અરરરર !

“અરર” વિષય પર(1) પી.કે.દાવડા

મિત્રો ઘણા ને પ્રશ્ન  છે કે અમારે “અરર”  વિષય પર શું લખવું મિત્રો અરર શબ્દનો પ્રયોગ આપણા  અગાવના વિષય જેવો છે  “તો સારું “તમારે કવિતામાં છંદમાં,જોડકણામાં,ગીતમાં નિબંધ માં, વાર્તામાં કોઈ કોઈ પણ વિષય પર લખી શકો છો ..બસ લખો લખો અને લખો ….

આપણા બેઠકના સર્જક પી.કે.દાવડા સાહેબે કલાપીની જેમ છંદ માં વાપરી કર્યો છે  તો નીચે વાંચી જુઓ 

(મંદાક્રાન્તા)

આજે મારે લખવી કવિતા, કોઈ શબ્દો સુઝે ના,

કાવ્યો માટે વિષય  મળવો  હોય એમાં જરૂરી,

(સ્રગ્ધરા)

વાણી વિલાસનો આ સમય, વિષયની આજ કોને પડી છે?

આજે  લોકો  કવિતા, વિષય વગર, ભાષા રચાવી લખે છે.

(ભુજંગી)

વિચારો વહે આજ મારા છંદોમા

લખું આજ સારી કવિતા પદોમા.

(લલિત)

સમજશે નહીં આ પેઢી બાપડી!

અરર  કેટલું  સ્તર નીચે ગયું?

વગર  છંદની  લોક   વાંચશે ,

અગર ના ગમે, Delete દાબશે .

ફિકર કાં કરે, ના લોક વાંચશે

તરત એ  પછી Critic માપશે ,

હરદિને  નવા  અરથ કાઢશે

હરદિને  નવા બ્લોગ છાપશે

-પી. કે. દાવડા

————————————-

અરર શબ્દ કવિ  કલાપી એ એ ઘણી વાર પ્રયોજ્યો છે……

1-મુજ હદયની આજે પાછી કળી ઉઘડી પડી,

અરર! દુઃખ છે! કિન્તુ તેમાં મીઠાશ થઈ ખડી

2-મુજ જિગરને ચીરાતાં – રે! હતું સુખ કૈં મળ્યું,

અરર! વ્રણને સાંધી દેતાં ન ચેન કશું પડ્યું

3-અરર! દિલની પૂરી પૂરી ન લૂંટ થઈ કદી,

અરર દિલમાં છૂરી પૂરી કદી ય ગઈ નહીં;

4-પણ દરદ કૈં ધીમે ધીમે બુઝાઈ જતું હતું,

                  અરર! દિલ આ ધીમે ધીમે કઠોર થતું હતું;

                      5-તે પંખીની ઉપર  પથરો ફેંકતા ફેકી દીધો

છૂટ્યો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!

અને હા નાના હતા ત્યારે આ જોડકણું સાંભળ્યું હશે

વારતા રે વારતા, ભાભા ઢોર ચારતા

ચપટી બોર લાવતા, છોકરાં સમજાવતા

એક છોકરો રિસાયો, કોઠી પાછળ ભીંસાયો

કોઠી પડી આડી, અરર…ર……. માડી !

 

અરરરર ! (2)-પદ્માબેન કનુભાઈ શાહ

Posted on August 13, 2014 by Pragnaji

અરરરર !

કૌરવ   અને  પાંડવ  જુગટુ રમતા દાવ પર દાવ હારજીતમાં ચડસે ચડ્યા,દુર્યોધન મામા શકુની ની ચાલબાજી પ્રમાણે કાવાદાવાથી રમવામાં એક પછી એક દાવ જીતતો ગયો અને પાંડવો દાવ હારવા લાગ્યા, પાંડવો એમના રાજવી પોષાક,એમના પહેરેલા જરઝવેરાત હાર્યા અને છેલ્લે એમણે એમની પત્ની દ્રૌપદી ને હોડમાં મુકી ,છેવટે તેઓ દ્રૌપદીને પણ દાવમાં હારી ગયા.

મહારથી  દાદા ભિષ્મ પિતામહ તેમજ અન્ય ભાઈઓ કાકા મામા અને વડિલ ગુરુઓ થી ભરેલી સભામાં અહંકારી દ્દુષ્ટ દુર્યોધન એના ક્રૂર સ્વભાવ મુજબ એણે દુર બેઠેલી દ્રૌપદીને સભા વચે ખેંચી લાવવા દુશાસનને હાંક મારી ‘હે દ્રૌપદી! તારા પાંચ પતિઓ તને હોડમાં હારી ગયા છે હવે તુ મારી દાસી છે ”

પાંડવ પત્ની દ્રૌપદી રજસ્વલા હોવાથી એકબાજુ પર બેસી એમના પતિના સામુ જોઈ રહી હતી.બાણાવળી અર્જૂન એને સહાય જરૂર કરશે તેવી આશા હતી, દાદા ભિષ્મ પણ દુર્યોધનને એના વર્તાવ માટે રોકશે એમ માનેલુ,પણ દાદા પણ કાઈ બોલ્યા નહિ કારણ કે તેઓ દુર્યોધનનું લૂણ ખાતા હતા ,દુર્યોધન ભરી સભામાં સતી દ્રૌપદીને બીભત્સ ગાળો દેવા લાગ્યો,સાથળ ઠોકિને ખોળામાં બેસવાનુ કહેવા લાગ્યો,”હવે  તો તું મારી દાસી છે ”આ શબ્દો સાંભળી દુશાસન ભારીસભા મધ્યે દ્રૌપદી ને ખેચી લાવ્યો,સતી દ્રૌપદી નિસહાય બની ચીસો મારી.

હે કૃષ્ણ !હે કૃષ્ણ !હે મારા વીર !ભાઈ!તમારી બેન દ્રૌપદી ની વ્હારે આવો,હે  મારા તારણહાર ભાઈ !આ દુષ્ટ કૌરવ દુશાસન થી મારી લાજ બચવો,અરરરર ભરી સભામાં સૌના મુખેથી ઉદગાર નીકળ્યા,સૌ નિસહાય થઇ આ દ્રશ્ય જોઈ રહ્યા,કોઈનો  પણ વિરોધ નો અવાજ ના નિકળ્યો ,પાષાણની  માફક ભરી સભા સ્તબ્ધ બની ગઈ,

અને ત્યાંજ સૌએ કૌતુક ભરી દ્રષ્ટિથી નિહાળ્યું કે બેન દ્રૌપદીની પોકાર ભાઈ કૃષ્ણએ સાંભળી,બેન દ્રૌપદીની સાડી જેમ જેમ દુશાસન  ખેચતો ગયો ખેચતો  ગયો તેમ તેમ સાડી વધવા લાગી,ભાઈ શ્રી કૃષ્ણ એ બેન દ્રૌપદીને નવસો નવ્વાણું ચીર પહેરાવ્યા,બેન દ્રૌપદી ની લાજ બચાવી,દુશાસન નવસો નવ્વાણું ચીર ખેંચતા ખેચતા થાકી ગયો, પરસેવા થી રેબઝેબ થઈ ગયો,એના હાથમાંથી સાડી સરકી ગઈ,થાકી જઈ બેસી પડ્યો, ભરી સભામા સૌના મોંમાથી ચિત્કાર નિકળ્યો,અરરરર ધિક્કાર છે આ દંભી કૌરવોનો પિતા ધૃતરાષ્ટ્ર  છે જે આખે અંધ અન્યાયી અને લોભી પિતા,આંખે દેખવા છતાં પાટા બાંધી અંધ રહેનાર માતા ગાંધારી ના પુત્રો સૌ કપટ કરનારા બુધ્ધી મા અંધ નિકળ્યા,અરરરર !

