વાર્તારે વાર્તા

“વાર્તા રે વાર્તા”

 Divya soni

 

સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

  

આ મહિનાનો બેઠક નો વિષય છે “વાર્તા રે વાર્તા”

Posted on November 7, 2015 by vijayshah

મિત્રો આ મહિનાનો બેઠક નો વિષય છે “વાર્તા રે વાર્તા” ટુંકી વાર્તા લાખો -નીચે શરુ કરેલી વાર્તાનું અનુસંધાન લઇ તમને ગમતો અંત લાવી વાર્તા પૂરી કરો. અને સરસ શિર્ષક આપો

ઉદય હવે અમેરિકાનો સીટીઝન થઇ ગયા પછી નિશ્ચિંત થઇ ગયો,એમતો ખુબ સારું ભણેલો અને ઉદય એક સ્ટાર્ટ અપ કંપનીમાં સારા હોદા ઉપર કામ કરતો હતો,પગાર પણ સારો હતો .પણ નોકરી કરતા પોતાની પણ એક ​સ્ટાર્ટ અપ ​કંપની  હોય તેવું સ્વપ્ન રોજ સેવ્યું હતું,જે  પૂરું કરવાનો સમય આવી ગયો, ​પોતાની પત્ની અનિતા ને આ વાત કરી, અનિત એ  તેને પ્રોત્સાહન આપતા કહ્યું

હા ઉદય તું કૈક નવું કર આમ પણ મને કામ પર પ્રોમોશન મળ્યું છે.માટે ઘરની જીમેદારી આપણા થી જીલાશે. અને ઉદયે પોતાની નોકરી છોડીને સ્ટાર્ટ અપ માં ઝંપલાવ્યું.  હવે ઘર ચલાવવાનો બધોજ ભાર અનીતા ઉપર આવ્યો.  ઉદય તો એકદમ વ્યસ્ત રહેવા લાગ્યો. એક તરફ પ્રોજેક્ટ  તૈયાર કરવાનો, બીજી તરફ ટીમ સાથે કામ લેવાનું, અને સાથે સાથે VC ને ફંડિંગ માટે મળવાનું.અનીતાને તેની નોકરી સંભાળવાની અને સાથે સાથે છોકરાને ભણાવવાના, અને તેમની અને પ્રવૃતિમાં મુકવા જવાના, લેવા જવાના વગેરે કાર્યોમાં તે પણ વ્યસ્ત રહેવા લાગી.  તેવામાં આ વાતે જુદો વણાંક લીધો અને અમેરિકાની ઈકોનોમી ખરાબ થઇ અને ચારે તરફ લોકોની નોકરી જતી રહી અને તેમાં ફંડિંગ ની તો વાત જ જવા દ્યો.

ઉદય રોજ વિચાર કરતો હવે શું ? અને અનિતા પણ મુંજાણી

 

 

 

 

 

 

 

 

 

 

 

વાર્તા રે વાર્તા –૧ વિજય શાહ

Posted on November 9, 2015 by vijayshah

અડગ મનના મુસાફરને

ઉદય હવે અમેરિકાનો સિટીઝન થઇ ગયા પછી નિશ્ચિંત થઇ ગયો,એમતો ખુબ સારું ભણેલો અને ઉદય એક સ્ટાર્ટ અપ કંપનીમાં સારા હોદા ઉપર કામ કરતો હતો,પગાર પણ સારો હતો. પણ નોકરી કરતા પોતાની પણ એક ​(સ્ટાર્ટ અપ) ​કંપની  હોય તેવું સ્વપ્ન રોજ સેવ્યું હતું, જે  પૂરું કરવાનો સમય આવી ગયો, ​પોતાની પત્ની અનિતા ને આ વાત કરી, અનિત અનિતાએ  તેને પ્રોત્સાહન આપતા કહ્યું, “હા ઉદય, તું કૈક નવું કર. આમ પણ મને કામ પર પ્રોમોશન મળ્યું છે.માટે ઘરની જીમ્મેદારી આપણાથી જીલાશે.” અને ઉદયે પોતાની નોકરી છોડીને સ્ટાર્ટ અપ માં ઝંપલાવ્યું.  હવે ઘર ચલાવવાનો બધોજ ભાર  અનિતાઉપર આવ્યો.  ઉદય તો એકદમ વ્યસ્ત રહેવા લાગ્યો. એક તરફ પ્રોજેક્ટ  તૈયાર કરવાનો, બીજી તરફ ટીમ સાથે કામ લેવાનું, અને સાથે સાથે વેન્ચર કેપિટલને ફંડિંગ માટે મળવાનું.અનિતાને તેની નોકરી સંભાળવાની અને સાથે સાથે છોકરાઓને ભણાવવાના, અને તેમની અનેક પ્રવૃતિમાં મુકવા જવાના, લેવા જવાના વગેરે કાર્યોમાં તે પણ વ્યસ્ત રહેવા લાગી.  તેવામાં આ વાતે જુદો વળાંક લીધો અને અમેરિકાની ઈકોનોમી ખરાબ થઇ અને ચારે તરફ લોકોની નોકરી જતી રહી અને તેમાં ફંડિંગની તો વાત જ જવા દ્યો.

ઉદય રોજ વિચાર કરતો હવે શું ? અને અનિતા પણ મુંજાણી. બે જ રસ્તા હતા.. કાંતો નવી કંપની છોડી દઈ ફરીથી જોબ શોધવી અથવા જે કર્યા કરે છે તેમાં વધું જોખમ લેવું.. જો કે ઉદય જોખમ લેતા ગભરાતો નહોતો પણ ડર લાગતો હતો કે અનિતાની જોબ પણ જતી રહે તો? અને નવી પ્રોડક્ટ સફળ થશે કે નહીં એવાતનું જોખમ તો હતુ જ…

મોટા મનોજભાઇ ને આ અવઢવ સંભળાવી અનિતા દ્વીધામાંથી મુક્ત થવા માંગતી હતી. મનોજભાઇ અમેરિકામાં વર્ષોથી હતા અને માનતા હતા કે જેમ જેમ પ્રતિકૂળતા વધે તેમ તેમ માનવીનો વિકાસ વધુને વધુ થાય છે, જેમ જેમ પ્રતિકૂળતા આવે છે તેમ તેમ તેમનું આંતરિક સત્વ અને ક્ષમતા વિકસવા લાગે છે, જ્યારે સામાન્ય વ્યક્તિ પ્રતિકૂળતાથી ડરી જાય છે, ભયભીત થઈ જાય છે, ગભરાય જાય છે અને તેના કારણે તેની ક્ષમતા પણ રૂંધાઈ જાય છે.

જેમ પવન વિનાની આગનું કોઈ માપ ન નીકળે કે તે આગ રહેશે કે બુઝાઈ જશે તેમ પ્રતિકૂળતા વિના વ્યક્તિનું માપ ન નીકળે કે તેની ક્ષમતા સામાન્ય માનવી જેવી છે કે મહાપુરુષ જેવી છે, તેનો વિકાસ પ્રગતિકારક છે કે રૂંધાય જાય તેવો છે? તેમણે અનિતાને કહેવા માંડ્યુ, “જો બેન જ્યાં સુધી તને લે ઓફ નથી મળ્યો ત્યાં સુધી આ ચિંતા અર્થહીન છે. અને ઉદયભાઇએ તેમન બીઝનેસ પ્લાન બનાવતી વખતે આ બધા ભયો વિશે વિચાર્યું જ હશેને? તેથી ચિંતાઓ ખોટી કરવાનું પહેલા બંધ કરો. તમને કશું થશે તે તબક્કે એક વાત સ્વિકારીને ચાલો કે જે થશે તે સારા માટે જ થશે.”

અનિતા ખચકાઇ ને બોલી “ભાઇ! એ વાત સાચી, પણ ઉંઘતા ન ઝડપાવું હોય તો ચેતતા તો રહેવું જોઇએને?”

“ હા ચેતતા રહેવામાં અને ચિંતાઓ કરવામાં ફેર છે. તમે ધારણાઓ ઉપર ચિંતા કરો છો જેમાં કોઇ તથ્ય નથી. કારણ કે અમેરિકામાં કોઇ પણ રીસેસન લાંબુ રહેતુ નથી. હા, આંધી આવે તો બધુ ઉડી ન જાય તેની ચકાસણી જરૂર કરવાની પણ તથ્ય ચકાસવાના. હું તો એક કદમ આગળ વધીને કહીશ કે નિરાશા એકલી નાણાકીય તકલિફો નથી લાવતુ એ સાથે સાથે કમાવાની ઘણી નવી તકો લાવે છે. જેમ કે ગેસ ના ઘટેલા ભાવો તમને પરિવહનમાં સારો એવો ભાવ ઘટાડે છે.”

“ભાઇ પણ જેને જરૂર છે તેની પાસે તે ખરીદવાની રકમ જ ના હોય તો તે મારો તૈયાર થયેલો માલ ક્યારે ખરીદશે અને મારો નફો ન છુટે તો?”

“જો બેન સમજ…

નબળા મન ના મુસાફરને રસ્તો કદી જડતો નથી

અને અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી.

અમેરિકાની ઇકોનોમી ખરાબ કે સારી એ પોલીટીશયનોનાં નખરાને લીધે થાય છે.. ક્યારેક યુધ્ધ તો ક્યારેક વ્યાજ દરમાં વધ ઘટ. તેથી ઇકોનોમી બગડવાથી થતા ગેરફાયદા સામે વિચારવાને બદલે ફાયદા વિશે પણ વિચાર.”

આ ચર્ચાઓથી ઉદય તો શાંત થઇ ગયો પણ અનિતા અજંપ જ રહેતી તેથી ભારતી ભાભી બોલ્યા, “તને ખબર છે ૧૯૮૦થી ૧૯૮૨ માં રીઅલ એસ્ટેટ નો મોટો ગોટાળો થયો અને વ્યાજ નાં દર વધીને ડબલ ડીજીટ્માં આવ્યા ત્યારે મનોજે ખુબ જ મોટા પાયે રિયલ એસ્ટેટ ખરીદતો અને મારા આશ્ચર્ય વચ્ચે ત્રણ જ વર્ષમાં દરેક પ્રોપર્ટી અમને ફળી. જ્યારે ડીપ્રેશન આવે ત્યારે આખુ ગામ વેચે અને તેઓની ઉતાવળ કહો તો ઉતાવળ અને અજ્ઞાન કહો તો અજ્ઞાન પણ તે સમયે અમારી જેમ જે ખરીદે તે ફાવે અને ફાવે જ.”

ઉદયે કામ શરુ કર્યુ અને તે ધારતો હતો તેવી કોઇજ તકલીફ ન આવી. કાચો માલ સસ્તો, પરિવહન સસ્તુ અને તેથી નફો વધતો. માણસો ની છત વળી તે ઉજળી વાત…

અનિતા કહે, “તો શું આ લોકો આટલી બધી કાગારોળ કરે છે તે નકામી?”

“હા અને ના બંને. બેંકની કે ઉછીની મૂડી ઉપર કામ કરોતો વ્યાજ વધે જે નકામી પણ પૂર્વ યોજના મુજબ કામ કરો તો આ તો તક બની ને રહે છે. ત્યાં તેની પ્રતિસ્પર્ધક કંપની બંધ થઇ ગઈ અને પહોંચી વળે તેના કરતા વધુ કામ મળતું ગયું.”

તેજી અને મંદી માનવ સર્જીત હોય તો કદી નહીં ગભરાવુ અને કુદરતી હોય ત્યારે ધીરજ વધુ રાખવાની.. મનોજભાઇ ની વાત જાણે કે અમેરિકા પુરતી જ સાચી છે તેવું નથી.. તે તો દરેક વ્યાપાર અને દરેક દેશમાટે સાચી છે

આભાર સર્યૂ બહેન!

ફરીથી વાંચીને ક્ષતિઓ દુર કરવા માટે

 

