Friday, January 27, 2012

 પ્રાથમિક શાળાના પરિપત્રો માટે અહિ ક્લીક કરો.


અત્રે નીચે નાણાકીય વર્ષ ૨૦૧૧-૧૨ માટે ઈન્કમટેક્ષ ગણવા એક્સેલ સીટ આપેલ છે. ઈન્કમટેક્ષ ગણવા માટે શીટની અંદર જ્યાં જ્યાં પીળા ખાના છે ત્યાં ત્યાં આપના ડેટા નાખવા.લીગલ લેઝર સાઈઝના  કાગળ પર પ્રિંટ કાઢવી.   

Income Tax Calculation Sheet For 2011-12   ( Satnam Patel )

Tuesday, January 24, 2012

 સરદાર સરોવર વિશે જાણો

ડાયાબિટીસને જાણો ( ડો કેતન ઝવેરી )


કોઇ પણ સત્તાધીશ દ્વારા તેની સત્તાનો લાભ (પૈસા કે ભેટ) મેળવવા દુરુપયોગ કરવો તેને ભ્રષ્ટાચાર કહેવાય છે. સરકારી કાર્ય ખોટી રીતે કે યોગ્ય સમય કરતાં પહેલાં કે લાયકાત વગર કરી આપી, તેના બદલામાં મેળવેલ પૈસા કે ભેટને લાંચ કહેવાય છે. ભ્રષ્ટાચાર નામની ઉધઈએ દેશને તો ખોખલો કર્યો છે. આજે શિક્ષણના ક્ષેત્રને પણ ભ્રષ્ટાચાર આંબી ગયો છે.જાણવા મળ્યું કે સી.સી.સી પરીક્ષા પાસ કરવા માટે વિવિધ આઈ.ટી.આઈ માં ૩૫૦૦ થી ૪૫૦૦ નો ભાવ ચાલે છે. સી.સી.સી પરીક્ષા પાસ કરવા માટે કર્મચારીઓ દ્વારાજ કર્મચારીઓ પાસેથી રૂપિયા ખંખેરવામાં આવે છે.સરકારી લાભો મેળવવા માટે શિક્ષકો કે અન્ય કર્મચારીઓ કમ્પ્યૂટર ન આવડતું હોવા છતાં લેભાગું સી.સી.સી પરીક્ષા પાસ કરી આપતા દલાલો સાથે સોદા કરતા અચકાતા નથી. તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવાની વાતો કરતા કે શાળામાં આદર્શ – નિતીની વાતો કરનારા શિક્ષકોજ સી.સી.સી પાસ કરી આપતા દલાલો સાથે સોદા કરી મૂછોમાં હસતા હોય છે. આવા દલાલોનો ધંધો ધમધોકાર ચલાવવામાં શું આપણે જવાબદાર નથી ? આવા દલાલોના કારણે મુખ્ય નુક્શાન તો એવા લોકોને થાય છે કે જેઓ કમ્પ્યૂટર સારી રીતે જાણે છે અને તૈયારી કરીને પરીક્ષા આપવા જાય છે પરંતુ આર્થિક ૩૫૦૦ થી ૪૫૦૦ રૂપિયાનો વ્યવહાર ન થયો હોયતો નાપાસ કરવામાં આવે છે. શિક્ષિત સમાજ દ્વારા જ ચલાવાતી આ બદીને મિત્રો આપણે જડમૂળથી ઉખેડવાની જરૂર છે. આજથી જ સી.સી.સી ની પરીક્ષા માટે આયોજનપૂર્વક તૈયારી કરી કોઈ સોદા વિના પરીક્ષા આપવાની તૈયારી કરીએ.
વધુમાં જણાવતાં આનંદ થાય છે કે સરકારે બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તથા ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીના નવા કેન્દ્રોને પણ માન્યતા આપેલી છે તેના દ્વારા પાસ કરેલી પરીક્ષા પણ માન્ય છે જ. આવા કેન્દ્રો દ્વારા સોદા – લાંચ થતી નથી તેવું મારુ માનવું છે. આ સાથે માન્ય કેદ્રોની યાદી દર્શાવતો પરિપત્ર સામેલ છે.