 

પદ્માબેન  કનુભાઈ   શાહ

સનીવેલ

અરર ….. આ શં થઈ ગયું !-(3)હેમાબહેન પટેલ

Posted on August 15, 2014 by Pragnaji

અરર …..  આ શં થઈ ગયું  !

 

જ્યારે કોઈ પણ કામ કરીએ ત્યારે તેનુ વિપરીત પરિણામ આવે, ધાર્યુ હોય શું અને થાય શું ત્યારે અનાયાસે પણ એ કાર્યના પ્રતિભાવ રૂપે મૉઢામાંથી શબ્દો સરી પડે અરર આ શું થઈ ગયું.આપણો ઈરાદો સારો હોય પરંતું તેનુ પરિણામ ગલત આવે.ટુંકમા કરવા ગયા હોય સીધુ પરંતુ થાય ઉંધુ. ‘અરર’ એ એક ઉદગાર છે જે આશ્વર્ય થવાથી ઓચિંતો મોઢામાંથી સરી પડે. આશા નિરાશામાં બદલાઈ જવાથી આપણા મનને દુખ થવાથી આ ઉદગાર એ દુખના પ્રતિક સમાન છે. જે લોકોને ખોટુ કામ કરવાનો ઈરાદો હોય, કરવા જાય ઉંધુ અને થાય સીધુ કામ ત્યારે પણ થાય અરર આ શું થઈ ગયુ. બંનેમાં મનની અંદર દુખ અવશ્ય થાય.

જીવનમાં કંઈ કેટલાય એવા પ્રસંગ આવે, આપણે સારુ કરવા જઈએ અને ઉંધ્ધુ કામ થાય.કોઈ વખત અજાણે નાની ભુલ પણ થઈ જાય ત્યારે પણ આ જ ઉદગાર નીકળે.ખોટું કામ કરવાનો આપણો ઈરાદો ન હોય અને જે કામ કરીએ તેનુ ઉંધ્ધુ પરિણામ આવે. ખાસ કરીને ગ્રહિણીઓને વધારે અનુભવ થાય છે, કોઈ પ્રસંગ એવો બની ગયો હોય તેના વિચારોમાં ખોવાયેલા હોઈએ, મગજ પર મોટો બોજો હોય,ચિંતા હોય અને રસોઈ બનાવતાં હોઈએ ત્યારે ખાવામાં મીઠું નાખવાનુ ભુલી જઈએ યા તો બે વખત મીઠું નાખી દઈએ, ફ્રીજની અંદર કોથમીર અને મેથીની ભાજી સુધારીને મુકેલી હોય તો વિચારોમાં ખોવાયેલા હોઈએ ત્યારે ક્ઢીમાં કોથમીરની જગ્યાએ મેથીની ભાજી નાખી દઈએ. પછીથી ભાન આવે.અને એકદમ બોલી ઉઠીએ અરર આ મેં શું કર્યું ?રસોઈ બનાવતા હોઈએ પરંતું આપણુ મન બીજે દોડતું હોય ત્યારે ભુલ થાય, પછી પતિદેવ જો ગુસ્સા વાળા હોય તો દાંટ પડે યા તો થાળી ફેંકે ! ચુપચાપ સાંભળવું પડે કેમકે ભુલ તો થઈ જ છે, પતિના વર્તનથી અને આપણી ભુલને કારણ દુખ તો થાય જ. કોઈ પણ કામ અર્થે બહાર નીકળ્યા હોઈએ વસ્તુ ઘરે ભુલી જઈએ ત્યારે બોલીએ અરર…પેપર્સ તો ઘરે જ રહી ગયા લેવાના ભુલી ગયાં.માટે જ આપણે બોલીએ છીએ ‘મનુષ્ય માત્ર ભુલને પાત્ર’ ભુલ કોનાથી ન થાય ? દરેક વ્યક્તિથી નાની મોટી  ભુલ અવશ્ય થાય.જ્યારે આપણું મગજ ઠેકાણે ન હોય ત્યારે ભુલ કરી બેસીએ.

નાની ભુલ થાય ત્યારે તે થોડા સમયમાં વીસરાઈ જાય પરંતું મોટી ભુલ થાય ત્યારે જીવનભરનુ દુખ આપે.જીવનભર પશ્વાતાપના અગ્નિમાં જલતું રહેવું પડે. આપણે માતાકુંન્તીનો દાખલો લઈએ, માતા કુંન્તીએ ખરા મનથી  દુર્વાસા ૠષિની સેવા કરી, તેમની સેવાથી ૠષિ પ્રસંન થઈને કુંન્તીને મંત્ર આપ્યો જેનાથી તે, જે દેવનો મંત્ર બોલીને તેમનુ આવાહન કરે તે દેવ પગટ થાય. માતા કુંન્તીએ વિચાર્યું ખરેખર મંત્ર કામ કરે છે કે નહી, તેની ચકાસણી કરવા માટે તેમણે એક પ્રયોગ રૂપે મંત્ર બોલીને સૂર્યદેવનુ આવાહન કર્યુ , સૂર્યદેવ પ્રગટ થયા અને તેમણે કુંન્તીને વરદાન રૂપે એક પુત્ર આપ્યો. ત્યારે ચોક્ક્સ તેમના મૉઢામાંથી શબ્દ નીકળ્યો હશે અરર… આ મેં શું કર્યું ! કારણ ત્યારે કુન્તી અવિવાહીત હતા માટે તેમના આ પુત્રને પોતાની પાસે ન રાખી શકે. પુત્રને પેટીમાં મુકીને નદીમાં વહેતો મુકી દીધો..તેમના દિલ પર શું વીતી હશે તેનુ આપણે  વર્ણન પણ ન કરી શકીએ. કુન્તીએ મંત્રની પરિક્ષા કરીને બહુ જ મોટી ભુલ કરી જે ભુલને કારણ આખી જીંદગી તે પશ્વાતાપના અગ્નિમાં જલતાં રહ્યાં ન કોઈને કહી શકે, ન સહી શકે.