વાર્તા રે વાર્તા -2-રશ્મિબેન જાગીરદાર–

Posted on November 14, 2015 by vijayshah

બે બળદની જોડી

ઉદય હવે અમેરિકાનો સીટીઝન થઇ ગયા પછી નિશ્ચિંત થઇ ગયો,એમતો ખુબ સારું ભણેલો અને ઉદય એક સ્ટાર્ટ અપ કંપનીમાં સારા હોદા ઉપર કામ કરતો હતો,પગાર પણ સારો હતો . પણ નોકરી કરતાપોતાની પણ એક સ્ટાર્ટ અપ કંપની હોય તેવું સ્વપ્ન રોજ સેવ્યું હતું,જે પૂરું કરવાનો સમય આવી ગયો, પોતાની પત્ની અનિતા ને આ વાત કરી, અનિતાએ તેને પ્રોત્સાહન આપતા કહ્યુંહા ઉદય તું, કૈક નવું કર આમ પણ મને કામ પર પ્રોમોશન મળ્યું છે.માટે ઘરની જીમેદારી આપણા થી જીલાશે. અને ઉદયે પોતાની નોકરી છોડીને સ્ટાર્ટ અપ માં ઝંપલાવ્યું. હવે ઘર ચલાવવાનો બધોજ ભાર અનિતા ઉપર આવ્યો. ઉદય તો એકદમ વ્યસ્ત રહેવા લાગ્યો. એક તરફ પ્રોજેક્ટ તૈયાર કરવાનો, બીજી તરફ ટીમ સાથે કામ લેવાનું, અને સાથે સાથે VC ને ફંડિંગ માટે મળવાનું. અનીતાને તેની નોકરી સંભાળવાની અને સાથે સાથે છોકરાને ભણાવવાના, અને તેમની અને પ્રવૃતિમાં મુકવા જવાના, લેવા જવાના વગેરે કાર્યોમાં તે પણ વ્યસ્ત રહેવા લાગી. તેવામાં આ વાતે જુદો વળાંક લીધો અને અમેરિકાની ઈકોનોમી ખરાબ થઇ અને ચારે તરફ લોકોની નોકરી જતી રહી અને તેમાં ફંડિંગ ની તો વાત જ જવા દ્યો. ઉદય રોજ વિચાર કરતો હવે શું ? અને અનિતા પણ મુંજાણી બંને જણને કામ નું ભારણ વધુ પડતું હતું , અનિતા ને જોબ નો સમય , બાળકો ની સ્કુલ નોસમય, તેમજ કેટલીક ઈતર પ્રવૃત્તિ માં લેવા મુકવા જવાનું રહેતું તેમનો સમય , આ બધું ,સાચવવામાં  દિવસ જાણે પૂરો થઇ જતો ઉપરાંત તેની જોબ પણ ચેલેન્જીંગ હતી ! વહેલી ઉઠી કામ ચાલુ કરે , પણ કામ નો અંત ના આવે, તેમના બંને બાળકો પણ નાના જ હતા તેથી તેમને સવારે ઉઠાડવાથી માંડી ને , સ્કુલ માટે તૈયાર કરવાના  બ્રેકફાસ્ટ બનાવવો ને ખવડાવવો. લંચ ની વ્યવસ્થા કરવી , અને આ બધુ પતાવી ને પોણા આઠે તો મોડામાં મોડું નીકળી જવું પડે . એટલું સારું હતું કે બંને એકજ શાળા માં હતાં— રવિ અને કેયા, બંને ભાઈ બહેન એટલાં તો મીઠડાં હતા કે , સવાર થી ઘાંચી ની ઘાણી એ જોતરાયેલા બળદ ની જેમ ફરતી રહેલી અનિતા, તેમને લઇ ને જવા માટે ગાડી માં બેસે ત્યારે ,તેનો બધો થાક હવા થઇ જતો. અને તે હળવી થઇ ને બાળકોની મસ્તી માં જોડાઈ જતી ! અને આ સમય જ તેને માટે બુસ્ટર બની રહેતો, તે જોબ પર ની ચેલેંગ માટે જાણે શક્તિ પ્રાપ્ત કરી લેતી . ઉદય ની સ્થિતિ તો કદાચ વધારે ગંભીર હતી . જોબ કરતો હોત તો વાત જુદી હતી , જે કામ ની ફાવટ હતી તે જ કરવાનું રહેત પણ અહીં તો નવો બીઝનેસ !નવી ગીલ્લી — નવો દાવ ! એમાં પાછી, અમેરિકા ની વણસતી જતી ઈકોનોમી,ટીમ ના બધા મેમ્બરો ને એક સુત્રે કેમ બાંધવા ? તે સમસ્યા ! અને સૌ થી મોટો પ્રોબ્લેમ–” ફંડિંગ ની વ્યવસ્થા માટે લાગતા વળગતા લોકો સાથે ની મીટીંગ અને તેમાં મળતી નિષ્ફળતા !!!”– આટલું ઓછું હોય તેમ એક દિવસ રાત્રે લગભગ , બે વાગે ફોન રણક્યો, રીંગ પર થી જ ઉદય ને લાગ્યું કે ફોન ઇન્ડિયા થી છે ! અને તેમજ હતું સામે થી તેના પપ્પા બોલતાં હતા . ઉદય ના પપ્પા ખુદ્દાર હતા પોતાનું ઘર પેન્શન માંથી જ ચલાવતા , ક્યારેય ઉદય પાસે પૈસા ની આશા નહોતા રાખતા . આવા એના પપ્પા એ આજે ફોન માં પૂછ્યું , ” ભાઈ તમારી જોબ તો બરાબર છે ને ?” ઉદય : -” હા પપ્પા કેમ પૂછ્યું? બધાની તબીયત તો સારી છે ને ?” પપ્પા : – ” હા બધા મઝા માં છીએ પણ ત્યાં બધાની જોબ જાય છે , એટલે …………” ઉદય : -” પપ્પા મેં તો હમણાં જ બીઝનેસ શરુ કર્યો છે, ને અનિતા ની જોબ તો સરસ છે , ચિંતા ના કરો .”( ઉદયે પોતાના પ્રોબ્લેમ પપ્પાથી છુપાવવા પ્રયત્ન કર્યો. ) પપ્પા : – ” હાશ , તો તો સારું , હવે સાંભળ ,એક પ્રોબ્લેમ થયો છે, આપણી દીપા ખરી ને ?” અધવચ્ચે અટકાવી ને ઉદય કહે ,: – ” શું થયું દીદી ને ?” પપ્પા : – ” દીદી ને કઈ નથી થયું પણ અનિલ કુમાર ના બીઝનેસ ને કમનસીબી નો એરુ આભડી ગયો હોય તેમ બે ત્રણ વર્ષ થી , ખોટ પર ખોટ જાય છે , હવે એના ટેન્સન માં ઘર માં ઝગડા થતા રહે છે . હવે એવામાં , તેના ભાણા નીલ ને મેડીકલ માં એડમીશન મળ્યું છે, પણ તગડી ફી ના પૈસા ક્યાંથી લાવે ? ” ઉદય : – ” તો ? દીદી ના સસરા તો સધ્ધર છે, તે મદદ ના કરે ? ” પપ્પા : -” ના તેમ નહિ થાય તું કહે, તું પાંચ લાખ રૂપિયા બે-ત્રણ દિવસ માં મોકલીશ શકીશ ? નહિ તો, નીલ ને ભણવા નું છોડવું પડશે.” ઉદય : – “પપ્પા, તમે ચિંતા ના કરો, દીદી ને અને મમ્મી ને પણ કહો ચિંતા ના કરે હું પૈસા ટ્રાન્સફર કરી દઉ છું ” પપ્પા : – ” હા બેટા, તું હોય પછી અમારે શાની ચિંતા ?” અને આટલી મુશ્કેલી માં પાંચ લાખ મોકલવા પડ્યા .અનિતા એ વાત જાણી તો તેણે પણ કહ્યું નીલ નું ભણવાનું ના રોકાય તે જોવું જ પડે ! પછી તો દરેક ટર્મ વખતે નીલ ની ફી ના પૈસા મોકલવા પડતાં, ઘર માં ઘણી મુશ્કેલી પડતી , ઉદય ની સ્ટાર્ટ અપ માટે ફાઈનાન્સ નું ઠેકાણું પડતું નહતું , અનિતા ને માથે પણ લે- -ઓફ ની તલવાર લટકતી હતી, આટલું ઓછું હોય તેમ ઉદય ની દીદી – દીપા ને ઘર માં ઝઘડા થતા રહેતા, તે, પોતાના ઉમર લાયક માબાપ ને પોતાની મુશ્કેલી જણાવવાનું યોગ્ય નથી, એમ માની ને પોતાના ભાઈ-ભાભી ને મન ની મુજવણ કહેતી . એ પોતે ભાઈ -ભાભી ના પ્રોબ્લેમ થી અજાણ હતી . આવા માં જે એક વધારાની મુશ્કેલી ઉદભવતી જતી હતી, તે , એ હતી કે , દીપા પોતાના દિવસ ના સમયે જયારે તે એકલી હોય ત્યારે ભાઈ ને ફોન કરતી ને ઉદય ની ત્યારે રાત હોય , તેના ઘરમાં પરિસ્થિતિ એવી વણસતી હતી કે રોજ ભાઈને ફોન કરી ને પરિસ્થિતિ થી વાકેફ કરતી .પરિણામે ઉદય ને રોજ મોડી રાત સુધી ઉજાગરા થતા. આવું સળંગ મહિનાઓ થી ચાલતું હતું . એક બાજુ ધંધા ના પ્રોબ્લેમ , દિવસે વધુ પડતી દોડધામ, કામ નું ટેન્શન, અનિતાની જોબ જવાનું ટેન્શનઅને એમાં રોજ ના રાત ના ઉજાગરા !!! આ બધું ભેગું થઇ ને ઉદય ને જાણે તોડી નાખ્યો ! તે હવે ખુબ ગુસ્સા માં રહેતો , વાત વાત માં ઘર માં તો ઠીક બહાર પણ ઝઘડા કરતો , પરિણામે વાત બનવાને બદલે બગડતી જતી હતી . કદાચ પુરુષ ના પ્રમાણ માં સ્ત્રી ની સહન શક્તિ ઘણી વધારે હોય છે, તે વાત અહી સાબિત થતી હોય તેમ,– જેમ જેમ ઉદય વધુ ને વધુ તુટતો ગયો તેમ અનિતા વધુને વધુ મજબુત બનીને, તેઓ ના સંસાર ના દરેક ક્ષેત્રે ઢાલ બની ને મુશ્કેલી ઓ નો સામનો કરતી રહી . તેણે જોયું કે ઉદય હવે સ્ટાર્ટ અપ માં કામ કરી શકે તેવી હાલત નથી , સાવ ભાંગી પડ્યો છે ! આવા માં જ , એક દિવસ અનિતાની ઓફીસ માં પણ “લે ઓફ” નો કોરડો વિઝાયો. તેની ટીમ માં થી બે જણ ને લે ઓફ મળ્યો, બીજી ટીમ માં પણ આ સિલસિલો ચાલુ રહ્યો !!!હવે અનીતા ને તલવાર માથે લટકતી નહિ, પણ ઉપર થી માથા પર પડતી દેખાવા લાગી !!! પોતાનું ટેન્શન કોઈને કહી શકે તેવું પણ શક્ય ન હતું , ઉદયની સ્થિતિ તો એવી હતી કે તેને, કોઈ પણ નેગેટીવ વાત કરવી પણ વ્યાજબી ના લાગી , હવે અનિતાની પણ રાતો ની નીંદ હરામ થઇ ગઈ . ઉદયને ડોક્ટરની ટ્રીટ મેન્ટ ચાલુ કરવી પડી હતી , રાત ના ઉજાગરા ને દિવસ ની દોડધામને લીધે તે જાણે બિલકુલ પોતાની જાત માં જ નહોતો !!! અનિતા ડોક્ટરની સલાહ મુજબ , રાત્રે તેને ઊંઘ ની ગોળી આપી ને સુવાડી દેતી અને રાત્રે જયારે દીપા નો ફોન આવે ત્યારે, તેની સાથે હવે અનિતા જ વાત કરતી અને ઉજાગરા પણ કરતી .તે દીપા ને સમજાવતી કે ,પુરુષ જયારે આવા મોટા સંકટ માં હોય ત્યારે જલ્દી તૂટી જાય છે . આવા સંજોગો માં , જીવન સાથી તરીકે આપણે ધિરજ અને શાંતિ રાખી ને તેણે સાથ અને સધિયારો આપવો પડે , ખરે ખર તેમને આપણી સાથે ઝગડવા માં કોઈ રસ નથી હોતો. તે તો બિચારો ! પોતાનું ફ્રસ્ત્રેશન કાઢવાની જગ્યા આપણા માં શોધે છે!!! અને આપણે સમજ્યા વિના ઝગડતા રહીએ છીએ ! હમણા ૩ -૪ દિવસ થી દીપા નો ફોન નહોતો આવતો , રીંગ ના અવાજ થી ઉદય જાગી ન જાય, તે માટે દીપા જાગતી હતી. આમ પણ જોબ જવાના ભય થી ઊંઘ તો વેરણ હતી જ ! આવો “સા…વ ” ફ્રી સમય ભાગ્યેજ મળતો!!! આવા માં સ્વાભાવિક જ તેનું મગજ વધુ સક્રિય બન્યું , તેણે વિચાર્યું , આવી રીતે “લેઓફ ” ની રાહ જોઈ બેસી રહવું અને પછી ભાંગી પડવું તેના કરતાં મારે જ બીજો રસ્તો શોધી લેવો જોઈએ . તેણે હવે ઉદય ના સ્ટાર્ટ અપ ની વિગત તપાસવા માંડી, રોજ રાત્રે જાગી ને તમામ પાસા વિચારી ને સમજી લીધાં . અને તેને લાગ્યું, ઉદય ચારે બાજુ મુસીબત થી ઘેરાયો છે એટલે પરિસ્થિતિ છે, એનાથી વધુ વિકરાળ સ્વરૂપે નિહાળે છે. – “એક્ચ્યુલી એવરીથીંગ ઇસ અંડર કંટ્રોલ!!! “-સંપૂર્ણ પણે પરિસ્થિતિ નો તાગ લીધા પછી તેણે ઉદય ને વિશ્વાસ માં લેવા વિચાર્યું . આજે કેયા ની વર્ષગાંઠ હતી, કેયા ઉદય ની લાડલી હતી તેને માટે ઉદય ગમે તે કરવા તૈયાર રહેતો . એટલે આજે સવાર થી ખુશ હતો તે કહે : – ” અનિતા, મારી દીકરી ને શું ભેટ આપીશું ?” અનિતા : – ” જો ઉદય મને કાલે ઘરે આવતાં યાદ આવ્યું તો હું ગીફ્ટ લઇ ને જ આવી છું ,એટલે ઘરે આવી ને પાછા જવાનું ના રહે .” ઉદય : – ” ઓહ ! થેંક યુ સો મચ ડીયર! અને કેયા કઈ ગીફ્ટ થી ખુશ થશે તે તારા થી વધારે કોણ જાણી શકે ?” ઉદય ને થોડો મૂડ માં જોઈ ને અચાનક જ અનિતા એ પૂછ્યું , અનિતા : – ” ઉદય એક વાત કહું ? તારી સ્ટાર્ટ અપ કંપની ની બધી ફાઈલ્સ મેં જોઈ, મને લાગે છે કે તું એકલો બધે પહોચી નથી વળતો, વળી આપણે જાણીએ છીએ કે મારે માથે લે ઓફની તલવાર તો લટકે જ છે, તો હું તારી સાથે થોડું સમજી ને કામ કરું તો એટલીસ્ટ નોકરી જાય તો હું કૈક તો તારી મદદ કરી શકું, અને હા, હું પોતે જોબ છોડીશ નહિ બાકી ના સમય માં આપણે સાથે કામ કરીશું ” ઉદય : – ” વોવ , તો તો કેટલું સારું ! પણ ડાર્લિંગ , તું થાકી નહિ જાય ?” અનિતા : – “અરે, તારી સાથે રહી ને કામ કરવું એતો મારે માટે ગમતી વસ્તુ છે! તું પણ જાણે છે કે આપણે એકબીજા સાથે કેટલા ખુશ રહીએ છીએ , અને કેટલાય સમય થી આપણે પોતપોતાની પળોજણ માં જ ડુબેલા રહ્યા છીએ એટલે, એકબીજા નો સાથ અને સહકાર,- સ્નેહ અને સહવાસ, કોઈ મિરેકલ સર્જી શકે તેવું પણ બને ને !” આટલી ચોખવટ અને વાતચીત થી બંને થોડા હળવા બન્યા અને કેયા ની વર્ષગાંઠ સરસ રીતે, ખુશાલી ભર્યા માહોલ માં ઉજવાઈ ! અને તે સાથે જ મિરેકલ ના સર્જન ની શરૂઆત પણ થઇ ચુકી ! બંને પોતાની કંપની માટે રાત દિવસ એક કરી ને પુરુસાર્થ કરતાં રહ્યા , નકારાત્મકતા ની નાગચૂડમાં અને પ્રતિકુળ સંજોગો ની ભીંસમાં , સપડાયેલો ઉદય, જેમ કામ કરતો ગયો તેમ આગળ નો રસ્તો પણ ખૂલતો ગયો . ખરે ખર અનિતા નો સાથ તેને માટે, સ્ફૂર્તિ દાયક , શક્તિ દાયક અને પ્રેરણા દાયક બની રહ્યો જ્યાં તે થોડો પણ નિરાશ થતો કે અનીતા પોતાની રીતે તેનામાં ઉત્સાહ જગાડતી અને બંને હાથ માં હાથ નાખી ને સફળતા ના શિખર તરફ, “સ્લોલી બટ સ્ટેડી લી” ડગ માંડતાજ ગયાં- – માંડતા જ ગયાં . એક બાજુ પ્રોજેક્ટ તૈયાર થઇ ગયો, પ્રોડકટ ની ચકાસણી કરી ને પરફેક્ટ કરી શકે તે માટે ની ટીમ અદ્ભુત હતી , ફાઈનાન્સનું તો બધું અનિતાએ જ સંભાળી લીધું!! આખરે M.B.A.ની ડિગ્રીધારક હતી અનિતા! અને તેમાય પોતાના ઘર ના ધંધામાં, પોતાના પતિ ના સ્વપ્ન ને સાકાર કરવામાં સંપૂર્ણ પણે સમર્પિત થઇ ચુકેલી અનિતા , તેની કંપની માટે માત્ર ફાયદા કારક જ નહિ , આશીર્વાદ રૂપ પણ બની રહી! જેમ જેમ સફળતા મળતી ગઈ તેમ આગળ વધવાનો ઉત્સાહ બેવડાતો ગયો, કામ ચાર ગણું થવા લાગ્યું અને પરિણામ આઠ ગણું!!! . કંપની ના ગળાડૂબ કામ માં ગરકાવ થઇ ગયેલા ઉદય – અનિતા, એક દિવસ રાત્રે ત્રણ વાગ્યા સુધી કામ કરતાં બેઠા હતાં , અચાનક અનિતા કહે : – ” ઉદય, દીદી ના કઈ સમાચાર નથી , તારે કઈ વાત થઇ ?” ઉદય : – ” ના કેટલાંક વખત થી તો તું જ દીદી સાથે વાત કરતી હતી ને ? પ્લીઝ જોડ તો ફોન .” અનિતાએ દીદી ને ફોન કર્યો કહે : – ” દીદી , કેમ હમણા થી ફોન નથી કરતાં ? સોરી, અમે પણ અમારી નવી કંપની શરુ કરવા ની દોડ દોડ માં ફોન ના કરી શક્યા , શું ચાલે છે ?” દીદી : – ” સેઈમ હિયર ! અમે પણ અમારી કંપની ને બેઠી કરવામાં પડ્યા હતા. નીલ ના પપ્પા, ઉપરા ઉપરી ગયેલી ખોટ ને લીધે હતાશ થઇ ગયેલા , તેમને સાથની– સહકાર ની જરૂર હતી. અનિતા, તારી સાથે ફોન પર વાતો કરતી હતી એ દિવસો માં જ મને સમજાઈ ગયું, કે આ પરિસ્થિતિ માંથી બહાર નીકળવા માટે , મારે જ મારા પતિને હૈયા ધારણ આપવી પડશે, મેં બીઝનેસ માં રસ લેવા માંડ્યો. શરુ માં થોડો ગુસ્સો વેઠી ને પણ કામ ચાલુ રાખ્યું અને જ્યાં, થોડી ક જ સફળતા મળી કે અમારો જુસ્સો બમણો થઇ જતો! અને કલાકો ના કલાકો કામ કરવાનું અમને ગમવા લાગતું , અને પછી તો કામ વધે ને સફળતા પણ વધે એ સિલસિલો ચાલતો રહ્યો ! અને હવે, વેપારી ની ભાષા માં કહીએ તો, “અમે બેઠા થઇ ગયા છીએ,” એ ખુશ ખબર પણ આપવાની નવરાશ ક્યાં હતી જુઓ ને !” અનિતા : – ” ઓહ વાઉ , વન્ડર ફુલ !,કોન્ગ્રેટ્સ દીદી ! લો ઉદય સાથે વાત કરો .જયારે ઉદયે વાત સાંભળી તો ખુશી સમાતી ન હતી , તે કહે : “વાહ દીદી, તેં તો કમાલ કરી દીધી ! હવે તું પણ સાંભળ અમારી દાસ્તાન !અહીં હું પણ હતાશા ના ઘેરામાં એવો સપડાયેલો કે, ક્યાંય ડગ ભરવાની જગ્યા પણ દેખાતી નહતી, અહીં લે ઓફ ચાલુ થઇ ગયેલા , મેં જોબ છોડી ને સ્ટાર્ટ અપ કંપની શરુ કરવાનું વિચાર્યું એવાં માં જ અમેરિકામાં — ઈકોનોમી ક્રાઈસીસે –ભરડો લીધો , તેમાં વળી તમારા બીસનેસ માં  ખોટ , નીલ ની ફી ના ભરાય તો ભણવાનું બંધ —- આ બધા માં હું તો ખરે ખર તૂટી જ ગયેલો પણ અનીતા એ જોબ ચાલુ રાખીને, મારી સાથે કંપની ના કામ માં પણ મદદ કરવા માંડી, તું કહે છે તેવું જ અમને પણ લાગ્યું કામ દુર થી જેટલું ટફ લાગે તેટલું , કામ ને કરવા લાગીએ પછી સરળ લાગે છે , અને જેમ સફળતા મળે,તેમ કામ કરવાનો ઉત્સાહ બેવડાતો જાય. અનિતા મારી પડખે રહીને, જ્યાં થોડો પણ પાછો પડું ત્યાંથી સંભાળી ને આગળ વધવા પ્રોત્સાહિત કરતી તેની MBA ની જાણકારી પણ એટલી જ કામ લાગી !!!” દીદી : – ” તો ભાઈ, તમે પુરુષો હાર જલ્દી માની લો નહિ ? અનીતા એ ધિરજ રાખી ને બધું હાથ માં લીધું ત્યારે આજે આ ખુશી મળી ખરું કે નહિ ?” ઉદય : – ” હા દીદી, તમે નણંદ -ભોજાઇ એ બંને ઘર ને ઉગારી લીધા એમ કહું તો જરાય ખોટું નથી બલ્કે , એ જ માત્ર સત્ય છે ” દીદી: – : હા ભાઈ , તું તો જાણે છે ને અમે બાળપણ ની સખી ઓ છીએ અમારી જોડી શું ન કરી શકે ?” ઉદય: – ” હા દીદી તમારી દોસ્તી માટે પપ્પા શું કહેતા ? યાદ છે ?” દીદી : – ” ઓફ કોર્સ યાદ છે , પપ્પા કહેતા — બે બળદ ની જોડી , કોઈ શકે ના તોડી” !!! અને બધા ખડખડાટ હસી પડ્યાં !!!

