા શેર આસ્વાદ્ય થયા છે…
છેલ્લો શેર વધુ ગમી ગયો…
તુંય ડગ એકાદ ભર ને જો પછી,
આપણી વચ્ચેનું અંતર બહુ નથી.
saras.
nice gazal Kiranbhai.
Last Sher is fantastic…! Congratulations !
સુંદર ગઝલ !
saras gazal ane aanand aavi gayo….aabhaar
ખુશ થવાના તેથી અવસર બહુ નથી,
સૌને પગ છે, તોય પગભર બહુ નથી.
સુંદર ગઝલ !