Tuesday, January 17, 2012


ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક મેરીટ ગણતરી યંત્ર


અહી,નીચે વિવેકાનંદ વિદ્યાલય - જડીયા . તા.ધાનેરા  જિ. બનાસકાંઠા ના શિક્ષકશ્રી બાબુભાઈ પટેલે તૈયાર કરેલ ધોરણ - 9 તથા ધોરણ - 10 ના  વિજ્ઞાન ટેક્નોલોજી વિષયના પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન શિક્ષક મિત્રોના શાળામાં ઉપયોગ સારૂ મૂકેલ છે.શ્રી બાબુભાઈએ ખૂબજ સુંદર   પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરેલ છે. અન્ય શિક્ષક મિત્રો પણ મારા ઈ-મેઈલ આઈડી પર વિદ્યાર્થી માટે ઉપયોગી પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન મોકલશો તો આનંદ થશે.  શ્રી બાબુભાઈના પી.પી.ટી આપના કમ્પૂટરમાં વાંચી શકાતા ન હોય તો LMG ARUN ફોન્ટ નાખવા. તેમનો મોબાઈલ નંબર ૯૮૯૮૩૬૭૩૬૮  છે. 





ધોરણ - 9  - પ્રકરણ - 7   પ્રેઝન્ટેશન ( વિજ્ઞાન અને ટેક્નોલોજી )

ધોરણ - 9  -  પ્રકરણ - 8   પ્રેઝન્ટેશન   ( વિજ્ઞાન અને ટેક્નોલોજી )






TAT EXAM RESULT FOR HIGHER SECONDARY

TAT EXAM RESULT PRESS NOTE 

ધોરણ - 10 સામાજિક વિજ્ઞાન - પ્રકરણ 6 પ્રેઝન્ટેશન  

Monday, December 26, 2011


 ધોરણ - 10 તથા 12 - એપ્રિલ 2012 પરીક્ષા કાર્યક્રમ

ધોરણ - 11 દ્વિતીય સેમેસ્ટર પરીક્ષા - એપ્રિલ 2012 કાર્યક્રમ

 શિક્ષણ વિભાગ - અધિકારીઓશ્રીની બદલી પ્રેસનોટ

શીટમાં કંડિશન ભૂલથી બદલાઈ ન જાય તે માટે શીટ પાસવર્ડ પ્રોટેક્ટ કરેલ છે. આપશ્રી આપની જરૂરિયાત મુજબ સુધારો કરવા ઈચ્છતા હોય તો પાસવર્ડ 283115  છે. ગાંધીનગર જિલ્લાને ધ્યાનમાં રાખી ડિસેમ્બર 2011 સુધી એરિયર્સ ગણેલ છે. અન્ય જિલ્લા માટે કદાચ જૂન 2011 સુધી હોયતો અન્ય વધારાની રો(હરોળ) ડિલીટ કરવી.

એરિયર્સ ગણતરી ( Due to Pay band effect ) April 2010 to Dec 2011    (  જુલાઈ 2011 - સુધારાવાળી શીટ )d

Sunday, December 25, 2011

આદર્શ કન્યા વિદ્યાલય - ભાન્ડુ ના શિક્ષક શ્રી સતનામ પટેલે ધોરણ 8 થી 12 માં ઉપયોગમાં લઈ શકાય તેવા માસિક હાજરી પત્રક બનાવેલ છે. ડેટા સીટમાં ધોરણ - વર્ગ - માસ પસંદ કરી એકવાર વિદ્યાર્થીઓના નામ - જન્મ તારીખ- જ્ઞાતિ તથા જી.આર લખવાથી દર માસે રજિસ્ટર કામ આવે છે. દર માસે નામ - જન્મ તારીખ - જી.આર કે જ્ઞાતિ લખવી પડતી નથી. માસ પસંદ કરવાથી આપમેળે અઠવાડિયાના વાર લખાઈ જાય છે તથા રવિવારની નીચે લાઈન દોરાઈ જાય છે. આ સાથે નીચે હાજરી પત્રક આપેલ છે. લેઝર કાગળ પર પ્રિન્ટ કામ કરવું.

ઘણા શિક્ષકમિત્રોને વાંચવામાં ફોન્ટની તકલીફ પડતી હતી તે ધ્યાનમાં લઈ સુધારેલ હાજરી પત્રક શ્રુતિ ફોન્ટમાં બનાવેલ છે. લગભગ હવે વાંચવામાં તકલીફ પડશે નહી.
 