 

વાર્તા રે વાર્તા -3-વસુબેન શેઠ

Posted on November 16, 2015 by Pragnaji

હિમ્મતે મર્દા તો મદદે ખુદા

ઉદય હવે અમેરિકાનો સીટીઝન થયા પછી નિશ્ચિત થઈ ગયો. એમતો ખૂબ સારું ભણેલો અને એક  સ્ટાર્ટ અપ કંપનીમાં સારા હોદા ઉપર કામ કરતો હતો.પગાર પણ સારો હતો। પણ નોકરી કરતા પોતાની એક કમ્પની હોય એવું સ્વપ્નું સેવ્યું હ્તું જે પૂરું કરવાનો સમય આવી ગયો। પોતાની પત્ની અનિતા ને આ વાત કરી,અનિતાએ તેને પ્રોત્સાહન આપતા કહ્યું ,હા ઉદય તું કશું નવું કર ,આમ પણ મને કામ પર પ્રમોશન મળ્યું છે ,માટે ઘર ની જવાબદારી આપણાથી જીલાશે ,અને ઉદયે પોતાની નોકરી છોડી સ્ટાર્ટઅપ માં ઝ્મ્પ્લાવ્યું ,હવે ઘર ચલાવવાનો બધો બોજો અનિતા પર આવ્યો ,ઉદય તો એકદમ વ્યસ્થ રહેવા લાગ્યો ,એક તરફ પ્રોજેક્ટ તૈયાર કરવાનો ,બીજી તરફ ટીમ સાથે કામ લેવાનું અનેં સાથે સાથે વી,સી ને ફન્ડિંગ માટે મળવાનું ,અનિતા ને તેની નોકરી સંભાળવાની અને સાથે સાથે છોકરાઓને ભણાવવાના અનેપ્ર્વૃતી માં મુકવા લેવા જવાનું વગેરે કાર્યોમાં તે પણ વ્યસ્થ રહેવા લાગી ,તેવામાં આ વાતે જુદો વણાંક લીધો ,અમેરિકાની પરિસ્થિતિ ખરાબ થઈ અને ચારે તરફ લોકોની નોકરી જતી રહી અને તેમાં ફન્ડિંગ ની વાત જ જવાદો ,

 

અનિતા ની મુજવણ વધી ,ધાર્યું તું શું અને થઈ ગયું શું ,દિવસે દિવસે અનિતાની જવાબદારી વધતી ગઈ પણ એણે ધિરજ ન ગુમાવી ,ઉદય ને હમેશા હિમત આપતી કે આજ નહી તો કાલે જરૂર સફળતા મળશે,ઉદય જ્યાં જતો ત્યાં એને નિષ્ફળતાજ મળતી,ધીમે ધીમે ડીપ્રેશનમાં જવા લાગ્યો,ઘર માં થોડી ઘણી પણ મદદ કરતો હતો તે પણ બંધ થઇ ગઈ ,જેમ જેમ દિવસો વિતતા ગયા તેમ તેમ જીવન માં અસ્થિરતા અનુભવવા લાગ્યો,

 

અનિતા ની ઓફિસમાં કામ કરતા એક ભાઈ ને કેન્સર થયું તેથી તેણે નોકરી છોડી દીધી ,અનિતાએ તક જડપી લીધી ,પોતાના પતી ને આ જોબ આપવા માટે બોસ ને વિનતિ કરી,બોસ તે દિવસે મુડ માં હશે એટલે નોકરી ની હા પાડી દીધી ,અનિતા ખુશ થતી ઘેર જઈને પોતાના પતી ને વાત કરી,ઉદય પણ થોડો ઉત્સાહમાં આવી ગયો,ઘરે બેઠો છું તેના કરતા કામ કરીશ તો મન પ્રફુલિત રહેશે ,નોકરી તો શરુ કરી પણ ,થોડા વખત માંજ પોતાની પત્નીની હાથ નીચે કામ કરવાનું ખટકવા લાગ્યું ,ઓફીસ માં અનિતાના વખાણ કોઈ કરતું તે પણ એને કાટા ની જેમ વાગતું ,ઓફિસમાંથી છૂટે એટલે બન્ને જણા સાથે ઘેર જાય,પણ ઉદય તે દિવસે મન ઉદાસ હોવાથી એકલો વિચાર કરતો કરતો ચાલતો રસ્તા પર ઘેર જવા લાગ્યો ,નસીબ નું પાંદડું ક્યારે બદલાય છે તેની કોઈને ખબર પડતી નથી,અનીતા ઉદય ને શોધવા એની પાછળ ગઈ ,પણ એટલામાં જોરથી કઈ અથડાવવાનો અવાજ આવ્યો,અનિતા એ દિશા માં પહોચી તો માણસોના ટોળા વચે ઉદય નીચે જમીન પર પડ્યો હતો અને બોજુમાં ગાડી ઉભી હતી જેમાં બે જુવાન છોકરાઓ લથડિયા ખાતા ભાર નીકળ્યા,અનિતા હોશિયાર હતી ,સમય સુચકતા વાપરી 911 બોલાવી ઉદય ને દવાખાને રવાના કરી બન્ને છોકરાની માહિતી લીધી ,અને વકીલ દ્વારા સુ કર્યા ,ઉદય થોડા વખતમાં સારો થઈ ગયો,અનિતા ના ઈન્સ્યુંર્સથી ઉદય ની ટ્રીટમેંટ થઈ ગઈ ,એકસીડન્ટ ના પૈઈસા આવ્યા તે એણે ઉદય ને આપીને કહ્યું જ તારી કંપની ઉભી કર ,ઉદય આશ્ચર્ય પામ્યો એટલા બધા પૈઈસા ક્યાંથી આવ્યા,અનિતાએ ખુલાસો કર્યો ,ઉદય ને પોતાના વ્યહવારથી ઘણું દુખ અને પસ્તાવો થયો પણ અનીતા માટે ઘણું માન અને પ્રેમ વધી ગયો,અનિતાની હિમ્મત અને ઈશ્વરની કૃપા થી જીવન સુખ મય વિતાવવા લાગ્યા,

 

વસુબેન શેઠ

                              

 

 

 

 

 

 

 

વાર્તા રે વાર્તા-4 પ્રવીણા કડકિયા

Posted on November 16, 2015 by vijayshah

 

 

Posted on November 16, 2015 by Pragnaji

ઉદય હવે અમેરિકાનો સીટીઝન થઇ ગયા પછી નિશ્ચિંત થઇ ગયો,એમતો ખુબ સારું ભણેલો અને ઉદય એક સ્ટાર્ટ અપ કંપનીમાં સારા હોદા ઉપર કામ કરતો હતો,પગાર પણ સારો હતો .પણ નોકરી કરતા પોતાની પણ એક ​સ્ટાર્ટ અપ ​કંપની  હોય તેવું સ્વપ્ન રોજ સેવ્યું હતું,જે  પૂરું કરવાનો સમય આવી ગયો, ​પોતાની પત્ની અનિતા ને આ વાત કરી, અનિત એ  તેને પ્રોત્સાહન આપતા કહ્યું.

હા ઉદય તું કૈક નવું કર આમ પણ મને કામ પર પ્રોમોશન મળ્યું છે.માટે ઘરની જીમેદારી આપણા થી જીલાશે. અને ઉદયે પોતાની નોકરી છોડીને સ્ટાર્ટ અપ માં ઝંપલાવ્યું.  હવે ઘર ચલાવવાનો બધોજ ભાર અનીતા ઉપર આવ્યો.  ઉદય તો એકદમ વ્યસ્ત રહેવા લાગ્યો. એક તરફ પ્રોજેક્ટ  તૈયાર કરવાનો, બીજી તરફ ટીમ સાથે કામ લેવાનું, અને સાથે સાથે VC ને ફંડિંગ માટે મળવાનું.અનીતાને તેની નોકરી સંભાળવાની અને સાથે સાથે છોકરાને ભણાવવાના, અને તેમની અને પ્રવૃતિમાં મુકવા જવાના, લેવા જવાના વગેરે કાર્યોમાં તે પણ વ્યસ્ત રહેવા લાગી.  તેવામાં આ વાતે જુદો વણાંક લીધો અને અમેરિકાની ઈકોનોમી ખરાબ થઇ અને ચારે તરફ લોકોની નોકરી જતી રહી અને તેમાં ફંડિંગ ની તો વાત જ જવા દ્યો.ઉદય રોજ વિચાર કરતો હવે શું ? અને અનિતા પણ મુંજાણી. બે જ રસ્તા હતા ઉદય પાછો નોકરી શોધે કે સ્ટાર્ટ–

અપ કંપનીનું સ્વપનું સાકાર કરે ! સૂર્યનો ઉદય થાય પછી તે મધ્યાહ્ન સુધી તપતો રહે છે. તેને પ્રકૃતિનો નિયમ લાગુ પડે છે. પછી ભલેને દુનિયા આમથી તેમ ફરે! આ ‘ઉદય’ પણ અસ્તાચળ તરફ ત્યારે જશે જ્યારે તેનો સમય પાકશે. એણે બરાબર ઘરકામ કર્યું હતું. પત્ની અનિતાનો સંપૂર્ણ સહકાર હતો. હા, ઘરની બધી જવાબદારી તેના પર આવી હતી. ઉપરથી ખૂબ જવાબદારી પૂર્વકની નોકરી પણ કરવાની હતી.

તેણે ઘરમાં રહે તેવી ‘મૅઈડ’ રાખી લીધી. ઘરની રસોઈની ,કામકાજની બધી જવાબદારી ઓછી થઈ ગઈ. હા ઈકોનોમીની અસર તેની નોકરી પર હતી. તેનું કામ ખૂબ સંતોષપૂર્વકનું હોવાથી તેનો બૉસ ખુશ હતો. મટિરયલ મેનેજેમેન્ટનું કામ કપરા કાળમાં કુશળતા માગી લે છે. કુનેહ પૂર્વક કામ સંભાળતી.

આવા સમયે ઈન્વેન્ટરીનો કંટ્રોલ, સમયસર પ્રોડક્શન અને ડીસપેચ ઓફ રેડી ગુડ્સ ખૂબ હોશિયારી માગે તેવું હોય તેનાથી તે પરિચિત હતી.બાળકોના વર્ગ માટે બહેનપણી સાથે ‘કારપુલ ‘ કર્યું. શની અને રવિની રજામાં તે બીજાના બાળકોને ‘કાર પુલમાં’ શામિલ કરતી.’ ત્રેવડ ત્રીજો ભાઈ છે’. તેની મમ્મીએ બરાબર શિખવાડ્યું હતું. મુંબઈમાં ઉછરેલી અને એન્જીનિયરિંગ ભણેલી ચબરાક અનિતા, ઉદયને સાહસ કાજે ખૂબ પ્રોત્સાહન પુરું પાડતી.સમય આવ્યે ઉદયના માતા અને પિતાને તેડાવ્યા. વહુની આવડત બન્નેના હૈયે  વસી હતી. અનિતાને નાના ભાઈ અને બહેન હોવાથી તેના મમ્મી અને પપ્પા આવી શકે તેમ ન હતા.

ઉદય તેના ઘરમાં સહુથી નાનો તેમજ ખટપટીયો હતો. ઉદયની ‘પ્રોડક્ટ’ અમેરિકામાં સહેલાઈથી ખપે તેવી હતી. જેના રોજના વપરાશથી અમેરિકન કુટુંબોને દર મહિને ‘ઈલેક્ટ્રિક’ના બિલમાં રાહત મળવાની હતી.ઉનાળામાં એર કન્ડીશન અને શિયાળામાં હિટર, વાપર્યા વગર અમેરિકનોને ચેન ન પડે. હવે જો એ ‘ગેજેટ’ને કારણે દર મહિને બિલમાં  લગભગ ૪૦થી ૪૫ ટકા નો બચાવ થાય તો કયો અમેરિકન ન વાપરે? ઉદયે બુદ્ધિ શું વાપરી, તેને ત્યાં કામ કરતા લોકોને ‘પ્રોફિટ શેરિંગ’નું  આકર્ષણ બતાવ્યું.

તેને ત્યા કામ કરનાર બધા પોતાની બચત આ નવા’ વેન્ચર’માં રોકવા તૈયાર થયા. જેને કારણે કામની ગુણવત્તા વધી.જ્યારે માનવી પ્રતિકૂળ સંજોગોમાં હામ ગુમાવી નાસી પાસ થાય છે ત્યારે તેને સફળતા જોજન દૂર જણાય છે. આવા કપરા કાળમાં ધિરજ અને સ્વમાં વિશ્વાસ વધારવો એ અતિ ઉત્તમ રાહ છે. ઉદયના સારા નસિબે પત્નીનો સહકાર હતો. તેથી જ તો સ્ત્રીને ‘કાર્યેષુ મંત્રી’ કહી છે. સાથી હાથ બઢાના, એક અકેલા થક જાયેગા મિલ કર બોજ ઉઠાના. ગાડીના આગળના અને પાછળના પૈડા ફરે તો ગાડી હમેશા ઝાટકા આપ્યા વગર સરળતાથી રસ્તા પર દોડી શકે!