કુંન્તીએ જ્યારે જાણ્યુ કર્ણ તેમનો પુત્ર છે અને તે આજે પોતાના જ ભાઈઓની સામે યુધ્ધ લડવા તૈયાર થયો છે ત્યારે તેમને કેટલુ મોટું દુખ થયું હશે.અર્જુનની રક્ષા માટે કર્ણ પાસે તેના કવચ કુંડલ માગ્યા હશે તે વખતે તેમના મનની અંદર વિચારોનુ ધમાસાન યુધ્ધ ચાલ્યું હશે, તેની કલ્પના પણ ન કરી શકાય.પોતાના જ સંતાન એક બીજાની સામે યુધ્ધ લડવા માટે તૈયાર થયા તે વખતે માના દિલ પર શું વીતી હશે ? એક નાની ભુલે મોટું સ્વરૂપ લીધું હતું.

કોઈ વખત સારા માટે નિર્ણય લેવાયો હોય અથવા તો મજ્બુરીમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો હોય પરંતું થોડા સમય બાદ આ નિર્ણયને કારણ બીજા લોકોને તેનો દંડ ભોગવવો પડે.ઘરની અંદર કોઈએ નિર્ણય લીધો હોય ત્યારે પોતે તે વ્યક્તિ અથવા પરિવારને તેનુ પરિણામ ભોગવવું પડે. કોઈ રાજ્ય અથવા દેશમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો હોય ત્યારે તેની સજા મોટી સંખ્યામાં લોકોએ ભોગવવી પડે.ભુતકાળમાં લેવાયેલા એ નિર્ણયનુ પરિણામ વર્ષો પછી વિપરીત આવે ત્યારે તે નિર્ણય એક ભુલ સમાન છે.

જો કૈકેઈએ રાજાદશરથ પાસે ત્રણ વરદાન ન માગ્યા હોત તો રાજાદશરથના નિર્ણયને કારણ રામને ચૌદ વર્ષનો વનવાસ ન થયો હોત, અને રાવણનો વધ ન થયો હોત.રામ-સીતા અને લક્ષ્મણે ચૌદ વર્ષ જંગલમાં રહીને જે દુખ વેઠ્યું તે ઘણુજ ખરાબ થયુ. પરંતું રાવણનો વધ થયો એતો સારું પરિણામ આવ્યું.જે ખરાબ પરિસ્થિતી ઉભી થઈ હતી તે જોઈ ચોક્ક્સ બોલી ઉઠાય અરર… કૈકેઈએ આ શું કર્યું !

ભિષ્મપિતાએ પ્રતિજ્ઞા ન લીધી હોત અને તેમણે જો હસ્તિનાપુરની ગાદી સંભાળી હોત તો ધ્રતરાષ્ટ્ર અને દુર્યોધનને કારણ મહાભારતનુ યુધ્ધ કદાચ ન થયું હોત.

ગાંધીજીએ જવાહરલાલ નહેરૂની જગ્યાએ સરદારવલ્લભભાઈની વડાપ્રધાન તરીકે નિમણુક કરી હોત તો નહેરૂ પરિવારે ભારતદેશની આજે જે હાલત કરી છે તેના કરતાં સારી હાલત હોત, ભારતદેશની હાલત જોઈ બોલવા માટે મજબુર કરે, અરર…નહેરૂ પરિવારે દેશની શું હાલત કરી છે ! આવાં તો અનેક ઉદાહરણો છે  જે ભુતકાળમાં લેવાયેલા અમુક નિર્ણયોને કારણ વર્ષો પછીથી લાગે એ એક ભુલ હતી. ધાર્યા કરતાં વિરૂધ્ધ  પરિશ્તિતી ઉભી થાય ત્યારે બોલવા માટે મજબુર કરે  ‘અરર આ શું થઈ ગયું ‘ !!!

હેમાબહેન પટેલ

 

અરરર…(4)-વિજય શાહ

Posted on August 18, 2014 by Pragnaji

અરરર…      

વહેલી સવારે સામાન્ય રીતે હ્યુસ્ટન નો એ વિસ્તાર સુમસામ હોય છે અને દીર્ઘ તે રાત્રે તેના મિત્રને મળીને પાછો આવતો હતો.પાછળથી મોટા ટ્રકે તેને ટક્કર મારી ત્યારે હજી કંઇ સમજે તે પહેલા તે એરબેગ ખુલી જવાને કારણે ગુંગળાયો ડ્રાઇવર સાઇડનું બારણું ખોલવા મથ્યો.. ના ખુલ્યુ  તેથી ઝાટ્કો મારીને તે પેસેંજર સાઇડ ઉપર નીકળ્યો અને હજી બે પગ બહાર કાઢ્યા હશે અને પાછ્ળ બીજી ટ્રક હોર્ન મારતી મારતી આવી અને દીર્ઘનાં સમગ્ર શરીર ને હવામાં ઉડાડી ધસમસતી નીકળી ગઈ…દીર્ઘનું ખંડીત શરીર આઈ ટેન ઉપર લોહી નીંગળતી હાલતમાં પડ્યુ હતું..સમગ્ર ઘટના જોનારા ડ્રાઇવરે ૯૧૧ ઉપર ફોન કરી જણાવ્યું “હીટ અને રન “ ના તબક્કામાં એક માણસનું શરીર તરફડી રહ્યું છે.

ફોન ડીસ્કનેક્ટ થયો અને સાયરનો વગાડતી બે પોલીસ કાર સડસડાટ ઘટના સ્થળે પહોંચી ગઈ..ટ્રાફીક જામ થવાની શક્યતા જોતા પોલીસે જ્યાંગાડી દબાઈને પાદી હતી તે લેન બંધ કરી અને મૃતદેહને એમ્બ્યુલન્સમાં મુકાવ્યો. હીટ અને રન નાં કેસમાં સામાન્ય રીતે ટ્રાફીક તરતજ ખુલી ગયો અને એમ્બ્યુલન્સ નોર્થ મેમોરીયલ હોસ્પીટલ તરફ જઈ રહી હતી ત્યારે સાર્જંટ ડેવીસ ડીમેલો એ ટોટલ થયેલી કાર નો હવાલો ટોટ્રક વાળાને આપતા કાર મોકલવાનું સરનામું આપ્યું. મરનાર નું નામ હતું દીર્ઘ પરીખ અને પોલીસ રેકોર્ડમાં તે કાર ને ફ્રાય રોડ ઉપર આવેલી બ્લુમુન સ્ટ્રીટ ઉપર પહોંચાડાવાનો આદેશ આપી.તે ઘરે ફોન લગાડ્યો ત્યરે ઘડીયાળ સવારનાં સાડાત્રણ દર્શાવતી હતી

ઝબકીને જાગી ગયેલા ઉંઘ ભરેલા અવાજમાં પપ્પાએ ફોન ઉઠાવ્યો ત્યારે સાર્જંટ ડેવીસે પુછ્યુ.”.Is Dirgha Parikh your son?”