Monday, December 19, 2011


બનાસકાંઠા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ ના પ્રમુખશ્રી ઈલિયાસભાઈ સિંધી તરફથી બનાસ ગંગા શિક્ષણ - ઓગષ્ટ ૨૦૧૧ અંક મળ્યો. સારસ્વત મિત્રો માટે અત્રે તે અપલોડ કરેલ છે. પાન નંબર 4 પર નિવૃત શિક્ષક શ્રી રમણિકભાઈ રાવલ પ્રસિધ્ધ વંત્યાક અને નવી શૈક્ષણિક સંસ્થાઓ લેખ વાંચી ચિંતન અને ચિંતા કરવાની જરૂર છે.

બનાસગંગા શિક્ષણ - ડિસેમ્બર ૨૦૧૧ અંક  

બનાસગંગા શિક્ષણ - ઓગષ્ટ ૨૦૧૧ અંક   ( બનાસકાંઠા જિ.મા.શિ.સંઘ મુખપત્ર)

બનાસગંગા શિક્ષણ - જુલાઈ ૨૦૧૧ અંક

 

Sunday, December 18, 2011

આદર્શ કન્યા વિદ્યાલય - ભાન્ડુ ના શિક્ષક શ્રી સતનામ પટેલે ધોરણ 8 થી 12 માં ઉપયોગમાં લઈ શકાય તેવા માસિક હાજરી પત્રક બનાવેલ છે. ડેટા સીટમાં ધોરણ - વર્ગ - માસ પસંદ કરી એકવાર વિદ્યાર્થીઓના નામ - જન્મ તારીખ- જ્ઞાતિ તથા જી.આર લખવાથી દર માસે રજિસ્ટર કામ આવે છે. દર માસે નામ - જન્મ તારીખ - જી.આર કે જ્ઞાતિ લખવી પડતી નથી. માસ પસંદ કરવાથી આપમેળે અઠવાડિયાના વાર લખાઈ જાય છે તથા રવિવારની નીચે લાઈન દોરાઈ જાય છે. આ સાથે નીચે હાજરી પત્રક આપેલ છે. લેઝર કાગળ પર પ્રિન્ટ કામ કરવું.

ઘણા શિક્ષકમિત્રોને વાંચવામાં ફોન્ટની તકલીફ પડતી હતી તે ધ્યાનમાં લઈ સુધારેલ હાજરી પત્રક શ્રુતિ ફોન્ટમાં બનાવેલ છે. લગભગ હવે વાંચવામાં તકલીફ પડશે નહી.


Saturday, December 17, 2011

જ્યારે વ્યક્તિની ઇચ્છા કે અપેક્ષા પરિપૂર્ણ ન થાય ત્યારે ઉદભવતી જડ પ્રતિક્રિયાને ''ગુસ્સા તરીકે ઓળખવામાં આવે છે. આ એક શીખેલી પ્રતિક્રિયા છે જેમાં વ્યક્તિની વર્તણૂક એના કાબૂ બહાર જતી રહે છે. જે વ્યક્તિની વર્તણૂક વ્યક્તિના પોતાના નિયંત્રણમાં નથી હોતી એ વ્યક્તિ ''ગાંડો કહેવાય છે. ''ગુસ્સો એ ટેમ્પરરી (ટૂંકા સમયનું) ગાંડપણ છે એવું કહી શકાય. તમારી ઇચ્છા વિરુધ્ધની કોઇ પણ ઘટના તમને ગુસ્સો કરાવી શકે.
ગુસ્સાને કારણે શરીરને પુષ્કળ નુકસાન થાય છે. હાઇબ્લડપ્રેશર, પેટનું અલ્સર(ચાંદુ), અનિદ્રા, થાક, હ્રદયરોગ વગેરે અનેક બીમારીઓ ગુસ્સાના કારણે થાય છે. ગુસ્સાના કારણે પ્રેમભર્યા સંબંધો તૂટે છે; વાતચીત અને વિચારોના આદાનપ્રદાનમાં મુશ્કેલી ઊભી થાય છે; પસ્તાવા અને હતાશાની લાગણી ઉભી થાય છે અને દરેક કામમાં અડચણ ઉભી થાય છે. 