પ્રવિણા અવિનાશ કડકિયા

વાર્તા રે વાર્તા -(5)-પ્રજ્ઞા દાદભાવાળા

Posted on November 16, 2015 by vijayshah

 

“રિયોને આપણા મલકમાં”

ઉદય હવે અમેરિકાનો સીટીઝન થઇ ગયા પછી નિશ્ચિંત થઇ ગયો,એમ તો ખુબ સારું ભણેલો અને ઉદય એક સ્ટાર્ટ અપ કંપનીમાં સારા હોદા ઉપર કામ કરતો હતો,પગાર પણ સારો હતો,પણ નોકરી કરતા પોતાની પણ એક સ્ટાર્ટ અપ કંપની હોય તેવું સ્વપ્ન રોજ સેવ્યું હતું,જે પૂરું કરવાનો સમય આવી ગયો, પોતાની પત્ની અનિતા ને આ વાત કરી, અનિતાએ તેને પ્રોત્સાહન આપતા કહ્યું.

હા ઉદય તું,કૈક નવું કર આમ પણ મને કામ પર પ્રોમોશન મળ્યું છે.માટે ઘરની જીમેદારી આપણાથી જીલાશે. અને ઉદયે પોતાની નોકરી છોડીને સ્ટાર્ટ અપમાં ઝંપલાવ્યું. હવે ઘર ચલાવવાનો બધો જ ભાર અનિતા ઉપર આવ્યો. ઉદય તો એકદમ વ્યસ્ત રહેવા લાગ્યો. એક તરફ પ્રોજેક્ટ તૈયાર કરવાનો, બીજી તરફ ટીમ સાથે કામ લેવાનું, અને સાથે સાથે VC ને ફંડિંગ માટે મળવાનું.અનીતાને તેની નોકરી સંભાળવાની અને સાથે સાથે છોકરાને ભણાવવાના, અને તેમની અને પ્રવૃતિમાં મુકવા જવાના, લેવા જવાના વગેરે કાર્યોમાં તે પણ વ્યસ્ત રહેવા લાગી. તેવામાં આ વાતે જુદો વળાંક લીધો અને અમેરિકાની ઈકોનોમી ખરાબ થઇ અને ચારે તરફ લોકોની નોકરી જતી રહી અને તેમાં ફંડિંગ ની તો વાત જ જવા દ્યો.

ઉદય રોજ વિચાર કરતો હવે શું ? અને અનિતા પણ મુંજાણી….

અનિતાની નોકરી પર મહિનો નીકળી જતો પણ ઉદયની અને અનિતાની ઊંઘ હરામ થઇ ગઈ ,મંદીમાં ઉદયને નોકરી પણ મળતી ન હતી અહી આવ્યો ત્યારે ખુબ આશાઓ લઈને આવ્યો હતો ,નોકરી મળી ,પ્રગતિ થઇ પણ આમ અચાનક બધું બદલાય જતા મન બેચેન થઇ ગયું ,રોજ રોજ નવી નોકરીની શોધ હવે ઉદયને હતાશા તરફ લઇ જવા માંડી.

હું હવે અરજી કરવાનો નથી !

અનિતા ઉદયને મદદ કરવાનો પુરો પ્રયત્ન કરતી, બાળકો અને નોકરીની જીમેદારી થી અનિતા પણ થાકી હતી પરંતુ ઉદયને હિંમત આપતી આગળ વધવાની કોશિશ કરતી.

હવે ઉદય ઘરમાં જ રહેવા માંડ્યો ,જે કોમ્પુટર નું ઉદયને વળગણ હતું તે એકદમ છુટી ગયું કારણ ના જવાબ ઉદયને નિરાશ કરતા હતા ,એકદમ સુનમુન બેઠો રહેતો ,ઘણીવાર તો જમતો પણ નહિ એક સરખો બારી પાસે બેસી રહેતો અને વિચારતો કે જિંદગી કેવા કેવા રંગ દેખાડે છે હું નોકરી કરતો હતો, નાનો હતો ત્યારે મને જલ્દી મોટા થવું હતું અને હવે અધૂરા સપના અને અધુરી લાગણીઓ કેમ સહેવાશે?

ક્યારેક બા યાદ આવતા રડી પડતો!

ડૉ કહેતા ડીપ્રેશન છે,પણ  અનિતા સંભાળી લેતી,એક દિવસ તેના મિત્રનો મુંબઈથી ફોન આવ્યો.

કેમ છો બધા ?

અનિતાને શું કહેવું, સમજણ ન પડતા માત્ર બોલી મજામાં, “તમે બધા કેમ છો ?” ઉદય શું કરે છે? આજ કાલ તો ફેશબુક પર પણ દેખાતો નથી ? શું વાત છે ,મોટો માણસ થઇ ગયો છે કે શું ?

“ના ના એવું નથી બસ કામમાં વ્યસ્ત રહે છે”.ઇશારાથી ઉદયને પુછ્યું વાત કરશો ,પણ ઉદયે ના પાડી અનિતા એ શું કરવું ખબર ન પડતા બોલી,

“હલ્લો હલ્લો ,તમારો આવાજ સંભાળતો  નથી”.  

“ના ખાસ કઈ નથી અમે નવું કામકાજ શરુ કર્યું છે તેના સમાચાર આપવા હતા નવા વેન્ચરમાં પડ્યા છીએ ઉદયની સલાહ લેવી હતી એ મારા કરતા હોશિયાર છે ,કાલે ફોન કરીશ!”

આમ તો કેતન ઉદયના બિલ્ડીંગમાં રહેતો, રખડેલ પણ સ્ટ્રીટ સ્માર્ટ કહી શકાય ,પણ ખુબ આગળ વધી ગયો

ઉદય ફરી વિચારે ચડી ગયો ક્યાં હું અને ક્યાં આ કેતન ?

હું કાચબા સસલાની રેસમાં હારી ગયો અને શિખર ઉપર પોહ્ચવાનું ઉન્માદી અટ્ટહાસ્ય એને કાનમાં સંભળાવવા લાગ્યું ,ઉદયે બે હાથે કાન ઉપર જોરથી હાથ દાબી દીધા અને ચિલ્લાયો બંધ કરો બંધ કરો!

અનિતા દોડતી આવી ઉદયને બાથમાં લઇ લીધો ,પાણી પાયું અને શાંત કર્યો  ,બાળકો પણ આવું જોઈ ઘબરાઈ જતા ,હવે ઉદય ને ઘરમાં રાખવો મુશ્કેલ હતો ક્યારેક દીવાલ સાથે માથા પછાડતો, અને તે દિવસે ગજબ થઇ ,ઉદય ઘરમાં માથા પછાડ્યા સારું થયુંઆનિતા હાજર હતી માથામાં વાગતા અંદર બ્રેનમાં લોહી ખુબ વહ્યું ,અનિતાએ ઉદયને એમ્બ્યુલન્સમાં હોસ્પીટલમાં લઇ ગઈ,ડૉ કહ્યું બ્રેઈન ટ્રોમાં છે. સારું છે કોઈ નસ તૂટી નથી અને ઉદયની યાદશક્તિ ચાલી ગઈ હોસ્પીટલમાં ત્રણ અઠવાડિયા રાખ્યા પછી રીહેબમાં મુક્યો,પોતાની નોકરી હતી ત્યાં જ રીહેબમાં ઉદયને રાખ્યો ,અને હોસ્પિટલ ,બાળકો અને નોકરી વચ્ચે અનિતા જાણે વેરાઈ ગઈ.

હવે મુંબઈ ઉદયના માબાપને કહેવા સિવાય છુટકો જ ન હતો ,અનિતાએ ફોન કરી પરિસ્થિતિ સમજાવી કે ઉદય હવે બધું ભૂલી ગયા છે લોહી સુકાય પછી સુધારો દેખાશે. એ અનિતાને ક્યારેક ઓળખતો પણ નહિ પરંતુ અનિતા રોજ પોતાના લંચ સમયે એની પાસે જતી. ઉદયના પિતા હરિભાઈ રોજ ફોન કરી સમજાવતા બેટા બધું બંધ કરી અહી આવી જાવ આપણું કામકાજ સરસ ચાલે છે ,અને એક દિવસ અનિતા એ કારમાં ગુજરાતી ગીત સાંભળ્યું.  

“આપણા મલકના માયાળુ માનવી,

માયા રે મેલીને વહ્યાં આવો મારા મેરબાન,

રિયોને આપણા મલકમાં હાલો ને આપણા મલકમાં”

અને કોણ જાણે કેમ બધું સમેટી પાછા જવાનો નિર્ણય અનિતાને આવી ગયો આમ પણ અનિતાને ઇન્ડીયામાં જ ગમતું પણ ઉદયને અહી વધારે ઉન્નત્તિ દેખાતી હતી,અને આજે ફરી પૂર્વ ની દિશા ના વાયરાએ એને ઇન્ડિયા જવા જગાડી.  

તે  દિવસ બાળકોને સમજાવતા કહ્યું  કે આપણે  ઇન્ડિયા જશું।

એ દિવસે અનિતા  હિંમત કરી રીહેબમાં ગઈ પણ કશું બોલ્યા વગર માત્ર ઉદયને જમાડી આવતી રહી, આખી રાત ઊંઘ ન આવી ,શું કરવું અને શું નહિ! પાછા જવાનું મન માનતું ન હતું ,આ અમારી કર્મભૂમિ છે, અમે બંને અહી કેટલા સપના સાથે આવ્યા હતા,ઉદય કેટલી મહેનત કરતો ,અહી અમારો પ્રેમ પાંગર્યો સફળતા અમે સાથે જોઈ ,ના એમ હું ઉદયને હારવા નહિ દઉં એણે એની ફેન્ડ જીનીને વાત કરી જીનીએ સમજાવી.

તારું દિલ શું કહે છે તે કર! હું તને મારેથી બનતી મદદ કરીશ ,આમ પણ હમણાં મારી પાસે નોકરી નથી હું તારા બાળકોનું ધ્યાન રાખીશ,બસ મને તારી સાથે રહેવાની જગ્યા આપ તો સારું,અને અનિતાને જાણે રસ્તો સુજી ગયો.  

ઇન્ડિયા ફોન લગાવ્યો અને કહ્યું હવે બધું સારું છે ચિંતા ન કરશો ડૉ કહે છે, ઉદય જલ્દી સારો થઇ જશે.અને અનિતા બીજા દિવસથી કામ કરવા મંડી પડી,એની મિત્ર જેની એને મદદ કરતી ક્યારેક બાળકોને ભણાવતી તો ક્યારેક ઘર સાફ કરતી ,પણ અનિતાને અચૂક રીહેબ મોકલતી,આવા અજાણ્યા દેશમાં જીની એન્જેલ બની આવી ,વારતહેવારે ખાવાનું બનાવતી,બળકો પણ એની સાથે સરસ ગોઠવાય ગયા.ક્યારેક કામને લીધે અનિતા મોડી આવે તો જીની બાળકોને ભણવામાં મદદ કરાવતી અને બાળકોને સાચવતી ,આમ કરતા વર્ષ થવા આવ્યું પગાર સારો મળવા લાગ્યો,અનિતા પ્રગતી કરવા માંડી પણ ઉદયની તબિયત ન સુધરી એ વધારે ને વધારે ઉઘમાં જ રહેતો અનિતાની નોકરીમાં ઇન્સ્યોરન્સ હતો એટલે દવા ના ખર્ચને પહોચી વળતી,હવે એણે જીનીને બાળકોની કેર ટેકર બનાવી અને પરાણે પગાર આપતી જેથી એ ઉદય પાસે જઈ શકે, ઠંડીના દિવસોમાં પણ ઉદયને જમાડવા પોહચી જતી એ જાણતી હતી કે ઉદયને ત્યાનું જમવાનું નહિ ભાવે! ક્યારેક  કામ પતાવી  સાંજે પણ જતી

જો ઉદય હું શું લાવી છું? જમાડતા એને એના પ્રોજેક્ટની ફાઈલ દેખાડતી,

ઉદય વાતો કરતો પણ પ્રોજેક્ટ યાદ ન આવતા અંતે અનિતા નિરાશ થઇ જતી

એક દિવસ જીની કહે એકાદ દિવસ ઘરમાં બાળકો સાથે રહે ,તને થોડા બદલાવની જરૂર છે

ના ના હું બરાબર છું,ઉદયને જોઉં પછી મને શાંતિ થાય છે

બાળકો ડેડીના સમાચાર પૂછતા

હવે અનિતાને રીહેબમાં જવાનો નિત્યક્રમ બની ગયો.

હોસ્પીટલમાં લંચ સાથે કરવાનું વાતો કરવાની ઉદયને જુની વતો કહી બધું યાદ કરાવવાનું ,જાણે એની જિંદગી આજ થઇ ગઈ,તે દિવસે તેણે ડૉ ને કહ્યું કે ઊંઘની દવા બંધ કરીએ તો કેમ ?

ડૉ કહે હા આજે પ્રયોગ કરીએ ,અને થોડી શરૂઆત કરશું! જેથી અવળું ન પડે

અનિતાને તે દિવસે મીટીંગ હતી,ઓફિસમાં પોતે નવા પ્રોજેક્ટ પર કામ કરતી હતી અને જમવાનો સમય થઈ ગયો હતો, આજે ઉદય ઊંઘમાં નહિ હોય તો મારી ઉદય રાહ જોતો હશે એ ચિંતામાં અનિતા થોડી ટેન્સ થઇ ગઈ ,પ્રોજેક્ટની રજૂઆત કરતા પોતાનું સતત ધ્યાન ઘડીયાળ પર હતું ,બધાને આજે અનિતાનું વર્તન અજુગતું લાગ્યું પણ અનિતા ઝટ મીટીંગ પતાવી રિહેબ તરફ જવા નીકળી, ગાડીમાં બેઠી પણ આજે આટલું નજીક રીહેબ જાણે દુર લાગ્યું, કોણ જાણે કેમ આજે જ બધા સિગ્નલ એને આડા આવ્યા,તેમ છતાં સાવચેતીથી ગાડી ભગાવતી અનિતા રીહેબ પહોંચી ગઈ અને લીફ્ટની રાહ ન જોતા દાદર ચડી ગઈ ,એ જાણતી હતી ઉદય કદાચ ખાધા વગર બેઠો હશે.આમ પણ માંદગીમાં ઉદય બાળક જેવો થઇ ગયો છે.

રૂમમાં દાખલ થતા એણે ઉદયને ન જોયો!

અનિતાના દિલમાં ફાડ પડી ,ઉદય ક્યાં ? કઈ થયું નહિ હોય ને ? અને બહાર નર્સને પૂછ્યું ઉદય ક્યાં છે ?

નર્સ કહે એ ખુબ સારા મૂડમાં છે જોઓં ત્યાં બધા સાથે ડાઈનિંગ રૂમમાં  

અને અનિતા આંખમાં આંસુ સાથે જોઈ રહી.

બાજુમાં ડૉ ઉભા હતા એમણે કહ્યું તમે આટલો સ્ટ્રેસ કેમ લ્યો છો ? તમે માંદા પડશો તો કોણ બાળકોનું ધ્યાન રાખશે ?

એકાદ દિવસ ન આવો તો ચાલે ! આમ પણ એને ક્યાં યાદ રહે છે કે તમે કોણ છો ?

અનિતા  બોલી પણ મને તો યાદ છે કે એ મારા પતિ ઉદય છે એને મારી જરૂર છે!