“ Yes..Is every thing alright?”

“ I afraid he has met with an accident and has been transferred to North Memorial Hospital on fry road.” Please come and see me. My name is Devis De’melo.”

પાછળ મમ્મી નો રડવાનો અવાજ આવતો હતો.”..દીર્ઘને શું થઈ ગયું?”

દ્રષ્ટી ને ઉઠાડ્યા વિના બંને પતિ પત્ની નોર્થ મેમોરીયલ હોસ્પીટલ પહોંચ્યાં ત્યારે સવારનાં ચાર વાગી ગયા હતા. દીર્ઘ ઇમર્જન્સી વૉર્ડમાંથી બહાર ખસેડાતો હતો..તેના શરીર ઉપર ઠેર ઠેર પાટા હતા..તેનો શ્વાસ ચાલુ હતો..પણ તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી તેથી ઓક્ષીજન નો બાટલો સાથે હતો.

સાર્જંટ ડેવીસે ઈન્સ્યોરંસ કંપની ને પણ જાણ કરી હતી..કેટલાક કાગળીઓ પર સહીં કરતા કરતા પુછ્યું પણ થયું છે શું? ત્યારે શક્ય તેટલી સ્વસ્થતા લાવતા ડેવીસ બોલ્યો.. કોઇક ડ્રંક ડ્રાઇવર તેને પાછળથી ટક્કર મારીને ભાગી ગયો છે. વધારે માહિતી તો તમારો સન ભાનમાં  આવે ત્યારે મળે.

શ્વાસોચ્છશ્વાસ ચાલુ હતા.. તેના વાઈટલને ટેકો કરતું મશીન ધીમી ગતિએ તે નોંધતું હતુ.

ઘરે ફોન કરી દ્રષ્ટી ને ઉઠાડી તેને અકસ્મ્માત ની જાણ કરી અને દીર્ઘ ગંભીર છે એવું જાણતાં જ એણે પોક મુકી..”આ શું થયું?” હિંમત ભેગી કરીને પપ્પાને ફોન ઉપર જ પુછ્યુ.. “પપ્પા શું કરું? ત્યાં આવું? નાના જય અને બીજલ ને ઘરે મુકીને?

પપ્પા કહે “ ના  આવવાની જરુર હશે તો ફોન કરીને બોલાવીશું પણ મમ્મી ખુબ જ રડે છે.. અમદાવાદ ફોન કરીને તારા પપ્પા મમ્મીને અકસ્માત વિશે જણાવી દે.

“ પણ પપ્પા દીર્ઘને બહું વાગ્યુ છે?”

“ હા બેટા! આખુ શરીર જે રીતે ભીંસાયુ છે તે જોતા હવે ઉપરવાળા ઉપર જ આશ છે..’

“હેં?”

‘હા બેટા…”

“.પપ્પા હવે અમારું શું થશે?”

“બેટા અમારું નહીં આપણું શું થશે તેમ બોલ.. જય તો હજી નવ મહીના નો છે અને બીજલ ૩ વર્ષની..અને પાછા દેશથી ૧૦હજાર માઇલ દુર બેઠા છીએ…”

પપ્પાને રડતી દ્રષ્ટીનાં હીબકા સંભળાતા હતા ત્યાં  વાઇટલ નોંધતું મશીન બંધ થઈ ગયું અને પપ્પાનો નિઃસાસો પડ્યો.. ”અરરર મારો દીર્ઘ હ્રસ્વ થઇ ગયો”

“ પપ્પા પપ્પા.. શું થયું? દ્રષ્ટી પુછતી રહી અને ફોન કપાઇ ગયો..

વિજય શાહ- હ્યુસ્ટન-

 

અ ર ર ર ર (5) પ્રવિણા અવિનાશ કડકિયા

અ ર ર ર ર 

 

જ્યારે કશુંક અણધાર્યું  યા અજુગતું બની જાય ત્યારે માનવ સહજ સ્વભાવ ને કારણેૂ કહો કે પ્રત્યાઘાત રૂપેઆ શબ્દો મુખેથી સરી પડે! ‘અ ર ર ર  ર ર ,આ શું થઈ ગયું?’ ભલેને તેમાં કદાચ લંકા લુંટાઈ જાય કે કોડીભર પણ નુકશાન ન થયું હોય. કોઈ વખત એ શબ્દો  એવા વિપરિત સંજોગોમાં  ફસાવે કે તેમાંથી બહારનિકળવું દોહ્યલું થઈ જાય. 

ગયા અઠવાડિયાની વાત છે. લંડનમાં પાર્કમાં લટાર મારતી હતી. કોઈ બે જવાબદાર વ્યક્તિએ કેળાનીછાલ નાખી હતી. દોડતી એક બ્રિટિશર તેના  પર પગ પડવાથી લપસી.મારા મુખમાંથી ‘અ ર ર ર ર,નિકળી ગયું. તે સમયે ક્ષણભર તેને હાથ આપી ઉઠાડવાનું વિસરી જેને કારણે તે મારી સામે જોઈરહી.‘આઇ એમ સૉરી‘ કહી હાથ આપી ઉભીકરી.  સ્માઈલ આપી થેન્ક યુ કહી તે પાછી દોડવા લાગી. 

રામાયણ, મહાભારત કે બીજા અનેક  ગ્રંથ  યાપુરાણો વાંચતા આ શબ્દ મુખેથી અનેક વાર સરી પડે છે. 

યાદ હશે,  એ અકસ્માત જ્યારે કલ્પના ચાવલાના સ્પેસ શટલનો  આંખે દેખ્યો હેવાલ જોતાં અગણિતલોકોના મુખેથી ‘અ ર ર ર ર ર નિકળી ગયું હતું !  

દરરોજ  સમા્ચાર પત્રોમાં આવતા નિર્દય બળાત્કારના કિસ્સા વાંચતા શું થાય છે. ‘ અ ર ર ર ર નીઅરેરાટી નિકળી પડે છે ! 

માત્ર અ ર ર ર ર , કહીને બેસી રહેવું એ વ્યક્તિની નિરપેક્ષતા યા ઉદાસિનતા દર્શાવે છે ! જોતેનાથી કશોઅર્થ સરતો  જણાય, તે  પ્રત્યાઘાત યોગ્ય છે !. અ ર ર ર ર કહીને તેના ઉકેલ માટે પ્રેરાવું એ તેનુંહકારાત્મક વલણ છે. જ્યાં તેની જરૂરિયાત નથી ત્યાં હમદર્દી  યથા સ્થાને છે. અ ર ર ર બોલવું પણપડ્યાને  ઉભો ન કરવો યા અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિને સહાયતા ન કરવી એ અમાનવીય વલણછે.