Tuesday, November 22, 2011



શિક્ષક રજિસ્ટ્રેશન પરિપત્ર 
વર્ગની ઓળખનો નમૂનો (વર્ગ બહાર ભરાવવા)
ઓપ્ટિકલ ઈલ્યુઝન  

નોંધ -
જો આપ એક્સેલ ફાઈલ ઓપન કરતા હોય ત્યારે enable option  પર ક્લીક કરવું. જેથી મેક્રો રન થશે. છતાં જોવા ન મળે તો tools --- security ---- medium  પર ક્લીક કરી ફાઈલ સેવ કરી ક્લોઝ કરી ફરી ઓપન કરવી જેથી મેક્રો રન થશે.અને એક્સેલ ફાઈલ બરાબર ઓપન થશે 

Salary slip 
ઝડપથી કોઈપણ સંખ્યાના અવયવ પાડો  
કોઈપણ બે સંખ્યા વચ્ચેની અવિભાજ્ય સંખ્યા શોધો  



Sunday, November 20, 2011

ભાર વિનાનું ભણતર!


ભાર વિનાનું ભણતર!

સવારે ઉઠીને શાળાના દરવાજે જ્યારે જોઈએ છીએ ત્યારે ૩ થી ૫ કિલોગ્રામના દફ્તર સાથે બાળકની કરોડરજ્જુ વળેલી જોવા મળે છે. ઠાંસી ઠાંસીને ભરેલ નોટ્સ - ગાઈડો - પોથીઓ ( ચિત્રપોથી-નક્શાપોથી- સ્વાધ્યાયપોથી વગેરે વગેરે ) થી ભરેલ દફ્તર જોઈને વાલીના ચહેરા પર બાળક દાક્તર બની જવાનો આનંદ છે. બૂટ-મોજા - ટાઈથી સજ્જ બાળકને જોઈને ઘડી બે ઘડી વાલી ખુશ થઈ જાય છે. અને અન્ય બાળક કરતાં પોતાનો બાળક કેટલો સ્માર્ટ દેખાય છે તેવા ધોળા દિવસે સ્વપ્નો જોતો જોવા મળે છે. વળી આજના આ યુગમાં રીક્ષા-વાનમાં ઘેટા- બકરાંના જેમ  ઠાંસી ઠાંસીને ભરવામાં આવતા બાળકોને જોઈને પણ વિદાય સાથે હાથ લાંબો કરતી મા ના ચહેરા પર આનંદની કરચલીઓ ઉડીને આંખે વળગે તેવી છે. આનંદ એ વાતનો હોય છે કે પોતાનો બાળક kg1/kg2 કે નર્સરીમાં  દાક્તર બનવા જઈ રહ્યો છે. પોતાના બાળક માટે ધોરણ - 1 થી જ પુસ્તકો નહિ પરંતુ ગાઈડો ખરીદી તથા તેના પૂંઠા ચડાવવા કલાક બે કલાક દુકાને લાઈનોમાં ઉભો રહે છે. કારણકે તેનો બાળક ધોરણ - 1 માં દાક્તર બનવા જઈ રહ્યો છે. ધોરણ - 1 ની ગાઈડોના ત્રણસો - ચારસો રૂપિયા હસતા હસતા આપે છે કારણકે    તેનો બાળક ધોરણ - 1 માં દાક્તર બનવા જઈ રહ્યો છે. ગામની સરકારી શાળા છોડીને સેલ્ફ ફાયનાન્સ  શાળામાં એડમિશન મેળવવા બાળકના જન્મના બીજા જ દિવસથી પાંચ વર્ષ પછીના એડમિશન માટે હાંફતો હાંફતો વાલી દોડતો જોવા મળે છે  કારણકે તેનો બાળક ધોરણ - 1 માં દાક્તર બનવા જઈ રહ્યો છે.  