પ્રજ્ઞાજી –પ્રજ્ઞા દાદભાવાળા

 

વાર્તારે વાર્તા (૬) રોહીત કાપડીયા

Posted on November 20, 2015 by vijayshah

પ્રેમ અને વિશ્વાસ

ઉદય હવે અમેરિકાનો સીટીઝન થઈ ગયાં પછી નિશ્ચિંત થઈ ગયો, એમ તો ખુબ સારું ભણેલો અને ઉદય એક સ્ટાર્ટ અપ  કંપનીમાં  સારા હોદા પર કામ કરતો હતો. પગાર પણ સારો હતો, પણ નોકરી કરતાં પોતાની પણ એક સ્ટાર્ટ અપ કંપની હોય તેવું સ્વપ્ન રોજ સેવ્યું હતું. જે પૂરું કરવાનો સમય આવી ગયો. પોતાની પત્ની અનિતાને આ વાત કરી. અનિતાએ તેને પ્રોત્સાહન આપતાં કહ્યું”હા ઉદય તું કૈંક નવું કર આમ પણ મને કામ પર પ્રોમોશન મળ્યું છે, માટે ઘરની જિમ્મેદારી આપણાંથી ઝીલાશે. અને ઉદયે પોતાનીનોકરી છોડીને સ્ટાર્ટ અપમાં ઝંપલાવ્યું. હવે ઘર ચલાવવાનો બધો જ ભાર અનિતા પર આવ્યો. ઉદય તો એકદમ વ્યસ્ત રહેવા લાગ્યો. એક તરફ પ્રોજેક્ટ તૈયાર કરવાનો બીજી તરફ ટીમ સાથે કામ લેવાનું, અને સાથે સાથે VC ને ફંડિંગ માટે મળવાનું. અનિતાને તેની નોકરી સંભાળવાની અને સાથે સાથે છોકરાને ભણાવવાના, અને તેમની પ્રવૃતિઓમાં મુકવા જવાના, લેવા જવાના વગેરે કાર્યોમાં તે પણ વ્યસ્ત રહેવા લાગી. તેવામાં આ વાતે જુદો વળાંક લીધો અને અમેરિકાની ઇકોનોમી ખરાબ થઈ અને ચારે તરફ લોકોની નોકરી જવા લાગી અને તેમાં ફંડિંગ ની તો વાત જ જવા દયો.

ઉદય રોજ વિચાર કરતો હવે શું ?અને અનિતા પણ મુંઝાણી.

મંદીના દોરમાં નવી કંપનીનું ચાલવું તો મુશ્કિલ જ હતું, પણ નોકરી યે સહેલાઈથી મળી શકે એમ ન હતું. ઘણી જગ્યાએ નોકરી માટે પ્રયત્નો કર્યા પછી પણ કંઈ જ પતો ન ખાધો. ઉદય મનોમન મુંઝાવા લાગ્યો. પોતાનું સ્ટેટસ ભૂલી જઈ જે  મળે તે કામ સ્વીકારી લેવાનું નક્કી કર્યું. ખેર ! કુદરત જાણે સાથ ન આપતી હોય તેમ એમાં યે એને સફળતા ન મળી. અનિતાની કમાઈ પર જીવવું પડતું હોવાથી એ અકળાઈ જતો. તેની આ મૂંઝવણ, આ અકળામણ ક્યારેક અનિતા પર ગુસ્સા રૂપે બહાર નીકળતી. જો કે અનિતા તો ખામોશ જ રહેતી. અનિતાની ખામોશી, વગર વાંકે સજા સહી લેવાની એની રીત એને અંદરથી પારાવાર પસ્તાવો કરાવતી. અનિતા તો એ જ પ્રેમથી એનું ધ્યાન રાખતી, છોકરાઓને સંભાળતી, ઘરકામ અને રસોઈ કરતી ને સાથે સાથે નોકરી પણ કરતી. અનિતાને દિવસ ટૂંકો પડતો અને ઉદયને માટે એક એક પળ યુગ જેવી બની જતી. અનિતાને ઉદયની મનોસ્થિતિનો ખ્યાલ હતો ને એથી જ એ અપાર પ્રેમ દ્વારા એનામાં હિંમત ભરતી. અધુરામાં પૂરું, નાનકડી બીજલ બીમાર પડી. હોસ્પિટલમાં યોગ્ય સારવાર મળતાં સાજી તો થઈ ગઈ .બચાવેલી મૂડીને કારણે વાંધો તો નહીં આવ્યો, પણ છૂટથી પૈસા ખર્ચવાનું હવે મુશ્કિલ થતું. આપત્તિનો આ દોર લંબાતો જ ચાલ્યો. આવી વિકટ પરિસ્થિતિમાં પણ અનિતા જરાયે ડગી નહીં. દિવસભરની વ્યર્થ દોડભાગ, સતત માનસિક ચિંતા અને રાતનાં ઉજાગરાઓએ ઉદયની જિંદગી ઝેર જેવી બની ગઈ હતી. એ સહનશક્તિ ગુમાવી બેઠો.તેને આપઘાત કરવાનો નિશ્ચય કરી લીધો.અનિતા કામ પર ગઈ અને બાળકો શાળાએ ગયા પછી એણે જિંદગીથી કંટાળીને એ આપઘાત કરે છે ને એનાં મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી એવી ચિટ્ઠી પણ લખી નાખી. બીજી એક ચિટ્ઠીમાં અનિતાની માફી માંગી અને બાળકોને પ્યાર આપવાની વાત પણ લખી નાખી.બંને ચિટ્ઠી યોગ્ય જગ્યાએ મુકવા તે ઉભો થયો. અચાનક તેની નજર અનિતાની ડાયરી પર પડી. અનિતાને રોજની ડાયરી લખવાની ટેવ હતી. ચિઠ્ઠી મુકવા એણે ડાયરી ખોલી ને કોને ખબર કેમ પણ મરતાં પહેલાં અત્યારના હાલત વિષે અનિતા શું લખે છે તે જાણવાની ઈચ્છા થઈ.ડાયરી ખોલીને એણે વાંચવાનું ચાલુ કર્યું —–

સ્વર્ગનાં દેવતાને પણ ઈર્ષ્યા આવે એ રીતે અમારો સંસાર ચાલી રહ્યો હતો. ખેર ! કદાચ સુખની માત્રા હદથી વધી ગઈ હશે અને તેથી દુઃખ આવ્યું. મને  દુખના આ સમયનો પણ વાંધો નથી. જો કે દુઃખનો દોર થોડો લાંબો ચાલ્યો છે, પણ મને મારા ભગવાનમાં વિશ્વાસ છે.મારામાં વિશ્વાસ છે અને સહુથી વધારે તો ઉદયમાં વિશ્વાસ છે. જિંદગીમાં પ્રથમવાર આવી કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે તેથી તે થોડા ડગી ગયા છે, પણ મને વિશ્વાસ છે એ જરૂર કોઈ એવી એપ શોધી કાઢશે જેમાં પૈસાનું રોકાણ મામુલી હશે અને વળતર અનેક ઘણું હશે. આ તબક્કે એમને કોઈ સલાહ સૂચન નથી આપતી પણ એ જરૂરથી રસ્તામાં અવરોધ રૂપ બનેલાં પથ્થરને ઉપર ચઢવાની સીડી બનાવી દેશે. આપત્તિનાં આ કાળમીંઢ અંધકારને ચીરીને આકાશભર ઉજાસ લાવશે. ફરી એક વાર અમારી જિંદગીમાં બહાર આવશે. દુઃખ પછીનું સુખ વધારે મીઠું હોય છે. બસ આ મીઠાસભર્યા દિવસો જલ્દી આવે એ જ પ્રભુને પ્રાર્થના.

વાંચતા વાંચતા ઉદયની આંખો ભીની થઈ ગઈ. તેને પોતે કરેલા આપઘાતનાં વિચાર પર દુઃખ થયું. ઉદય થઈને એ અસ્તનો વિચાર કેવી રીતે કરી શકે ? દેવી સ્વરૂપ પત્ની હોવા છતાં એ કેમ ઢીલો પડી ગયો ? કેટલું સરસ સૂચન છે કે કોઈ એવી એપ બનાવું જેમાં રોકાણ અલ્પ હોય અને વળતર ઝાઝું હોય. બસ હવે તો એવી એપ બનાવીને જ જંપીશ. ડાયરી ઉંચે મૂકી દઈ એણે લખેલી ચિટ્ઠીનાં ટુકડેટુકડા કરી નાખ્યાં. ચાવીથી ઘર ખોલીને ઘરમાં પ્રવેશતા જ અનિતાએ હસતા હસતા કહ્યું “શું ફાડી નાખ્યું? આજે તો કંઈ બહુ ખુશ દેખાવ છો ? ” ઉદયે કહ્યું ” અનુ,નિરાશાનાં વાદળને ચીરી નાખ્યું છે.હવે તો ફરી પછી સુખની વર્ષા લાવીને જ જંપીશ. ” અને અનિતાનો હાથ, હાથમાં લઈ ગણગણવા લાગ્યો —

તેરા સાથ હે તો હે જિંદગી —-અનિતાને આ પરિવર્તન સમજાયું નહીં પણ એણે સાથ પુરાવતા કહ્યું ” તેરા પ્યાર હે તો હે બંદગી —–

રોહીત કાપડિયા

 

વાર્તા રે વાર્તા(7)જયવંતી પટેલ

 

Posted on November 22, 2015 by Pragnaji

ઉદય હવે અમેરિકાનો સીટીઝન થઇ ગયા પછી નિશ્ચિત થઇ ગયો. એમ તો ખૂબ સારું ભણેલો અને એક સ્ટાર્ટ અપ કંપનીમાં સારા હોદા ઉપર

કામ કરતો હતો. પણ નોકરી કરતા પોતાની પણ એક સ્ટાર્ટ અપ કંપની હોય તેવું સ્વપ્ન રોજ સેવ્યું હતું જે પૂરું કરવાનો સમય આવી ગયો, પોતાની પત્ની અનીતા ને આ વાત કરી અને અનિતાએ તેને પ્રોત્સાહન આપતા કહ્યું,

” હા ઉદય, તું કંઈક નવું કર. આમ પણ મને કામ પર પ્રોમોશન મળ્યું છે માટે ઘરની જીમેદારી આપણાથી જીલાશે.” અને ઉદયે પોતાની નોકરી છોડીને સ્ટાર્ટ અપ માં ઝંપલાવ્યું. હવે ઘર ચલાવવાનો બધોજ ભાર અનીતા ઉપર આવ્યો. ઉદય તો એકદમ વ્યસ્ત રહેવા લાગ્યો. એક તરફ પ્રોજેક્ટ તૈયાર કરવાનો, બીજી તરફ ટીમ સાથે કામ લેવાનું અને સાથે સાથે VC ને ફંડિંગ માટે મળવાનું. અનીતાને તેની નોકરી સંભાળવાની અને સાથે સાથે છોકરાને ભણાવવાના, અને તેમની અનેક પ્રવૃતિમાં મુકવા જવાના, લેવા જવાના વગેરે કાર્યોમાં તે પણ વ્યસ્ત રહેવા લાગી. તેવામાં આ વાતે જુદો વણાંક લીધો અને અમેરિકાની ઈકોનોમી ખરાબ થઇ અને ચારે તરફ લોકોની નોકરી જતી રહી અને તેમાં ફંડિંગની તો વાત જ જવા દ્યો. ઉદય રોજ વિચાર કરતો – હવે શું ? અનીતા પણ મુંજાણી ,,,,,,,,,,,,,

એવામાં એક દિવસ ટેક્સાસથી રમેશભાઈનો ફોન આવ્યો. કહે હું કેલીફોર્નિયા આવવાનો છું મારે મારી મોટેલની દેખભાળ માટે આવવું પડશે. આ વખતે તમારે ત્યાં જ સીધો આવીશ. ગયે વખતે ન્હોતું અવાયું તો તમો બન્નેને ઓછું આવ્યું હતું એટલે આ વખતે નક્કી કર્યું છે કે તમારે ત્યાં જ રહીશ. અઠવાડિયા પછી રમેશભાઈ આવ્યા. આ વખતે તેમને ઉદય અને અનીતાનો ઉત્સાહ કંઈક મુંઝાયેલો લાગ્યો – બધું જ કરતાં હતા પણ તેમાં જાન ન્હોતો. આખરે તેમણે પૂછી જ નાખ્યું !! ઉદય અને અનિતાએ તેમને માંડીને વાત કરી.

થોડી વાર રમેશભાઈ કંઈ ન બોલ્યા પછી કહે આ સ્ટાર્ટ અપ કંપની વિશે હું બહુ ન જાણું પણ એટલું જરૂર કહીશ કે હિંમત કેમ હારી જાવ છો? કોઈ પણ નવો ધંધો શરૂ કરતી વેળા દરેકને આવીજ દ્વિગ્ધા થતી હશે. એ સમજ પડે તેવી વાત છે પણ અર્જુનની જેમ લક્ષ કદી ચૂકવું નહિ. ગમે તેટલી મુસીબતો કેમ ન આવે !! ઉદય તું હોંશિયાર છે તું કામચલાવ બીજી નોકરી શોધી લે. તેમાંથી હપ્તા ભરવાનાં ચાલુ કરો. અનીતા, તું જેમ હિંમતથી ઘર ચલાવે છે તેમ ચાલુ રાખ. ઉદયને તારા પૂરા સાથની જરૂરત છે તમે બન્ને સંપીને જો કંઈ કરશો તો એકબીજાના પૂરક બની રહેશો અને તેમાં ખૂબ બળ હોય છે. ઉદય, તને નોકરી જલદી તારા ક્ષેત્રમાં ન મળે તો બીજી ગમે તે નોકરી અપનાવી લે અને ક્યાંય મેળ ન પડે તો મારી મોટેલ તો છે જ. ત્યાં ચાલુ થઇ જા. મારે મોટેલના પગાર અને એકાઉનટ્સ કરવાના જ હોય છે ઉપરાંત ડેસ્ક ક્લાર્ક પણ હેરાન કરે છે તો તેની જવાબદારી તું માથે લઇ લે. તારો પગાર ચાલુ થઇ જશે અને તને વિચાર કરવાનો વખત પણ મળી જશે. એમ હિંમત હારી ન જવાય! ઉદય, તું તો મારા નાના ભાઈ જેવો છે અને તને તારા કામમાં પૂર્ણ વિશ્વાસ હોય તો લે ને પૈસા હું આપું ! તારે VC ની મદદ નહી લેવી પડે. તું તારે આગળ વધ.

ઉદય અને અનીતા તો એકબીજા સામે જોઈ જ રહયા એમને એમ લાગ્યું કે ભગવાને જ કોઈ ફરીસ્તાને સંદેશ લઇ મોકલ્યા છે. બન્ને રમેશભાઈ પાસે આવી બેઠા. અને પૂછ્યું, ” રમેશભાઈ, સાચે જ તમે ઉદયને તમારી મોટેલમાં કામ કરવા દેશો ?” રમેશભાઈએ હા પાડી અને તરત બધું સમજાવા બેસી ગયા. બીજે દિવસે તેઓ ઉદયને અને અનીતાને તેમની મોટલ ઉપર લઇ ગયા – મોટેલ ફ્રેન્ચાઈઝ હતી અને સારી કમાણી કરતી હતી. ઉદયે કરોળિયાની વૃતિ અપનાવી. તેને વિશ્વાસ હતો કે એ જે વિચારે છે તે એક દિવસ જરૂર ફળીભૂત થશે એટલે રમેશભાઈની મોટેલના એકાઉનટ્સ અને બીજી જવાબદારી માથે લઇ લીધી, એક મિત્રની મદદથી ડેસ્ક કલાર્કની જગ્યા પૂરી અને તેણે એકાઉનટ્સ નું કામ જારી રાખ્યું. સાઇડમાં તેના વેન્ચર એટલે કે સાહસને પણ ચાલુ રાખ્યું તેના સાહસને બે એક વર્ષ તો આપવા જ પડશે પછી જ કંઈક પરિણામ વરતાશે. પણ મનને ટેકો મળી ગયો.

જીવનમાં અનુકુળ સંજોગોમાં તો ગમે તે માનવી કામ કરી આગળ વધી શકે પણ કપરાં સંજોગોમાં હિંમત રાખી, ધ્યેયને સાર્થક બનાવવું એ એક તટસ્થપણાની નિશાની છે. ઈકોનોમી બગડી ગઈ તો શું થયું !! તેનો ઉપયોગ બીજી રીતે કરીશ. અર્થ વ્યવસ્થા સુધરે નહી ત્યાં સુધી ખુબ ઝીણવટ પૂર્વક કામ કરવું પડશે પણ મને મારામાં વિશ્વાસ છે કે હું ફળીભૂત થઈશ જ. પહેલાં જે મોટા પાર્ટ્સ બનાવવા વિચારતો હતો તે માંડી વાળી નાના પાર્ટ્સ બનાવીશ અને કંપની સફળ બનશે ત્યારે મોટા પાર્ટ્સ નો વિચાર કરીશ. ઉદયે મનોમન નિશ્ચય કરી લીધો – અને જયારે તમે વિશ્વાસપૂર્વક, હિંમતથી આગળ વધવા માંડો ત્યારે ઉપરવાળો પણ સાથે આવી ઉભો રહે છે – પેલી કહેવત છે ને,” હિંમતે મર્દા તો મદદે ખૂદા.”