 દશરથ રાજાએ અવાજની દિશામાં તીર ચલાવી જ્યારે શ્રવણના પ્રાણ હર્યા, ત્યારે માત્ર શબ્દો અ ર ર ર રબોલીને બેઠા નહોતા રહ્યા. શ્રવણના માતા અને પિતાની માફી માગી પોતાની ભૂલનો ખુલ્લા દિલે એકરારકરતા ન અચકાયા. તેમનો ખોફ વહોર્યો. માફી માગતાં જરા પણ હિચકિચાટ ન અનુભવ્યો. પોતાનાકાર્યનો ખૂબ પસ્તાવો થયો. તેમની નારાજગી ખુલ્લા દિલે વહોરી લીધી. અત્યંત દુઃખી માતા અને પિતાએશ્રાપ આપ્યો ત્યારે પોતાની ભૂલ બદલ ખૂબ દિલગીરી અનુભવી. મોટા રાજા હોવાથી તેમની તરફ કોઈઅમાનુષી વર્તન ન કરતાં નત મસ્તકે કરેલા કાર્યનો ક્ષોભ અનુભવ્યો.

 ઉદગાર પાછળ ભાવના છુપાયેલી છે.  જે સમય કસમયે સરી તો પડે પણ તેના પરિણામ માટે તૈયારરહેવું આવશ્યક છે. તેના માટે કોઈ પૂર્વ ભૂમિકા તૈયાર હોતી નથી. સમય અને સ્થળને આધિન માનવતરત જ બોલી જાય છે.અ ર ર ર ર  પડી તો ગઈ કોઈ બચાવે તો સારું , કોઈ સંભાળે તો સારું. અ ર ર ર ર પથ્થર તો ફેંક્યો પક્ષી ઉડે તો સારું, ઘાયલ ન થાય તો સારું ! અ ર ર ર   દાઝી તો ગઈ ,ફોડલો ન થાય તોસારું, ડાઘ ન રહી જાય તો સારું. અ ર ર ર ર  ગાડી ઠોકાઈ મારો વાંક ન નિકળે તો સારું, પૈસા ભરવા ન પડેતો સારું. આમ અ ર ર ર રના ઉદગાર આકસ્મિક   રીતે દરેક મનુષ્યના મુખેથી  ક્યારેક તો નિકળતા જણાશે !

પ્રવિણા અવિનાશ કડકિયા

shabdonusarjan.wordpress.com | 8 Comments

અરરર …. કરુણાન્તિકા -(6)તરુલતા મહેતા

                       ‘ અરરર  ……’

    આજે કોલેજમાં એક વાત ગંભીર અને દિલગીરીથી કોઈકના મુખે એકદમ ધીમા સૂરે કહેવાઈ ,સાંભળનાર સૌ કોઈ માત્ર ‘અરરર  …’બોલી નિશબ્દ થઈ જાય છે.પ્રોફેસરો અને

    વિદ્ય્રાર્થીઓમાં  સોંપો પડી ગયો.સૌના મનમાં અનેક પ્રશ્નનો વંટોળ ઉઠ્યો છે.પણ વાચાને જડબેસલાક તાળું વાગી ગયું,કોઈની મજાલ છે કે એક હરફ ઉચ્ચારે !

     કોલેજમાં  સાડા દસે પહેલા પીરિયડનો બેલ વાગ્યો,મીટીગ હોલમાં એકત્ર થવાની સૂચના મળી.મસ્તી ,તોફાન અવાજ કરતા જુવાન છોકરા -છોકરીઓ આજે નતમસ્તક

     શાંત એક પછી એક હોલમાં આવી ગયાં,

     ‘શોકાંજલિ ‘નો ઠરાવ પ્રિન્સીપાલ દ્વારા વાંચવામાં આવ્યો ,જેમણે સાંભળ્યું તે બધાએ  ‘ અરરર  …’બોલી નિસાસા નાખ્યા  .  સૌ મુઢમારથી પીડાતા હતા ,કોણ કોને આશ્વાસન આપે.

     આમ તો હવે આજે બ ધા કલાસીસ બંધ હતા.પણ કોઈના ચહેરા પર ન તો હળવાશ હતી કે ન કોઈ કોલેજ છોડવાની વાત કરતું હતું.બસ રૂમ નમ્બર સાતના દરવાજે તાકીને ઉભા

    હતાં , સાત નંબરનો લાંબો  વિશાળ રૂમ ખાલીખમ હતો.બ્લેક બોર્ડ કોરું ,ટેબલ ખાલી ,ખુરશી સૂની ,બેંચો ખાલી  …એક ભેકાર ખંડીયેર હોય તેવું બિહામણું લાગતું હતું.એટલામાં

    એકદમ હલચલ મચી ગઈ હોય તેવું થયુ, વિદ્ય્રાથીના ટોળામાંથી ‘ખસો ,ખસો ,’કરતા પ્રોફેસર શર્મા તીર વેગે આવ્યા,ઘડી પહેલા ખાલી દેખાતો રૂમ ભ્રમણા હતી,કે શું?પોતાનાં પુસ્તકો

    લઈ સ્ટુડ ન્ટ બેંચો પર બેઠેલા હતાં ,પ્રોફેસર શર્મા અન્ગ્રેજી સાહિત્યનું  ‘ઓથેલો ‘નાટકનો રસાસ્વાદ કરાવી રહ્યા હતા.કેટલાક તો બીજા વિષયના વિદ્યાથી આવીને બેઠા હતા.

    યુવાન, ઉચા અને ચપળ પ્રોફેસર એવું  સરસ લેકચર આપતા કે મંત્રમુગ્ધ થઈ સૌ સાંભળ્યા કરતા.બઘાની રસસમાધિમાં ભંગ પડ્યો,’ મે આઈ કમીન ?’ કરતી રૂપા ઊભી રહી.

    કોઈને આમ મોડી આવનાર છોકરી ગમી નહિ ,પણ એવી મુગ્ધ અને ભોળી લાગતી હતી કે પ્રોફેસર હસી પડ્યા ,બોલ્યા ‘ઓથેલો  નાખુશ છે.,આવવું હોય તો આવો.’

