સાધના કરવી પડે – કિરણકુમાર ચૌહાણ

ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે,
નહિ તો આખી જિંદગી બસ યાચના કરવી પડે.
 
એટલા સહેલાઇથી બદનામ પણ ના થઇ શકો,
એના માટે પણ જગતમાં નામના કરવી પડે.
 
આપવા માગે જ છે તો આટલું દઇ દે મને,
યાદ એવી આપ જેને યાદ ના કરવી પડે !
 
આપણે એવી રમત રમવી નથી જેમાં સતત,
અન્ય હારી જાય એવી કામના કરવી પડે.
 
આમ તો પ્રત્યેક જણ યોગી છે અથવા સંત છે,
સાવ નાની વાતમાં અહિ સાધના કરવી પડે

– કિરણકુમાર ચૌહાણ

સ્ત્રોત : ફોર્વર્ડેડ ઈ-મેલ…

(ઈન્ટરનેટ પર ખાંખા-ખોળા કરતા કિરણભાઈની સાઈટ મળી ગઈ)

Leave a Reply