જયવંતી પટેલ

 

 

વાર્તા રે વાર્તા-8-દર્શના વારિયા નાડકર્ણી

Posted on November 25, 2015 by vijayshah

ઉદય હવે અમેરિકાનો સીટીઝન થઈ ગયાં પછી નિશ્ચિંત થઈ ગયો, એમ તો ખુબ સારું ભણેલો અને ઉદય એક સ્ટાર્ટ અપ કંપનીમાં સારા હોદા પર કામ કરતો હતો. પગાર પણ સારો હતો, પણ નોકરી કરતાં પોતાની પણ એક સ્ટાર્ટ અપ કંપની હોય તેવું સ્વપ્ન રોજ સેવ્યું હતું. જે પૂરું કરવાનો સમય આવી ગયો. પોતાની પત્ની અનિતાને આ વાત કરી. અનિતાએ તેને પ્રોત્સાહન આપતાં કહ્યું”હા ઉદય તું કૈંક નવું કર આમ પણ મને કામ પર પ્રોમોશન મળ્યું છે, માટે ઘરની જિમ્મેદારી આપણાંથી ઝીલાશે. અને ઉદયે પોતાનીનોકરી છોડીને સ્ટાર્ટ અપમાં ઝંપલાવ્યું.

હવે ઘર ચલાવવાનો બધો જ ભાર અનિતા પર આવ્યો. ઉદય તો એકદમ વ્યસ્ત રહેવા લાગ્યો. એક તરફ પ્રોજેક્ટ તૈયાર કરવાનો બીજી તરફ ટીમ સાથે કામ લેવાનું, અને સાથે સાથે VC ને ફંડિંગ માટે મળવાનું. અનિતાને તેની નોકરી સંભાળવાની અને સાથે સાથે છોકરાને ભણાવવાના, અને તેમની પ્રવૃતિઓમાં મુકવા જવાના, લેવા જવાના વગેરે કાર્યોમાં તે પણ વ્યસ્ત રહેવા લાગી. તેવામાં આ વાતે જુદો વળાંક લીધો અને અમેરિકાની ઇકોનોમી ખરાબ થઈ અને ચારે તરફ લોકોની નોકરી જવા લાગી અને તેમાં ફંડિંગ ની તો વાત જ જવા દયો.

ઉદય વધારે ને વધારે નાસીપાસ થવા લાગ્યો। ઉદયને ડીપ્રેસન થવા લાગ્યું અને ઘર અને બાળકો તરફ તેનું ધ્યાન અને તેનો રસ ઓછો થવા લાગ્યો. પોતાના વિચાર વમળ માં ગોથા ખાતો ઉદય ઘરકામમાં વધારે મદદરૂપ થવાને બદલે ઓછો ધ્યાન આપવા લાગ્યો. ધીમે ધીમે ઉદય તરફ અનીતા ની કડવાશ પણ વધવા લાગી અને બંને વચ્ચે ખુબ વિખવાદ થવા લાગ્યો. એક બે વખત સારી તક પણ નજર સામે આવી. એક સબંધીએ કહેવડાવ્યું કે તેમની મોટેલ છે તેમાં ઉદય મેનેજર તરીકે કામ કરી શકે તો ઉદય અને અનીતાને પણ રાહત મળશે અને તેમની મોટેલ સચવાઈ જશે. અનિતાએ તે કામ લેવા માટે ઉદયને ખુબ પ્રોત્સાહન આપ્યું પણ ઉદય સાંભળવા પણ તૈયાર ન હતો.

ઉદયને ના મન ઉપર એકજ ભૂત સવાર હતું કે તે સ્ટાર્ટ અપ કંપની માં મોટો CEO થવાનો છે. તેમાં અનીતા તેને આવા નાના મોટા કામ લેવા માટે દબાણ કરતી હતી તે તેને ખુબ ખુચવા લાગ્યું. જેમ જેમ ઉદયને લાગ્યું કે તેની પત્ની નો તેના સ્વપ્નમાં સહકાર નથી તેમ તેમ ઉદય ને વારંવાર નાની મોટી બાબત ઉપર અનીતા ઉપર ગુસ્સો આવવા લાગ્યો. આ તરફ જેમ જેમ ઉદય નો ઘર ચલાવવામાં સહકાર ઓછો થતો ગયો તેમ તેમ અનીતા પણ ઉદય ઉપર નાની મોટી બાબત ઉપર નારાજી દર્શાવતી અને ગુસ્સો કરતી. ઉદય રાત્રે બે વાગ્યા સુધી ટીવી જોતો સોફા ઉપર પડ્યો રહેતો અને ત્યાજ સુઈ રહેતો। સવારે વહેલા ઉઠી છોકરાઓને તૈયાર કરતી અનીતા તેને જોઇને બુમાબુમ કરી ઉઠતી। આ રોજની કટકટ અને આર્થીક મુશ્કેલીની અસર બાળકો માં પણ વર્તવા લાગી. તેવામાં મદદરૂપ થવાને બહાને ઉદયના મમ્મી અને પપ્પા આવ્યા. તેઓ અનીતાને મદદ તો કરતા પણ તેમના દીકરા વહુની આ નવી જીવન શૈલી સમજી શક્યા નહિ. દીકરો ઘરે નાસીપાસ બેઠો રયે અને વહુ કામે જાય અને પછી વાસણ ન વિછાર્યા બદલ દીકરા ઉપર જેમ આવે તેમ બોલે તેમાં તેને અનીતાનો જ વાંક દેખાવા લાગ્યો. તેમને પણ લાગવા લાગ્યું કે જો અનીતા નો સાથ હોત તો તેમનો IIT માં ભણેલ દીકરો કોઈ ઊંચા હોદ્દા ઉપર હોત. અનીતાનો ગુસ્સાનો પણ પર ન રહેતો.

તેવામાં એક દિવસ અનિતાએ ઉદયને કૈક કામ ચીંધ્યું। ટીવી જોતા જોતા ઉદયે હોંકારો તો આપ્યો પણ કામ માટે ઉભો થયો નહિ અને બીજીજ મીનીટે અનિતાનું છટક્યું. તે કમરે હાથ મૂકી ઉદય પાસે આવી ને ચિલ્લાવા લાગી “ઉદય તું ઉભો થાય છે કે નહિ”. ઉદય “નહિ થાવ ઉભો, જા, શું કરી લઈશ તું”. અનીતા: “ઉદય હવે હું બિલકુલ આ ચલાવી નહિ લઉં હવે તો હદ આવી ગઈ છે”. ઉદય: હદ તો મારી પણ આવી ગઈ છે અને ઉદયે ત્યાજ પ્લેટફોર્મ ઉપર પડેલું ચાકુ હાથમાં લીધું અને અનીતા ઉપર છલાંગ મારી. અનીતા ખસી ગયી અને ઉદય પ્લેટફોર્મ સાથે અથડાણો, અને ચાકુ તેની છાતી માં ઘુસી ગયું. તેના મમ્મી પપ્પા ઉદય ઉદય કરીને દોડ્યા અને મીનીટોમાં ઉદયે છેલા સ્વાસ લીધા. ઉદયના માં બાપનું હૈયાફાટ રુદન થયું અને સાથે સાથે તેમણે અનીતાને કહ્યું “હત્યારી છેલ્લે અમારા છોકરાનો જીવ લઈને રહી. તુરંત અમ્બુલંસ અને પછી પોલીસ ની પધરામણી થયી. ઉદયના મમ્મી પપ્પાએ અંદરો અંદર કૈક તુરંત વાત કરી અને પછી પુછતાછ દરમ્યાન બધાયે પોતાનું બયાન આપ્યું.

થોડા સમયમાં પોલીસે કેસ જોડ્યો અને અનીતા ઉપર ઉદયની હત્યાનો આરોપ આવ્યો. તેના સાસુ સસરાએ બયાન આપ્યું કે રોજ ઉદય અને અનીતા ના ઝઘડા ચાલતા અને અનિતાની ટકોરનો પાર નતો અને તેના ગુસ્સા ઉપર તેને બિલકુલ કાબુ નતો. તેમણે કહ્યું કે તે દિવસે પણ તેઓ તેમના ઝઘડા સાંભળતા હતા પરંતુ રસોડાની દીલ્વાલની બીજી તરફ હોવાથી શું બન્યું તે તેમણે જોયું નતું। પરંતુ અનીતાને બોલતા સાંભળેલ કે “હવે તો હદ આવી ગયી છે અને હું આ ચલાવી લઇ નહિ લઉં”. અનિતાએ ખુબ આજીજી કરી કે તમે ત્યાજ ઉભા હતા અને શું બન્યું તે તમે જોયેલ છે પણ તેના સાસુ સસરાએ કઈ પણ જોયું હોવાની ઘસીને ના પાડી। કેસ આગળ ચાલે તે દરમ્યાન અનીતા ને કેદ ફરમાવામાં આવી. ઉદયના મમ્મી પપ્પા તૂટેલા હૃદયે ભારત પાછા ફરવાની તયારી કરવા લાગ્યા અને તેમણે બાળકોને તેઓની જોડે જવા માટે સમજાવ્યા। મમ્મી કેદમાં હોય ત્યારે ભારત પાછા જવાની બંને બાળકોએ ના પાડી અને દાદા દાદી ભારત પાછા ફર્યા. સત્તર અને અઢાર વર્ષના અમી અને આલોક એકલા રહેવા લાગ્યા.

તેવામાં એક દિવસ આલોક ટીવી ના વાયર ઠીક કરવા માટે ટીવી પાછળ ગયો અને તેને ત્યાં કૈક નવા મશીન જેવું દેખાયું. તે કાઢીને જોવા લાગ્યો. અમી બોલી “અરે અલોક આતો ટેપ જેવું લાગે છે, ચાલ આપણે જોઈએ શું છે. ઉદયને લાગેલું કે આલોક કોઈ ખરાબ સોબત માં પડ્યો હોય તો તેની ઉપર નજર રાખવા તેણે સીક્રેટ ટેપ મુકેલી. અમી અને આલોક જોવા લાગ્યા અને પછી તેમણે તુરંત તેમની મમ્મીના વકીલ ને ફોન લગાવ્યો. સીટીંગ રૂમમાં ચાલતું ટીવી રસોઈ કરતા કિચન માં પણ દેખાય તેમ મુકેલું અને અર્ચના અને ઉદય વચ્ચે બનેલી પૂરી ઘટના ટેપ થઇ ગયેલ. વકીલ ભાઈએ આવી ને ટેપ જોઈ અને તુરંત તેને કોર્ટ માં પુરાવા તરીકે રજુ કરી અને તેના આધારે અર્ચના ને કોર્ટે બેગુનાહ સાબિત કરીને તેને કેદ માં થી મુક્ત કરી.

નીતાએ ઘરે આવતાજ બંને છોકરાઓને બથમાં લીધા અને બધા હર્ષના આંસુ સાથે ચોધાર રડ્યા. પછી અનીતાર્એ કહ્યું “હવે તમને મારે મુખ્ય વાત કહેવાની છે. મને કેદમાં વિચારવાનો ઘણો સમય મળ્યો છે અને હું તમને થોડી વાત કહેવા માંગું છું. પહેલી વાત તો એ કે ક્યારે પણ રોષ માં આવી ને જેને આપણે પ્યાર આપ્યો હોય તેને ક્યારેય અજુગતું કઈ કહેવાનું નહિ. એકવાર બોલેલા શબ્દો પાછા લઇ શકતા નથી અને ગુસ્સામાં બોલેલા શબ્દો એટલે સામા પક્ષને ગુસ્સો વ્યક્ત કરવાનું આમંત્રણ આપવા સમાન છે. આપણી જિંદગીમાં જે કઈ બન્યું તેમાં તમારા ડેડી સાથે મારો પણ વાંક હતો. બીજું, તમે હમેશા યાદ રાખશો કે તમારા ડેડી તમારી બંને ઉપર ખુબ ખુબ પ્રેમ કરતા હતા અને તમે બંને અમારી વચ્ચે ના પ્રેમ નું પરિણામ છો. અને આખરે એ પણ ધ્યાન રાખશો કે જિંદગીમાં સપના તો સેવવા જ જોઈએ. પણ સપના સેવતા પછી એ સપના સાકાર કરવાની લાલચમાં બીજું બધું અવગણી ને તમારી ફરજ નિભાવવાની હોય તે ભૂલવાની નહિ. એ ફરજ નિભાવતા ક્યારેક સપનાને બાજુ ઉપર મુકવા પડે તો તે માટે તુરંત ત્યાર રહેવું.” આટલી બધી વાતો સાંભળીને આલોક બોલ્યો “તો વ્હાલી મમ્મી, હવે તુજ બોલ, મારું સપનું છે કે હું એન્જીનીઅર બનું પણ હવે ઘર માટેની જવાદારી તો મારી જ ગણાય ને અને મારી ફરજ છે કે મારું સપનું મૂકી ને હું મારી જવાબદારી નિભાવું, તેમાં તારું શું કહેવું છે?” અનીતા કહે, “આલોક હવે તારી મમ્મી અહી છે અને મમ્મી ની તો માત્ર ફરજ જ નથી કે તે બાળકોના સપના પુરા કરે, પણ બાળકોના સપના સાકાર થાય તે તો મમ્મી નું મોટું સપનું પણ છે. તું એન્જીનીઅર બનીશ એ તો મારું મોટું સપનું છે. બેટા મારું સપનું સાકાર કરીશ ને?” અમી કહે, “કરશેજ ને? હવે તો તે આલોકની ફરજ છે અને અમારી બંને ની ફરજ છે કે મમ્મી, અમે તારા સપના સાકાર કરીએ”.

 

 

 

વાર્તા રે વાર્તા ૯ –દિવ્યા સોની “દિવ્યતા”

Posted on November 26, 2015 by vijayshah

મિત્રતા નો ઉદય !  

ઉદય હવે અમેરિકાનો સીટીઝન થઇ ગયા પછી નિશ્ચિંત થઇ ગયો,એમતો ખુબ સારું ભણેલો અને ઉદય એક સ્ટાર્ટ અપ કંપનીમાં સારા હોદા ઉપર કામ કરતો હતો,પગાર પણ સારો હતો .પણ નોકરી કરતા પોતાની પણ એક ​સ્ટાર્ટ અપ ​કંપની  હોય તેવું સ્વપ્ન રોજસેવ્યું હતું,જે  પૂરું કરવાનો સમય આવી ગયો, ​પોતાની પત્ની અનિતા ને આ વાત કરી, અનિતા એ  તેને પ્રોત્સાહન આપતા કહ્યું

હા ઉદય તું કૈક નવું કર આમ પણ મને કામ પર પ્રમોશન મળ્યું છે.માટે ઘરની જીમેદારી આપણા થી જીલાશે. અને ઉદયે પોતાની નોકરી છોડીને સ્ટાર્ટ અપ માં ઝંપલાવ્યું.  હવે ઘર ચલાવવાનો બધોજ ભાર અનીતા ઉપર આવ્યો.  ઉદય તો એકદમ વ્યસ્ત રહેવા લાગ્યો. એક તરફ પ્રોજેક્ટ  તૈયાર કરવાનો, બીજી તરફ ટીમ સાથે કામ લેવાનું, અને સાથે સાથે VC ને ફંડિંગ માટે મળવાનું.અનીતાને તેની નોકરી સંભાળવાની અને સાથે સાથે છોકરાને ભણાવવાના, અને તેમની અને પ્રવૃતિમાં મુકવા જવાના, લેવા જવાના વગેરે કાર્યોમાં તે પણ વ્યસ્ત રહેવા લાગી.  તેવામાં આ વાતે જુદો વણાંક લીધો અને અમેરિકાની ઈકોનોમી ખરાબ થઇ અને ચારે તરફ લોકોની નોકરી જતી રહી અને તેમાં ફંડિંગ ની તો વાત જ જવા દ્યો.