અને હવે મિત્રો - ભૂતકાળમાં ડોકિયું કરીએ તો 

મિત્રો આજથી ત્રણ દાયકા પહેલાંનો વિદ્યાર્થી - ફાટેલી થીગડા વાળી ચડ્ડી – સુતરાઉ કાપડની કે ખાતરની થેલીની બેગ કે સામાન્ય કોથળી વાળુ દફ્તર – તેમાં દેશી હિસાબ, બે-એક પુસ્તકો, સ્લેટ અને પેન.
પ્રાથમિક શાળામાં નોટબુક ભાગ્યે જ વપરાતી. રૂટીન કામ સ્લેટમાં જ થતું.
આજે વિદ્યાર્થીઓ  પ્રશ્ન કરે છે: “સર, સ્લેટ એટલે શું?”
સ્લેટ એટલે લાકડાની ફ્રેમમાં જડેલો કાળા પથ્થરનો સપાટ , “flat piece”. તેની બંને બાજુની લીસી સપાટી પર તમે માટીની પેન વડે લખી શકો. સાઈઝ આશરે આઠ ઈંચ બાય દસ-બાર ઈંચ.
ત્રણ દાયકા પહેલા સ્કૂલે જતા પહેલા વિદ્યાર્થીઓ ઘરના કંપાઉંડમાં પેનને અણી કાઢવા દોડતા. ક્યારાને કિનારે ગોઠવેલી ઈંટોની કરકરી સપાટી પર સંભાળીને પેનને ઘસતા. “અણીદાર” બનાવતા. તે અણી જળવાઈ રહે તે માટે ક્યારાની ભીની માટીમાં પેનને હળવેથી ફેરવીએ અને “પાક્કી” કરીએ. બસ, “મોતીના દાણા” જેવા સુંદર અક્ષર લખવા માટે પેન તૈયાર કરતા.  


સ્કૂલમાં સ્લેટ-પેન એજ સર્વસ્વ. ગુજરાતીના પાઠ હોય, ગણિતના દાખલા કે આંક કે વિજ્ઞાનના જવાબ .... બધું કામ સ્લેટ પર કરો. કામ કરો, શીખી લો; ભીના કપડાથી ભૂસી નાખો.
ભીની સ્લેટ સૂકવવા થોડી રમત કરી લો .... ભીની સ્લેટને હાથમાં પકડી હલાવતા રહો અને ગાતા જાવ:
”ચકી ચકી પાણી પી .... બે પૈસાનો બરફ લાવ ...”
ચકી પાણી પી જાય(!) અને સ્લેટ નવા કામ માટે કોરીકટ તૈયાર!

ઘડિયા જ્ઞાન – ૩૦ એકા સુધીના ઘડિયા તો મોઢેજ હોય. શિક્ષક પ્રત્યે આદર-પ્રેમ.કુદરતી વાતારણમાં પ્રાયોગિક જ્ઞાન. કોઈ કેલ્ક્યુલેટર કે કમ્પ્યૂટર નહી છતાં વ્યવહારૂ કોયડા પલવારમાં ઉકેલાય.

આજના નાનકડા ભૂલકાઓને “ઈન્ફર્મેશન એજ”માં માહિતીના ભાર નીચે દબાયેલા જોઈને વેદના થાય છે. આપણે તેમના બાળપણને કચડી નાખ્યું છે. ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી ચાર-પાંચ-સાત વિષયો; ઘડિયા દસ એકાથી આગળ આવડે નહી જ. સાદા સરવાળા માટે પણ પરાવલંબી. દરેક વિષયના એક-બે પુસ્તકો, ગાઈડો- વ્યાયામ વિષયની પણ વસાવે અને વળી વ્યાયામ વિષયના પણ ટ્યુશનના પાંચ હજાર આપતાં વાલી આનંદ અનુભવે. ધોરણ 1 થી જ ચશ્માના નંબરતો ખરાજ.  કંપાસમાં ચાર પાંચ પેન. દરેક વિષયની ક્લાસવર્ક અને હોમવર્ક અલગ નોટબુકસ ...કેટલીતો પોથીઓ(ચિત્રપોથી-નક્શાપોથી-ગ્રાફપોથી વગેરે વગેરે) આપણે બાળકોને બોજાથી બેવડ કરી દીધાં છે. આપણે બુક્સ-નોટબુક્સમાં માહિતી ઠાંસી ઠાંસીને ભરી દીધી, તેમાં જ્ઞાન તો તલભારનું જ! આજનો કોલેજનો વિદ્યાર્થી બેંકમાં જતાં ગભરાય છે.મીટરને ફૂટમાં ફેરવતાં કે લાકડાનું ઘનફૂટ શોધતાં તેના મોતિયા મરી જાય છે.ઘરની ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય છે તે ગણવું તેના માટે લોઢાના ચણા ચાવવા બરાબર છે. માતૃભાષામાં ૧૦૦ માંથી ૧૦ થી નીચે આવે છે. અંગ્રેજી બોલતાં આવડતું નથી. રાષ્ટ્રભાષા હિન્દી તો હવે નાશપ્રાય થઈ છે. ભારેખમ ગણિત પચાવવા દાખલા ગોખતો થયો છે.ગણિત વાંચતો જોવા મળે છે ત્યારે આજના બાળક પર દયા આવે છે.આજના બારમાનો કે ગુજરાતી વિષય સાથે MA થયેલ વિદ્યાર્થી વંદેમાતરમના ગાનમાં કે બારાખડી(કક્કો) માં પણ લોચા મારે છે.આજે   બાળકને આપણે શું આપીએ છીએ?
ભાર વગરનું ભણતર કે જીવનને રગડોળી નાખવાનું ભણતર.