   રૂપા શરમાઇ ગઈ ,પોતે હસવાને પાત્ર બની ,બોલી ‘સોરી સર ‘ તે દિવસ પછી રૂપા કલાસમાં વહેલી આવી આગળની બેંચ ઉપર બેસી જતી.પ્રોફેસરનું લેકચર પૂરું થાય પછી

   પ્રશ્નો પૂછતી,ક્યારેક કોઈક બૂક માગતી,ક્લાસમાં સૌને લાગતું રૂપા પ્રોફેસરની માનીતી વિદ્યાથી છે.જે દિવસે આગળની બેન્ચ ખાલી હોય તે દિવસે પ્રોફેસર રૂપાની રાહ જોતા હોય

    તેમ બારણાની બહાર જોયા કરતા,છોકરાઓ મઝાક કરતા,પણ રૂપા અને પ્રોફેસર શર્મા પોતની દુનિયામાં ખોવાયેલા રહેતા,કોલેજના ચાર વર્ષ દરમ્યાન વિદ્યાથીઓએ શેક્સપીયરનું

     ‘ ઓથેલો ‘ નાટક ભજવેલું ,પ્રોફેસર શર્માએ ખૂબ રસ અને મહેનતથી છોકરા -છોકરીઓને નાટક માટે તેયાર કરેલા,નાટકમાં નાયિકાના  પાત્રમાં  રૂપા હતી  ઓથેલો

    .વહેમી ,કાચાકાનનો અને ઈર્ષાળુ હતો તે તેની પત્નીનું  ગળું દબાવી દે છે,રૂપાએ એવો સરસ અભિનય કરેલો કે એ દશ્યથી પ્રેક્ષકો ‘અરરર ‘ કહી કરુણતામાં ભીજાયા હતા.

    આજે સૌને બધું યાદ આવતું હતું.

    રૂપા અને પ્રોફેસર શર્માના પ્રેમની ચર્ચા,ટીકા કોલેજની બહાર કુટુંબ અને સમાજમાં થવા લાગી,તેમાં બળતામાં ઘી હોમાયું,વાત બહાર આવી કે પ્રોફેસર પરણેલા છે,અને એમને  બે

    વર્ષનો દીકરો છે.એમ સાંભળવામાં આવેલું કે પ્રોફેસર કોલેજ છોડી દેવાના છે,તેઓ અને રૂપા દૂર જતા રહેવાના છે.સારા પ્રોફેસર ગુમાવી દેવાનું કોઈને ગમતું નહોતું ,કોલેજમાં સૌ

     રૂપાને દોષિત ગણતા પણ બહારના લોકો અને રૂપાનું કુટુંબ દોષનો ટોપલો પ્રોફેસરને માથે નાખતા હતા.ગઈ કાલ રાતની ટ્રેનમાં જવા માટે કોઈએ તેઓ બન્નેને પ્લેટફોર્મ પર

     જોયા હતા.રૂપાને બળજબરીથી એના સગાં પ્લેટફોમ પરથી ખેચી લાવ્યા ,સવારે પ્રોફેસર શર્માની લાશ રેલના પાટા પાસેથી મળી.શહેરમાં ,કોલેજમાં જેણે સાંભળ્યું તેઓ

     ‘અરરર  ….’ કહી નિસ્તબ્ધ થઈ ગયા. આજે સૌને  મનોમન થાય છે ઓથેલોએ એની પત્નીનો જીવન દીવડો ઓલવ્યો હતો,પણ પ્રોફેસરનો જીવનદીપ કેમ કરી બૂઝાયો ?

 

અરરર !..પોદળો-(7)મનહરભાઈ શાહ

આ કાવ્ય (ફૂલવતી મનહર શાહના) પતિ મનહરભાઈ શાહ એ  લખેલું છે.આજના સમયને અનુસરી મેં થોડા ફેરફાર અને ઉમેરો કર્યો છે. આશા છે કે તમને ગમશે. ગુજરાત નાં ગામો માં જ્યાં ગલીઓમાં ગાયો ફરતી હોય અને અંધારામાં તમારો પગ ચંપાય , તો અનાયાસે અરરર………!  ઉદ્ગાર  મુખમાંથી સરી પડે! આવી એક પરિસ્થિતિ માંથી આ કવિતા લખાઈ ગઈ છે.  

પોદળો  અરરર ! આ શું પોચું પોચું મુજ પાદ  તળે?  શું દેડકાનો  દેહ છે કે સર્પ ગુચળું છે પડ્યું ? અરે , કોઈ બત્તી તો ધરો ! હું જોઉં તો ખરો ?  કે  શું   છે  આ ?   જેમાં  મુજ  પાદ પડ્યો ?  અરરર..! આ તો છે છાણ તણો પોદળો !  પથમાં અટૂલો એ પડ્યો  ઘેરાલીલા રંગનો,  વળી મહીં કંઈક છે, મિશ્રિત બંટ અને કોદરો  એ છાણતણો પોદળો, જેમાં મુજ પાદપડ્યો.  અરે ઓ ગંદા?  તું  વિધાયક  સ્વચ્છતાનો! ખેતરે ખાતર થઇ, લીંપાઈ ભૂમિ દીપાવતો  સુકાઈ ને છાણું તું બનતો, તારા અનેક રૂપો  ગરીબનું બળતણ બન્યો સળગાવીને ચૂલો.  પ્રાચીનયુગે ઋષિમુનીઓનાં યજ્ઞોને ઉજાળતો   ગોબર ગેસરૂપે  યંત્ર ચલાવે તું અર્વાચિયુગનો  લગ્નની  વેદીએ  તું જ  છે ‘ જીવન ‘ બે જોડતો , સ્મશાને ય તું  છે  ‘મરણ’ ને ‘જીવન’ થી છોડતો  .

                            ફૂલવતી મનહર શાહ                             મનહર  કે. શાહ

← અરરર !..પોદળો-(7)મનહરભાઈ શાહ

પર્યુષણ મહાપર્વ- પ્રજ્ઞા દાદભાવાળા ​ →

અરર આ મારા માસીનું શું થાશે ?(8)-પ્રજ્ઞા દાદભાવાળા

Posted on August 21, 2014 by Pragnaji

     અરર આ મારા માસીનું શું થાશે ?

 

