
મનુ ત્રણ વર્ષ ની હતી..જ્યારે તેની માતા કેન્સર માં મૃત્યુ પામી .તે માંદી હતી એટલે ગામડે થી તેનાં દાદા દાદી આવ્યાં હતાં .નાની મીનુ ને સાચવવા મા વિનાની મીનુ ને ઓછું ન આવે તે માટે દાદ દાદી ખૂબ લાડ લડાવતાં રાતે પણ પડખામાં જ સુવાડતાં
મીનુ પૂછતી ‘ બા મારી મમ્મી ક્યારે આવશે ?’ બા રોજ કહેતાં જલ્દી આવી જશે તેઓ મનુ ના પિતાજી કિશન ભાઈ ને સમજાવતાં હતાં કે હવે મનુ માટે પણ બીજા લગ્ન કરી લેવા જોઈએ તેઓ પણ પાછા ગામડે જવા માંગતા હતાં મનુ રોજ ખુલ્લા બારણાં સામે જોઈને માની રાહ જોતી નાની મનુ કઈ સમજતી નહોતી પણ માં વિના સુની થઇ ગઈ હતી
કિશનભાઇ એ અંતે બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું . તેના મન માં અનેક શંકાઓ હતી;મીનુ ને મા નો પ્રેમ નવી મા આપશે કે નહીં ? કેવી હશે ? કિશન ની બા એ સગા વહાલા ઓ ને કહી રાખ્યું હતું બહુ છોકરીઓ જોઈ અંતે એક ભણેલી અને સારા ઘર ની મંજુ નામની જરા મોટી ઉંમર ની મળી. તેના લગ્ન નહોતા થતા અને તેના ફોઈ ના ઓળખાણ માં તેનું કુટુંબ હતું લગ્ન થઇ ગયાં
મંજુ ઘરમાં બરાબર ગોઠવાઈ જાય તે માટે દાદી મનુ ને થોડા સમય માટે ગામડે લઇ ગયા . 2 મહીના પછી મંજુ પછી આવી . ઘરમાં નવી મમ્મી ને જોઈને રાજી થઇ ગઈ. તે પોતાની માનો ચહેરો ભૂલી ગઈ હતી.શરૂઆત માં તો બધું બરાબર ચાલ્યું .મંજુ મીનુ નો પ્રેમ વધતો ગયો પણ મંજુ ને થતું કે મીનુ ન હોત તો હું નોકરી કરી શકત., આઝાદી થી ફરી શક્ત આમ ને આમ બે વર્ષ વીતી ગયાં મંજુ ને સારા દિવસો દેખાયા .તે માં બનવાની હતી ગામડે થી દાદી આવી .બધાં ખુશ ખુશ રહેતાં હતા .મીનુ ની સામે કોઈ ને જોવાનો સમય નહોતો બધાં મંજુ માં ની આસપાસ રહેતાં નવું નવું ખાવાનું બનાવી ને ખવડાવતાં હતાં .
થોડા દિવસ પછી મંજુ નાનકડા ભાઈ ને લઈને આવી’ કેટલું બધું બદલાઈ ગયું! ભાઈ ને જોવા તેની નજીક જાય તો તરત કહેવામાં આવતું કે દૂર રહે ;તેને અડતી નહિ આ દૂધ ભાઈનું છે’ એનો અનાદર થવા માંડયો મંજુ ને એની જગ્યા ઝૂટવાતી લાગી’ પપ્પા પણ ભાઈ પાસે જ રહે છે તેને કોઈ બોલાવતું નથી બાળમાનસ પર અવળી અસર થઇ. તેનો ભાઈ તરફ તિરસ્કાર વધતો ગયો
એક દિવસ મંજુ ભાઈ ને ઘોડિયા માં સુવડાવી રસોડા માં કામ કરવા ગઈ અને મીનુ લાગ જોઈને ભાઈ ના રૂમ માં ગઈ ગુસ્સામાં ભાઈ ને ઉપાડ્યો અને ઉપલે માળેથી તેને નીચે ફેંકી દીધો .નીચેના રૂમ માં જઈને કબાટ માં સંતાઈ ગઈ