Monday, January 25, 2010

તમારા કોમ્પ્યુટરમાં Gujarati Indic ઇન્ટોલ કરવાની રીત

તમારા કોમ્પ્યુટરમાં Gujarati Indic  ઇન્ટોલ કરવાની રીત

ફોન્ટ ડાઉનલોડ કરો  (Gujarati  indic IME 1 [ v 5.1]

અથવા ફોન્ટ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી લેવા http://www.bhashaindia.com/ આ સાઇટ પરથી અથવા ગુજરાતી  emi-ડાઉનલોડ કરો)

સૌપ્રથમ Gujarati  indic તમારા કોમ્પ્યુટરમાં ઇન્સોટલ કરીલો અને તેને રન કરો

(Windows xp ની સીડિની જરૂર પડશે એટલે પાસે રાખવી)

(Windows 7 માં સીડિની જરૂર પડતી નથી ફોન્ટ ઇન્ટોલ કરી આગળની પ્રોસેસ કરવી) 

હવે પ્રથમ control panel પર ક્લિક કરો 


control panel ઓપન થતા નીચે regional languages ના આઇકોન પર ક્લિક કરો અને તેને ઓપન કરો


regional languages ઓપન થતા નીચે પ્રમાણે એક ડયલોગ બોક્સ ઓપન થછે.


હવે તમારે Windows xp ની સીડીને સીડી ડ્રાઇવમાં મૂકો અને supplemental language support માં જે ચેક બોક્સ આપેલા છે તેમા પહેલા બોક્સમાં ચેક કરો ચેક કરતાજ એક અન્ય ઓપશન આવછે તેને ok કરો ફરી વખત નીચે આપેલા બોક્સમાં ચેક કરો આવેલા ઓપશનમાં ok કરો એટલે વિન્ડો એક્સ.પી માંથી language કોપી થવાની પ્રક્રિયા ચાલુ થછે. આ પ્રક્રિયા પુરીથાય પછી નેચી આપેલા એપલાય અને ઓકે બટન પર ઓકે કરવું  હવે


હવે details ના બોકસ પર ક્લિક કરો અને નીચે પ્રમાણે એક ડાયલોગ બોક્સ ખૂલસે


અહિ  Add…બટન પર ક્લિક કરો એટલે એક નીચે પ્રમાણેનુ ડાયલોગ બોક્સ ખુલશે


હવે તમારે Add input language ના પ્રથમ બોક્સમાં ગુજરાતી ભાષા પસંદ કરવાની છે અને   બીજા બોક્સમાં ગુજરાતી કિબોર્ડ પસંદ કરવાનુ છે અને ઓકે કરવાનુ (જો કિબોર્ડમાં Gujarati  indic IME 1 [ v 5.1] આવેતો પહેલા તે પસંદ કરવું)

નીચે આપેલ સ્ક્રિન સોટ પ્રમાણે દેખાય એટલે ઓકે કરવું અને એક વખત કોમ્પ્યુટરને રિસ્ટાટ કરવું હવે જ્યારે પણ તમારે ગુજરાતી ભાષામાં લખવું હોય ત્યારે Shift અને  Alt કિ દબાવવાની એટલે ગુજરાતી ભાષામાં લખાશે અને ફરી વખત અંગ્રેજી ભાષામાં લખવું હોયતો Shift અને Alt કિ દબાવવાની એટલે અંગ્રેજી માં લખાશે

ગુજરાતી લખવા માટે નીચેના સ્ક્રિન સોટ પ્રમાણે સેટીંગ કરી શકો છો.