મિત્રો ઘણી વાર આપની આજુબાજુ એવી વ્યક્તિઓ રહેતી હોય છે જેને આપણે ભૂલી શકતા જ નથી। …….હા આવા છે મારા બાજુવાળા માસી। .. મિત્રો મારે તો આજે  તમને મારા બાજુવાળા માસીની વાતો અને અરર શબ્દના પ્રયોગની વાત કરવી છે  આમ તો મારા માસી ખાસ ભણેલા નથી પરંતુ અરર શબ્દ નો વારંવાર પ્રયોગ  કરે છે એમના દરેક હાવભાવ ,લાગણી ,સંકેતો  ચેષ્ટા ,ભાષા જે કહે તે અરર જ છે  અને તેમના દરેક વાક્ય એમના અરર શબ્દ્થીજ શરુ થાય..એટલું જ નહિ ઊંઘમાં પણ અરર બોલે છે અને જબકીને જાગે ત્યારે અરર જ ઉદગાર નીકળે છે…   એટલે અરર માસી તરીકે જ ઓળખાય છે.. …સવારથી સાંજ સુધી વિવિધ ઉપયોગ કરી અરર શબ્દને એમણે ખુબ કસીને વાપર્યો છે અને હજી વાપરે છે.સવાર ન પડે ત્યાં દુધવાળા ને કહે છે અરર રોયા  આટલો મોડો કેમ આવે છે ?આ તારા કાકા ચાની રાહ જોઈ ને બેઠા છે !અને જેવું તપેલું આપે કે તરત તાડુંકે અરર અલ્યા પાણી કેટલું નાખે છે ? અને જેવા પૈસા આપે કે બડબડ કરે અરર આ મોઘવારી  એ તો માજા મૂકી છે આ નરેન્દ્રભાઈ કૈક કર તો સારું ! અને બસ સવારના અરર ના ઘંટ નાદ આખી સોસાયટીમાં  સંભળાય છે..  એમના આ અરર ના ઘંટ નાદ થી આખી સોસાયટી ત્રાસી છે,… એના છોકરાવ ઉઠે નહિ એટલે મંડે બુમો પાડવા।. અરર હજી તમે સુતા છો? ભણશે કોણ ? અને કાકા ને બુમો મારતા કહે છાપુ જ વાંચશો તો અરર  કામે કોણ જશે ?  ચા નાસ્તો કરતા કે રસોઈ બનાવતા એ બધાને અરર થી નવાજે છે ,અરર આ શાકવાળા તો જુઓ લુંટવા જ બેઠા છે ,અને અરર આ ચોખામાં કાંકરા  કેટલા છે ? એમના બધાજ ઉદગારનો એક જ શબ્દ છે અરર …..એટલે થી ન અટકતા માસી ખુશી પણ અરર થી વ્યક્ત કરે છે.ઘણી વાર અરીસામાં જોઈ ને પોતાના વખાણ કરતા કહે .અરર લે તમે તો આજે એવા લાગો … એવા લાગો .કહી હરખાય   હવે ગઈ કાલની જ વાત કરું  મને કહે અરર હુંય કેવી છું  તને મારી નવી સાડી દેખાડું , અને કાકા સાથે જગડે ત્યારે પોતાનો ગુસ્સો પણ માસી અરરથી જ  વ્યક્ત કરે થી જ કરે…. મને કહે અરર મારા નસીબ ફૂટયા કે હું હજી આંમની  સાથે છું..માસીની સવારથી સાંજ સુધી પંચાત ચાલે છે એમની,બાજુવાળાની છોકરી ટુંકા કપડા પહેરે એટલે કહે અરર આ લાજ શરમતો નેવે મૂકી છે, અને કમ્પાઉન્ડમાં બોલ પડતા-વેંત જ જપ્ત કરી દે એ,એમનાં કરતૂતોથી અમારી આખી ક્રિકેટ-ટીમ ત્રાસી છે.પણ ચોર કોટવાલને દાટે ની જેમ માસી કહેશે અરર આ ક્રિકેટે તો બસ દાટ વળ્યો છે મારી બારીના એકય કાંચ રહેવા નથી દીધા…. કહી બધા પાસેથી હવાલદારની જેમ પૈસા ઉઘરાવે।..કોઈ પણ વેપારી પાસે ભાવતાલ કરવવામાં માસી હોશિયાર છે અને હિન્દી બોલવાના ભારે શોખીન પણ। .ખૂબીની વાત એ છે કે અરર શબ્દને એ હિદી વાક્ય રચનામાં વાપરી શકે છે… અરર “મોંઘા હૈ, થોડા વાજબી બોલો” “પોન્ચમેં દો, વરના હેંડો”; અને પછી થોડા કુણા પડી ને કહે.. અરર પણ  થોડા ઘણાં તો વાજબી દો ..બાજુમાં ઉભા કાકા  અને બાળકો હશે એટલે માસી કહેશે  અરર। .કયા કરું  મુઝે ઝ્યાદા હિન્દી બોલને કી ટેવ નહિં હૈ ના, ઇસીલિયે યહ બચ્ચે લોગ દાંત કાઢતે હૈ!!”  અરર યે આડી અવળી બાત જાને દો  હો… પહેલા ભાવ કિતના ઓછા કર્યા એ કહો। ..એ તમારા કાકા બસ મેરે પર મજાક કરનેકા બહાના ચાહીએ ,અરર કહું છું  ક્યારે શુધરશો ? હા માસીને  એમના પતિ સાથે સાત ફેર લીધા પછી પણ સાત જન્મનું જાણે વેર જ છે એમને કાકાની ચા ,કાકાનું છાપું એટલુજ નહિ મૌન સાથે પણ વાંધો  છે…કાકા ઘરમાં ઝગડાને ટાળવા ટી વી.જોવે  ન  બોલે તો કહે છે અરર હવે મૂંગા  રહેશો કે વાત પણ કરશો। . અરર…તમને શરમ નથી આવતી!! આ ઉમરે છોકરીઓના લટુડા પટુડા જોયા કરો છો …. સત્યાનાશ જાય એ સિનેમાવાળાઓનું.”  અરર મારે તો કોની સાથે વાતો કરવી ,અને ઉભરો ઠાલવતા કહે છે.. અરર હું કોની સાથે બોલું એમને તો વાતો કરવાની ટેવ જ નથી  અને કાકા જો બોલ્યા તો માર્યા જ સમજો।.. પટ કરતા માસી કહે હવે મુંગા રહો તો સારું। ……માસીની ઉમર હવે મોટી થતી જાય છે દાદરા માંડ માંડ ચડે પણ ચડતા બોલતા જાય અરર  આ ઢીચણ નો ધુખાવો તો બસ ખુબ ત્રાસ આપે છે..એમાં એક દિવસ એવું થયું કે કાકાને શું સુજ્યું કે એક કુતરો પાળ્યો । કુતરો આવતા વેત માસીની ની જાણીતી ટેવની જેમ કુતરાનું સ્વાગત… અરર આને કોણ લાવ્યું ?….કહી માસી એ કર્યું ,કાકા કહે શાંતિ રાખ  પણ માસી તો આ અરરથી  બુમરાળ માંડી કાકા બિચારા માસીને સમજાવે કે આ  તો બિચારૂ મૂંગું જાનવર છે પડ્યું રહેશે તને શું આડું આવે છે. ..પણ માસી એકના બે થાય નહિ  માસી કહે…. અરર આ અને અહી….. કોઈ હિસાબે નહિ  …બસ પછી તો ઝગડો શરુ। .માસી એ  જયારે જાણ્યું કે  આ કુતરો રૂ. ૩૦૦૦ નો આવ્યો છે ત્યારે તેણે કાકાને , આ કુતરાને અને આ ઘરને, ત્રણેયને માથે લીધા. એ એમ કે’વા લાગ્યા કે અરર ‘હું ત્રણ વર્ષથી 200 રૂપિયાની સાડી માટે ટળવળું છુ ને તમે આ ૩૦૦૦નુ બામજનાવર લઇ આવ્યા’ એમ કહેતા માસી ચાલુ થઇ ગયા .માસી બુમાબુમ કરે અરર આને કોઈ કાઢો મને ક્યાંક કરડી ખાશે।..  અરર મને હડકવા થશે તો.?.. મારે આ સાત ઇન્જકશન  લેવા પડશે એતો વધારાના ,હું કહું છું  આને ક્યાંક મૂકી આવો। .એક્વારતો કાકાને માસી એ ધમકી પણ આપી કે આ અહિ  રહેશે તો હું નહિ। …પણ કાકા એકના બે થાય નહિ અને કાકી મુંગા રહે નહિ …કાકાને તો મિત્ર મળી ગયો , કાકા એ ધોતિયું છોડી જીન્સ પહેરવા માંડ્યા ,તમે સમજી જ ગયા હશો કેમ ? (આ ટોમી મોઢામાં ધોતિયું ખેચે તો શું થાય )પણ માસી કહે અરર… તમને આ ઘરડે ઘડપણ શું સુજે છે જરાય શોભતા નથી. હવે કાકાને વાતો કરવા મિત્ર મળ્યો ..એક દિવસ કાકા કુતરાને કહે  આને શું હડકવા થવાનો અખો દિવસ ભસ  તો કરે છે હડકવા હોય અને થોડા થતા હશે , ટોમી દોસ્ત તું જલસા કરને એની સામે ન જોતો ,આ જો 42 વર્ષથી સાથે રહું છુ ને એમ તું પણ ટેવાઈ જઈશ માત્ર એને  વતાવતો નહિ…માસી આ કુતરાને સ્વીકારવા તૈયાર થાય નહિ અને મુંગા  રહે તો  એ “અરર” માસી કહેવાય  નહિ.. .. અને કાકા કુતરાને ભેગોને ભેગો રાખે…. હવે રોજ સવારે છાપુ ઉઠાવીને ,કૂતરો કાકાને આપે કાકાને તો ફાવતું જડ્યું ,કુતરો હવે તો  આ ફૂલફટાક તે ડૉગી બની ગયો છે કુતરા નુ માન સન્માન દિવસે દિવસે વધતુ જતુ  હતું  ..માસીની વેણી ને બદલે કુતરા માટે ખાસ બ્રાન્ડની બિસ્કીટ આવવા માંડી  માસીને હવે પોતાનું સિહાંસન ડોલતું દેખાવા માંડ્યું છે …ધીરે ધીરે કુતરાએ પોતાનું સ્થાન જમાવી  લીધું કે વાત ન પૂછો। .તમને ખબર છે હવે..તો ટોમી  કાકા સાથે પલંગમાં પણ સુવા માંડ્યો છે..એટલુજ નહિ શીયાળાની રાત્રીએ ઠંડીથી બચવા  કાકા કુતરા સાથે જ  ગોદડા ઓઢીને સુતા હતા અને મીઠી નીંદ્રાની મોજ માણતા હતા…બગીચામાં પણ કાકા કુતરો સાથે ચાલે અને માસી બીચાળા પાછળ બડબડ કરતા પાછળ ઘસડાય  ..અને બોલતા જાય અરર મારી તો શું હાલત કરી છે આ કુતરાએ।..ભૂલી ગયા  પરણ્યા પહેલાં તમે મારી પાછળ પાછળ ફરતા હતા… ટોમી રોયા જોજે તારોય વારો આવશે।…પણ કહે છે ને કે વીનાશકાળે વિપરિત બુધ્ધી. માસીની મતી ફરી ગઈ હતી.અને એક દિવસ લાગ જોઈ કાકા બહારગામ ગયા એટલે માસી કુતરાને લઇ દુર જંગલમાં મૂકી  આવ્યા અને હરખાતા હરખાતા  નિરાંતે હીંચકે બેસી સપના જોવા લાગ્યા ,કાકા સાજે એ આવશે અને અમે નિરાતે હિચકે બેસ્સું ,અમારી વચ્ચે પેલો ટોમીડો નહિ હોય….  એ વેણી લાવશે અને હું અને મારાએ ગીતો  ગાશું।…