ઉદય રોજ વિચાર કરતો હવે શું ? અને અનિતા પણ મુંજાણી. આ કારમી મંદી માં ઉદય ની સ્ટાર્ટ અપ કંપની તો શું વર્ષો જૂની કંપનીઓય ફાડચામાં ઉતરી જાય એવો માહોલ જામ્યો હતો. બધા લોકો આ દિવસો વીતી  જાય એની રાહ જોતા દિવસો વિતાવી રહ્યા હતા. ઉદયની કંપનીમાં એની સાથે બીજા પંદરેક કર્મચારીઓ જેમાં મોટેભાગના એના જાણીતા મિત્ર કર્મચારીઓ હતા.ઉદય અને અનીતા બંને આ પરિસ્થિતિની નજાકતથી વાકેફ હતા. આગળ શું કરવું અને કેવી રીતે આ કંપની તથા પોતાની આર્થિક સ્થિતિ સંભાળવી એની ચિંતા તેમને રાત દિવસ રહેતી હતી. સારી વાત એ હતી કે બંને વચ્ચે ખુબજ સરસ મનમેળ હતો. બંને એકબીજા ના મનને ખુબ સારી રીતે સમજી શકતા હતા.

ઉદય અને અનીતા એ મળી ઘણા વિકલ્પો વિચારી જોયા. પહેલાં ઉદયે વિચાર્યું સ્ટાર્ટઅપ બંધ કરી જોબ માં લાગી જવું. અને મંદી વીત્યા બાદ ફરી નવી શરુઆત કરવી , પણ અનીતા ઉદય ને એમ પીછેહઠ ના કરવા સમજાવી  રહી. પછી તેમણે નાનો બીઝનેસ ચાલુ કરવાનું પણ વિચારી જોયું એમાં પણ જોખમ એટલુજ હતું. કેમકે તેઓની ધંધા વિષે ની જાણકારી ખુબ ઓછી હતી. અને ધંધો શરુ કરવા જંગી મૂડી રોકાણ કરવાની પણ જરૂર પડતી હતી.બીજી તરફ ઉદય જો સ્ટાર્ટઅપ રાખે તો એ કંપનીની ઓફીસના મકાન ના ખર્ચા પણ ખુબ રહેતા હતા. રોજ સવારથી સાંજ સુધી બંનેનું મગજ આજ સવાલોના જવાબો શોધવા મથતુ રહેતું.   

 એક દિવસ ઉદયે સાથી કર્મચારીઓ સાથે આ વિષયે ચર્ચા કરવાનું નક્કી કર્યું.બધા મિટિંગ રૂમ માં ભેગા થયા , બધા કર્મચારીઓ એકબીજા સાથે ખુબજ નજદીકી નાતો ધરાવતા હતા . હસી મજાકથી શરુ થયેલી મિટિંગ માં ઉદયે પોતાની વાતની શરૂઆત કરતા કહયું . મિત્રો આ ઈકોનોમી ના સમય માં મને આપણી  આ કંપની અને આપણા સૌનું ભાવી ધૂંધળું દેખાઈ રહ્યું છે. હું મારી રીતે કોઈ એવો રસ્તો શોધવાનું વિચારી રહ્યો છું જેમાં આપણે કંપની બંધ ના કરવી પડે અને આપણે આ મંદી નો સમય એકબીજાને સથવારે રહી પસાર કરી શકીએ.બધા કર્મચારીઓ આ વાત સાંભળી પહેલા તો મુંજાયા પણ પછી ઉદય ની નિખાલસતા અને મૈત્રી પર વારી ગયા.તેઓ બધા એક પછી એક સજેશન આપવા લાગ્યા. આ મિટિંગ લગભગ ત્રણેક કલાક ચાલી અને બધા મિત્રો એ મળી ને એક નિર્ણય લીધો કે આપણે સૌ કંપની નો ખર્ચ મિનીમમ કરીએ સાથે એક સાઈડ જોબ શોધીએ અને બાકીનો સમય કંપનીને જાળવી રાખવા તનતોડ મહેનત કરીએ.અને પગારમાં કંપની ને જે પ્રોફિટ થાય એના ટકા પ્રમાણે વહેંચી લઈશું નો પ્રસ્તાવ ઉદયેમુક્યો. બધાને આ વિચાર યોગ્ય તો લાગ્યો પણ છતાય ઉદયે સર્વ મિત્રો ને વિચારવા માટે એક અઠવાડીયાનો સમય ફાળવતા કહ્યું કે આ વિષયે ઘરે જઈ ચર્ચા કરો દરમ્યાન હું કેવી રીતે આ પ્લાન અમલ માં મૂકી શકાય નો સ્ટેપ બાય સ્ટેપ ડાયાગ્રામ  રેડી કરી રાખું.    

ઘરે જઈ જયારે ઉદયે આ વાત અનીતા ને કહી , અનીતા ને ઉદય ની નિખાલસતા અને ચોખ્ખાં મન પ્રત્યે આદર થયો. એણે પણ આ આઈડિયા ને વધાવી લીધો . અને બની શકે એ રીતે ઉદય ના કાર્ય માં સહકાર આપવા નો વાયદો કર્યો. બંનેની આંખોમાં આ અનિશ્ચિતતામાં પણ  અનોખી ચમક હસી રહી. બીજા અઠવાડિયે બધા કર્મચારીઓનો સહકાર મળતા ઉદયે પોતાનો પ્લાન બધાને જણાવ્યો કે આપણે કંપની ના મકાન ને જતું કરીશું એના બચતા પૈસા આપણને જે નવા પ્રોજેક્ટ મળે એમાં વાપરીશું. આપણી સર્વિસ ના પૈસા ઘટાડીશું. નાના નાના કામો પણ  કંપની ના નામે લઈશું. અને બધા પોતપોતાના સાઈડ જોબ ના કલાકો એવી રીતે ગોઠવીશું કે આપણી કંપનીને ૨૪ બાય ૭સપોર્ટ પૂરો પાડી શકીશું.બધા મિત્રો એકી બોલે આ પ્લાન સાથે સહમત થયી ગયા. બધા કર્મચારીઓ પાસે એક મહિનાનો સમય હતો બધાએ જોબ શોધી ને પોતાના ખર્ચાઓ મેનેજેબલ કરવાના હતા અને કંપનીના કામ માટે પુરતો સમય ફાળવી શકાય એવી વ્યવસ્થા કરવાની હતી. 

આગલાં મહિનાની એક તારીખ થી કંપનીનું મકાન આપી દેવાનું હતું બંધ એટલે સૌ પોતપોતાના કોમ્પુટર અને ઓફીસ ની બીજી જોઈતી અને વધારાની વસ્તુઓ પોતપોતાના ઘરે મુવ કરવાનું લીસ્ટ બનાવતા કામે લાગ્યા હતા.ઉદય પણ આવા કપરા સમય માં મિત્રોની આવી સમજણ અને તેઓનો અનેરો ઉત્સાહ જોઈ ધન્યતા અનુભવતો હતો.  

  એ મહિનો હેમખેમ પસાર થઈ ગયો. એકાદ બે કર્મચારીઓ ને છોડી બધા ને સાઈડ જોબ મળી ગઈ હતી. ઉદયે એ મિત્રો ને કંપની માટે જ સ્ટેન્ડ બાય  રેહવા જણાવ્યું અને કહ્યું અમે બધા જયારે બીજી નોકરીમાં બીઝી રહેશું ત્યારે તમે લોકો આ કંપની ના કામ સાંભળી લેજો.બધાની સહમતી એ આદરેલું આ કંપની બચાવવાનું કામ, આ ખંતીલા મિત્રોએ અઢી વર્ષ સુધી હસતે મોઢે ચલાવ્યું. જેમાં સર્વે કર્મચારીઓ જાણે એક કુટુંબ બનીને જીવ્યા કોઈ ક્યારેક કોઈના બાળકો સાચવી આપતું ને કોઈક ક્યારેક કોઈને શોપિંગ માં કે અન્ય કોઈ રીતે મદદ કરતુ. બધા જ અરસપરસ એક કુટુંબની જેમ રહ્યા અને મજબુત બન્યા. એકબીજા ની નાની નાની અગવડો દુર કરતા શીખ્યા. સમયે સમયે એકબીજાને કામ લાગતા થયા.જેવી મંદીની અસર ઓછી થઇ અને જ્યાં બીજી બંધ થયી ગયેલી તથા નવી   કંપનીઓ શરુ થવાના વિચારો કરતી હતી ત્યાં,  મંદીમાં પસાર થયેલી ઉદય ની કંપનીને કામ આપવા લોકો પડાપડી કરવા લાગ્યા. ઉદય ફરી બીઝી રહેવા લાગ્યો અને એણે ફરી એક દિવસ એણે સર્વે મિત્રોને ભેગા કર્યા  આ વખતે ફેમીલી સાથે. બધાં સાથે એક ખુશખબરી વહેંચવા કે ઉદય તથા મિત્રોની કંપની માટે મકાન ભાડે લેવાઈ ચુક્યું છે અને મને મારા પાર્ટનરો ની ફુલ ટીમની આ ઓફીસ માં જરૂર છે. આ સમાચાર સાંભળતા જ બધા કર્મચારી મિત્રો ઉદય ને વળગી પડ્યા.

આ હતો મિત્રતા નો ખરો ઉદય !! જીવનનો કોઈ પણ સંઘર્ષ મિત્રો અને પરિવાર ના સાથ અને સહકાર થી જીતી શકાય છે.જરૂર છે જીવન ના દરેક સંબધ પ્રત્યે નિખાલસ રહેવાની.

 શું આપણે જીવનમાં આટલું ના કરી શકીએ ?  

 

 

 

 

 

વાર્તા રે વાર્તા-10-કલ્પના રઘુ

Posted on November 26, 2015 by vijayshah

સોનાનો સૂરજ

ઉદય હવે અમેરિકાનો સીટીઝન થઇ ગયા પછી નિશ્ચિંત થઇ ગયો,એમ તો ખુબ સારું ભણેલો અને ઉદય એક સ્ટાર્ટ અપ કંપનીમાં સારા હોદા ઉપર કામ કરતો હતો,પગાર પણ સારો હતો,પણ નોકરી કરતા પોતાની પણ એક સ્ટાર્ટ અપ કંપની હોય તેવું સ્વપ્ન રોજ સેવ્યું હતું,જે પૂરું કરવાનો સમય આવી ગયો, પોતાની પત્ની અનિતા ને આ વાત કરી, અનિતાએ તેને પ્રોત્સાહન આપતા કહ્યું.

હા ઉદય, તું,કૈક નવું કર આમ પણ મને કામ પર પ્રમોશન મળ્યું છે.માટે ઘરની જીમ્મેદારી આપણાથી ઝીલાશે. અને ઉદયે પોતાની નોકરી છોડીને સ્ટાર્ટ અપમાં ઝંપલાવ્યું. હવે ઘર ચલાવવાનો બધો જ ભાર અનિતા ઉપર આવ્યો. ઉદય તો એકદમ વ્યસ્ત રહેવા લાગ્યો. એક તરફ પ્રોજેક્ટ તૈયાર કરવાનો, બીજી તરફ ટીમ સાથે કામ લેવાનું, અને સાથે સાથે VC ને ફંડિંગ માટે મળવાનું.અનીતાને તેની નોકરી સંભાળવાની અને સાથે સાથે છોકરાને ભણાવવાના, અને તેમની પ્રવૃતિમાં મુકવા જવાના, લેવા જવાના વગેરે કાર્યોમાં તે પણ વ્યસ્ત રહેવા લાગી. તેવામાં આ વાતે જુદો વળાંક લીધો અને અમેરિકાની ઈકોનોમી ખરાબ થઇ અને ચારે તરફ લોકોની નોકરી જતી રહી અને તેમાં ફંડિંગ ની તો વાત જ જવા દ્યો.

ઉદય રોજ વિચાર કરતો હવે શું ? અને અનિતા પણ મુંઝાણી … તે ભૂતકાળની યાદોમાં સરી પડી … સ્ટુડન્ટ વીસા પર આવેલ અમદાવાદની અનિતા અને વડોદરાના ઉદય વચ્ચે અમેરીકા આવીને યુનિવર્સીટી કેમ્પસમાં દોસ્તી થઇ. દોસ્તીમાંથી પ્રેમ કયારે થઇ ગયો તેની તેઓને ખબર ના રહી. ઉદય, અનિતાને ખૂબજ ચાહતો, અને અનિતા પણ … બન્ને એક બીજાની હૂંફમાં ભણી રહ્યાં હતાં. બન્નેનો પ્રેમ પાંગરતો જતો હતો. ઉદય અનિતામાં બીજી છોકરીઓ કરતાં કંઇક વિશેષ જોતો અને અનિતા તેની કેરીયરમાં આગળ વધે તે માટે સપોર્ટ પણ કરતો. આજે અનિતા જે પણ કંઇક છે તે ઉદયની મહેનતનું પરિણામ છે તે, તે ખૂબજ સારી રીતે સમજતી. ઉદયનાં માતા-પિતા તેને વહુ તરીકે સ્વીકારવા તૈયાર ન હતાં કારણકે તે બીજી નાતની હતી. જયારે અનિતાનાં મા-બાપ ખુશ હતાં અને તેમનો સપોર્ટ પણ રહેતો. ઉદયને બન્ને પક્ષે ૧૦૦% મંજૂરી મળે ત્યારેજ લગ્ન કરવા હતા. છેવટે એકના એક પુત્ર ઉદયની જીદ આગળ તેનાં મા-બાપે નમતું જોખ્યુ. બન્ને ઇન્ડીયા આવીને ધામધૂમથી લગ્ન કરીને પાછા અમેરીકા આવી ગયા. બન્નેને H-1B, પછી ગ્રીનકાર્ડ મળી ગયું. સીટીઝન પણ થઇ ગયા. તેમના બન્ને બાળકો પણ મોટા થતા ગયાં.

ઉદયનાં પિતાને વડોદરામાં કેમિકલનો મોટો બીઝનેસ હતો. અનિતાનાં પિતા અમદાવાદમાં સારી પ્રતિષ્ઠા ધરાવતાં. તેઓ વારાફરતી અવારનવાર અમેરીકાની વીઝીટ કરતાં. લગ્ન પહેલાંનો ઉદયનાં મા-બાપનો વિરોધ અનિતા ભૂલી શકી નહતી. અનિતા તેમને નફરત કરતી. ઉદયનાં પ્રેમને કારણે તેનાં સાસુ-સસરાં અને એમના પરિવાર સાથે તે ઉપર છલ્લો સંબંધ રાખતી. આ વાત ઉદયથી છાની ન હતી. તેથી તે કયારેક ઉદાસ થઇ જતો. અને પોતાના મા-બાપ સાથે થોડી દૂરી પણ રાખતો. આ વાતથી ઉદયનાં મા-બાપ વાકેફ હતાં.પરંતુ આમને આમ ચાલ્યા કરતુ. આ વાતને અનિતાના મા-બાપ આડકતરી રીતે સમર્થન આપતાં જેથી તેમની દિકરી અનિતા ઉદયની પત્નિ તો બની પરંતુ શાહ પરિવારની વહુ સારી રીતે બની ના શકી. તેણે તેની મહેતા અટક પણ ચાલુ રાખી હતી. આ બાબતે ઉદય મૌન રહેતો કારણકે આજકાલ આ એક ફેશન થઇ ગઇ હતી.

આજ ઉદયની જોબ છૂટે છ મહિના થઇ ગયાં હતાં અને નવી કંપનીમાં ફંડ વગર કંઇજ થઇ શકે તેમ ન હતું. ઉદયે નાની નાની જોબ કરવા પ્રયત્ન પણ કર્યા જેથી ઘરમાં સપોર્ટ થાય. પણ તેથી શું? ઇકોનોમી સુધરે તેવી કોઇજ શક્યતા દેખાતી ન હતી. બાળકોનું ભણતર, ઘર-કામ એ ઉદય કરે અને અનિતા જોબ કરે તે પણ ક્યાં સુધી ચાલે? ઉદય કે અનિતાને એ મંજૂર નહોતું. આ નિરાશામાં ઉદય ડૂબવા માંડયો. એ તેના મા-બાપને પણ કહી શકે તેમ ન હતો. તેને કોઇ સપોર્ટ નહોતો. ઘરમાં ચિંતા, મૌન, ઉદાસીને પરિણામે કયારેક ઉદયનો ગુસ્સો બેકાબૂ બનતો. ઘરમાં ના બોલવાનું બોલાતું. બાળકો પર તેની અસર થવા લાગી. અનિતાને પણ નોકરીની સાથે આ બધુ સંભાળવાનું અઘરૂ પડવા લાગ્યું.