ડાળી પર કોયલ અને કોયલના ટહુકા। …

અને ટહુકે ટહુકે જાણે પ્રીતમની પધરામણી। .

અને અરર ભાઈ હું કેવી રે શરમાણી। …

ત્યાં તો ડોર બેલ વાગે છે ,માસી હોશે ગયા દરવાજો ખોલવા  અને દરવાજો ખોલતા સામે કાકા સાથે ટોમી ઉભો ભાળ્યો અને માસી બરાડ્યા અરર રોયા તું કેમ પાછો આવ્યો? , કોઈ કહે એ પહેલા તો કુતરો એ છાતી ફુલાવી પોઝીસન લીધી બે પગ પાછા વાળી કરી ઉભો રહ્યો જીભ સળવળી જડબા ખોલ્યા, માસીના મનમાં દ્રાસકો પેઠો માસીને પસીના વળવા માંડ્યા થરથરી ગયા છાતી હાંફવા માંડી અને તરડાતે અવાજે બોલ્યા અરર માંડી કોઈ બચાવો।..કાકા કહી કહે કે કરે  તે પહેલા  નારાજ  ટોમીએ . ભો….ભો…. ભો….ભો…. ભો….ભો…. ભો….ભો…. તેણે  ત્રણે લોક અને દશ દિશાઓ તેના સુરીલા અવાજ થી ગજવી દીધા અને કાકા કહી કહે તે . પહેલા ટોમીએ માસીને કરડી ખાધા। ..  માસીએ બુમાબુમ કરી મૂકી। અરર ..અરર.. થી ઘર ગાજી ઉઠ્યું ..હું કહું છુ કોઈ ડો. ને બોલાવો અને અરર આ કુતરાને બાંધો તો ખરા !  કાકા એ ડૉ ને ફોન કર્યો અને કુતરાને ખેચી રૂમમાં પૂરતા બોલ્યા  તને કહું હતું ને શાંતિ રાખજે।….અને કોઈદી ન બોલનારા કાકા ના મોઢામાંથી શબ્દ સરી  પડ્યો અરરર.. ટોમી દીકરા તે આ શું કર્યું। ..અરર  તે આ શું કર્યું ? તને કહું હતું  ને એના થી દુર રહેજે। .કરડતો  નહિ લે હવે ખા સાત ઇન્જકશન નહિ તો તનેય એની જેમ હડકવા થશે ….ત્યાં તો માસી બરાડ્યા .અરર .મારું તો કૈક કરો। .અરર  હવે મારું શું થશે……

pragnaji -પ્રજ્ઞા દાદભાવાળા

પ્રતિસાદ આપો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.