છેવટે તેને તેનાં પિયર વાત કરીને મમ્મીને બોલાવવા માટે ઉદયની જાણ બહાર ફોન કર્યો. ત્યાંથી જવાબ મળ્યો  કે,  ‘એકાદ મહિના માટે તેની મમ્મી આવીને મદદ કરવા તૈયાર છે. પરંતુ લાંબા સમય માટે શક્ય નથી. કારણકે અનીતાનાં ભાઇ-ભાભી જોબ કરતાં હોય અને તેનાં બે બાળકોને સંભાળવાનું કામ તેની મમ્મીએ કરવાનું હોય. તેથી તેની મમ્મીએ ત્યાં રહેવું પડે. ત્યાં તેમની જરૂર છે. માટે અનિતાએ પિયરની આશા નહીં રાખવી. હા, જરૂર પડે ઉદયકુમાર અને તમે બધાં અમદાવાદ આવી જાઓ. અહીં તમને અમે ગમે ત્યાં સેટ કરી દઇશું.’

અનિતાને જોરદાર ધક્કો લાગ્યો કે અમે આટલા વર્ષો અહી સેટલ થવા માટે કાઢયાં. તો શું ઇન્ડીયા પાછા જવા માટે? અને મમ્મીને પહેલાં ભાઇ પછી હું … ? અને તે પણ નિરાશ રહેવા લાગી. ઉદયથી આ વાત છાની ના રહી. અને બન્ને એકબીજાને આશ્વાસન આપીને નવી કંપનીનાં સેટપ માટે પ્રયત્નો મન મૂકીને કરવા લાગ્યા. પરંતુ ફંડીંગના પ્રશ્નને કેવી રીતે સોલ્વ કરવો?

ત્યાંજ … એક સાંજે ઉદયનાં મિત્ર જયનો ફોન આવ્યો. ઉદય દરવાજો ખોલ. અને … બારણું ખોલે છે તો શું જુએ છે? જયની સાથે મમ્મી-પપ્પા, સામાન સાથે આવીને ઉભા છે. જય તેમને એરપોર્ટથી લાવ્યો હતો. આશ્ચર્ય સાથે ઉદયની આંખમાંથી અશ્રુની ધારા વહેતી ચાલી. તે મા-બાપનાં ચરણસ્પર્શ કરીને ભેટી પડયો. બાળકો અને અનિતા પણ .. સૌએ હાશકારો લીધા પછી, ઉદયે ઓચિંતા આવવાનુ કારણ પૂછતાં, જયે કહ્યું, ‘તારી તમામ પરિસ્થિતિ, મેં અંકલને પાંચ મહિના પહેલા કહી હતી. લગભગ રોજ એ મને ફોન કરીને તમારાં બધાની ખબર પૂછતાં હતાં.

ઉદયના પપ્પા રાજનભાઇએ વાતનુ અનુસંધાન સાધતાં કહ્યું, ‘બેટા, મારો આટલો મોટો બીઝનેસ કોના માટે હું કરી રહ્યો હતો? મારી અને તારી મમ્મીની જીન્દગી જીવવા જેટલો પૈસો તો ઘણો છે મારી પાસે. દિકરા, તમે બધાં અહીં આટલા દુઃખમાં હોવ તો મને કે તારી મમ્મીને તમારાંથી આટલે દૂર ઉંઘ કેમ આવે? અમે નિર્ણય લીધો અને વડોદરા અને અમદાવાદની ઓફીસનું બધુ સમેટી, વેચીને પૈસા સાથે અમે અહીં આવી ગયા. હા, વડોદરામાં ઘર રાખ્યું છે. બાકી આ કરોડોને કરવાનું શું? અમારા ગયા પછી તને આપુ કે અત્યારે. તને કામમાં આવે તે મહત્વનુ છે. આ પૈસાથી તારી કંપની સારી રીતે તુ શરૂ કરી શકીશ. તારી મમ્મી બાળકોને સંભાળવામાં મદદ કરશે. અનિતાને ટેકો રહેશે. હું પણ તને મદદમાં આવીશ. આપણે ઘરના સાથે હોઇએ પછી મૂંઝાવાની શી જરૂર? જાગ્યા ત્યારથી સવાર … નવેસરથી ધંધો શરૂ કર. અમારાં આશિર્વાદ છે. ભગવાનની કૃપાથી સૌ સારાં વાના થશે … ’

ઉદય અને અનિતા, મમ્મી પપ્પાને ભેટી પડયા. અનિતા ડૂસકે ને ડૂસકે રડવા માંડી. અને મમ્મી … કહીને વળગી પડી. આજે માને દિકરાની સાથે દિકરી મળ્યાંનો પણ ઉરે આનંદ સમાતો ના હતો. બન્ને બાળકો પણ ખુશીના માર્યા, બા-દાદાની સોડમાં લપાઇ ગયાં. મોડી રાત સુધી સૌએ ખૂબ વાતો કરી.

રાત્રે અનિતાએ ઉદય સાથે સૂતાં કહ્યું, ‘મને માફ કરો ઉદય. હું મમ્મી-પપ્પાને સમજી ન’તી શકી. તમે પણ મને ખુશ રાખવા તમારા મા-બાપથી દૂર રહેતાં. તેમણે કેટલો બધો ભોગ આપ્યો છે, આપણાં માટે. જ્યારે મારાં મા-બાપ પહેલા તેમના દિકરાંનું જુએ છે. જો મમ્મી-પપ્પા ના હોત તો આપણુ શું થાત? મારી આંખો ખૂલી ગઇ છે. આજે મારો નવો જન્મ થયો છે. કાલે મારા માટે, આપણા કુટુંબ માટે સોનાનો સૂરજ ઉગશે. નવી ગણતરી, નવી વિચારસરણી સાથે આપણે નવો ધંધો શરૂ કરશુ. આજે, ઉદય હું હળવી થઇ ગઇ છું. તમને તમારી અનિતા પાછી મળી ગઇ છે.’ ઉદય વિચારમાં પડી ગયો! ‘કેમ? એટલે તુ શું કહેવા માંગે છે? અનુ, તુ કાંઇ સમજાય તેવું બોલ!’ અનિતાએ વળતા જવાબમાં કહ્યુ, ‘મને પ્રોમીસ આપો કે તમે કાલે મારૂ નામ બદલવાની વિધિ કરો છો. અનિતા મહેતા નહીં પણ અનિતા શાહ મારૂં નામ છે.’ ઉદયની છાતીમાં મો સંતાડી અનિતા હળવી થઇને અને ઉદય અનિતાના વાળમાં હાથ ફેરવતાં દામ્પત્યનુ ઐક્ય અનુભવી રહ્યા હતાં.

કાલે સોનાના સૂરજના આગમનની રાહ જોતાં નવા જીવનના સપના સાથે રાતની રાણીની આગોશમાં બન્ને સૂતાં … મંદમંદ વાયુની લહેરો સાથે બગીચામાંથી રાતરાણીના પુષ્પોની માદક સુવાસ આવી રહી હતી.

કલ્પના રઘુ

 

 

 

વાર્તા રે વાર્તા -(11)કુંતા શાહ

Posted on December 1, 2015 by vijayshah

ઉદય હવે અમેરિકાનો સીટીઝન થઇ ગયા પછી નિશ્ચિત થઇ ગયો. એમ તો ખૂબ સારું ભણેલો અને એક સ્ટાર્ટ અપ કંપનીમાં સારા હોદા ઉપર કામ કરતો હતો. પણ નોકરી કરતા પોતાની પણ એક સ્ટાર્ટ અપ કંપની હોય તેવું સ્વપ્ન રોજ સેવ્યું હતું જે પૂરું કરવાનો સમય આવી ગયો. પોતાની પત્ની અનીતા ને આ વાત કરી અને અનિતાએ તેને પ્રોત્સાહન આપતા કહ્યું,

” હા ઉદય, તું કંઈક નવું કર. આમ પણ મને કામ પર પ્રોમોશન મળ્યું છે માટે ઘરની જીમેદારી આપણાથી જીલાશે.” અને ઉદયે પોતાની નોકરી છોડીને સ્ટાર્ટ અપ માં ઝંપલાવ્યું. હવે ઘર ચલાવવાનો બધોજ ભાર અનીતા ઉપર આવ્યો. ઉદય તો એકદમ વ્યસ્ત રહેવા લાગ્યો. એક તરફ પ્રોજેક્ટ તૈયાર કરવાનો, બીજી તરફ ટીમ સાથે કામ લેવાનું અને સાથે સાથે વિ.સિ.ને ફંડિંગ માટે મળવાનું. અનીતાને તેની નોકરી સંભાળવાની અને સાથે સાથે છોકરાને ભણાવવાના, અને તેમની અનેક પ્રવૃતિમાં મુકવા જવાના, લેવા જવાના વગેરે કાર્યોમાં તે પણ વ્યસ્ત રહેવા લાગી.

તેવામાં આ વાતે જુદો વણાંક લીધો અને અમેરિકાની ઈકોનોમી ખરાબ થઇ અને ચારે તરફ લોકોની નોકરી જતી રહી અને તેમાં ફંડિંગની તો વાત જ જવા દ્યો. ઉદય રોજ વિચાર કરતો – હવે શું ? અનીતા પણ મુંજાણી.

હવે ઉદયને કોઇના હાથ નીચે કામ કરવાની ઇચ્છા નહોતી. ધંધો કરવો એ એના વરસાગતમાં હતું એટલે નોકરી કરવી નથી અને ધંધા માટે આર્થિક પરિસ્થિતી નથી એ વિચારોના વમળમાં એ ડુબી રહ્યો છે તેનું ભાન એ ખોઇ બેઠો.  અનીતાની કમાણી પર જીવવામાં એના પુરુષત્વનુ અપમાન એનાથી સહેવાતું નહોતુ.

અનીતાને જાણે ગઈ કાલની વાત હોય તેમ એ દ્રષ્ય તરી આવ્યું.  જ્યારે ઉદયે સ્ટાર્ટાઅપની પ્રસ્તાવના કરી ત્યારે એણે કહ્યું હતું કે “કદાચ શરુ કરેલી નવી સ્ટાર્ટાઅપ અસફળ પણ જાય તો નાસીપાસ થઈ બેસવાનું નહી પરવડે અને કુટુંબની ઉન્નતિ માટે જે મહેનત કરવી પડે તે કરી લેવાનું મનોબળ હોય તો જ આ પગલું લેવું.” અનીતાએ કહ્યું હતુ કે “હું નહીં હારી જાઉં.”  ત્યારે સામુ પૂછવાનુ સુઝ્યું નહોતુ કે ઉદયની તૈયારી હતી કે નહી.  .અમેરિકામા સ્થાયી થયા ત્યાં સુધી બન્ને નાજુક પરિસ્થિતીમાંથી પસાર થઇ ચુક્યા હતા એટલે ચઢતી પડતીનો સામનો કરી શકશે એની ખાત્રી હતી. સમજીને આ પગલું ભર્યુ હતું.  થોડા વખત પર જ નવા દંપતિનો પરિચય થયો હતો.  મહેન્દ્રભાઇ અને માધવીબહેન. જનમ જનમનો સંબંધ હશે એટલે અમુલ્ય સહારો બની રહયા. એક દિવસ એમની જોડે વાત કરતા કરતા ઉદય બોલી ગયો હતો કે કોલેજમાં ભણતો હતો ત્યારે એક રેસ્ટોરંટમાં કામ કરતો હતો.  કરવુ પડે તો ફરી એવુ પણ કામ કરીશ. ક્યાં ગઈ એ કુટુંબને માટે કઈ પણ કરી છૂટવાની ધગશ? ઉદયને એ વાતની યાદ અપાવવાની અનીતાની હિંમત ના ચાલી. મનને મનાવતી રહી કે આટલો ભણેલો ગણેલો ઉદય જાતે જ જાગશે. ઉદય ઘરે રહેતો પણ ઘરનુ કશું કામ કરતો નહી.  બાળકોએ કદી ઘરકામ કર્યુ નહોતુ પણ અનીતાની ગેરહાજરીમાં બધુ કામ એમની પાસે ઉદય કરાવતા અને ભુલો જ કાઢતા. ઉદય જેવા જ હોંશિયાર નાના દીકરાના ભણવા પર પણ અસર થવા માંડી. ઘરમાં જ્યાં કલ્લોલ રહેતો હતો ત્યાં ચુપકિદિએ રાજ જમાવ્યું. અનીતાને  દુઃખ થયું.  ઉદય સાથે વાત કરવાની કોશિષ કરી જોઇ પણ પરિણામ શુન્ય. અનીતા સમસમી ગઇ પણુ ઉદયથી દૂર થતી ગઇ. આમ અને આમ દોઢ વર્ષ  વિત્યું.   ત્યાં અનીતાની કંપની હ્યુલેટ પેકાર્ડે ખરીદી લીધી એટલે ઘણાને છુટા કર્યા પણ અનીતાને ઉલટાનું પ્રોમોશન મળ્યુ પણ આઇડાહો બદલી થઇ. બાળકોને સાથે લઈ અનીતા આઇડાહો જતી રહી,  ઉદયને મૂકીને.

ઉદયે પુછ્યુ હતું કે “મને એકલો મૂકીને કેમ જાય છે?”

“તને જે તકો કેલીફોર્નિઆમાં મળે તે આઇડાહોમાં ક્યાંથી મળશે?  અને, ઘર ભાડે આપવાનું એ વાતમાં તમે માનતા નથી તો આ ઘર કોણ સંભાળશે?”

મહેન્દ્રભાઇ અને માધવીબહેને ઉદયને સંભાળવાની જવાબદારી વગર કહ્યે સંભાળી લીધી. સવાર સાંજ જમવા બોલાવે અને ઘરે હોય ત્યારે સાથે સમય પસાર કરે. દર મહિને અનીતા બાળકોને લઈને ઉદયને મળવા અને ઘરનું કામ કરવા જતી. ઔપચારિક વાત સિવાય ખાસ વાતો થતી નહી. આમ બીજા બે વર્ષ નીકળી ગયા. અચાનક માધવીબહેને અનીતાને ફોન કરી જણાવ્યુ કે ઉદયને ન્યુમોનિઆ થઈ ગયો છે અને કશું ખાતા પીતા નથી અને અમારું માનતા નથી તો તમે આવો તો સારુ. મેનેજરની રજા લઈ તરત જ અનીતા ઉદયની ચાકરી કરવા આવી ઉભી. ઉદય સારો થયો એટલે અનીતાએ આઇડાહો જવાની તૈયારી કરી. હવે અનીતાની તબિયત પર પણ સંજોગના પ્રહારની  અસર થવા માંડી હતી.  ઉદયને માટે કેટલી વાર રજા લઈ કેલીફોર્નિઆ દોડે? જતા જતા ઘર વેચી દઇ, ઉદયને આઇડાહો આવી જવાનુ કહ્યુ.

ઉદય અને અનીતા જોઇ શક્યા કે લગ્ન વખતે બાંધેલી ગાંઠ ભલે ઢીલી થઈ ગઈ હતી પણ છૂટી નહોતી. ભલે ઘર ખોટ ખાઇને વેચવું પડ્યુ.  અગત્યતા બધા પાછા ભેગા થવાની હતી. અનીતાએ  ઉમળકાથી ઉદયનું સ્વાગત કર્યુ.  ઉદયે હવે ઘરકામમાં મદત કરવા માંડી. જુવાનીને આંગણે ખિલતાં બાળકોને પિતાની, ભલે મૌન રહે, પણ જરૂર હતી.  હળવે હળવે એક્બીજાને ફરીથી ઓળખવા માંડ્યા.  થોડા વખતમાં ઉદયે નોકરી સ્વિકારી લીધી.

સ્વપ્ના કઈં ઉડી થોડા જાય છે? સુશુપ્ત દશામાંથી ફરી ક્યારે પડ્કાર પાડશે તે કોણે જાણ્યું છે પણ બાળકો પગભર થાય ત્યાં સુધી રાહ જોવા માટે બેઉ સંમત થયા. વચન આપતા બેઉના હાથ એક બીજાના હાથ પરથી ઉઠ્યા નહી. નજરોના આલીંગનમાં બેઉ ભીંજાતા રહ્યા.

કુંતા શાહ