પ્રભુલાલ ટાટારીઆ નાં નેતૃત્વમાં શરુ થાય છે એક નવી સહિયારી નવલકથા.
આત્મારામને બાળપણથી કઇ વસ્તુ કેમ કામ કરે છે તે જાણવાની જીજ્ઞાષા રહેતી અને તેથી તે નાની મોટી ચીજો પોતાનીરીતે રીપેર કરવા પ્રયત્ન કરતો એક વખત એલાર્મ ક્લોક બગડી ગયો ત્યારે તેની આઇ ભાનુમતીએ કહ્યું તું રીપેર કરી જો નહીંતર કારીગરને આપીશું અને તે આત્મારામ રીપેર કરી બતાવ્યું ત્યાર બગડેલું સિલાઇ મશીન રીપેર કરેલ ત્યારે તુકારામને પોતાના દીકરાના રસનો વિષય જાણી લીધો હતો એટલે જ સાઇઠના દાયકામાં મેટ્રિક ભણેલા આત્મારામને ક્યાં પણ નોકરીનો મોકો ન મળ્યો એટલે તુકારામજીના કહેવાથી તેમના એક મિત્રની વર્કશોપમાં સામાન્ય મેકેનિક તરિકે જોડાયા
અને બે-એક વર્ષની કર્તવ્યનિષ્ઠાને લીધે એક સારા જાણકાર કારીગર થયા.
ઘેર આવેલ એક મિત્ર સાથે આત્મારામની વાતચીત ભાનુમતીએ સાંભળી જાણ્યું કે આત્મારામ સ્વતંત્ર ગેરેજ શરૂ કરવા માગે છે. તેણીએ તુકારામના કાને વાત નાખી સાંગલીમાં તેમનો એક જમીનનો કટકો હતો જે ગીરવે મુકીને અત્મારામને ગેરેજ કરાવી અને તેમની કર્તવ્ય નિષ્ઠા રંગ લાવી અને ગેરેજ ચાલી પડી અને સાથે સાથ ટ્રાન્સપોર્ટ કંપની શરૂ કરી અને સારા કમાતા દીકરા માટે ભાનુમતીએ પોતાની સહેલી કૌશલ્યા પાસે તારામતીનું માગુ નાખ્યું અને લગ્ન લેવાઇ ગયા મેટ્રીક ભણેલી તારામતીએ પીટીસીની પરિક્ષા આપી એક પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરિકે જોડાયા અને આગળ જતાં આચાર્ય પદે પહોંચ્યા હતા. લગ્ન પછી એક વર્ષ બાદ કામીનીના જન્મ પછી તેમના સાસુમા ભાનુમતીના નોકરી ન છોડવાના આગ્રહ છતાં તેણીએ આચાર્ય પદથી રાજીનામું આપી દીધું.બે વર્ષ બાદ અનિલના જન્મ પછી તુરત જ ભાનુમતીએ પોતાની જીવનલીલા સંકેલી લીધી જાણે પૌત્રનું મ્હોં જોવા જ રોકાયા હતા અને સંધ્યાના જન્મ પછી આત્મારામના બાપુજી તુકારામજી સ્વર્ગે સિધાવ્યા.
અનિલના અભ્યાસમાં કામીની સતત મદદ રૂપ થતી નાની સંધ્યાને બન્ને ભાઇ બહેને હથેળી પર રાખી હતી એટલે જરા વધુ પડતા લાડકોડમાં ઉછરી હતી.
સમયના અવિરિત વહેતા વહેણ સાથે કામીની અને અનિલ ભણીને પાર થયા અનિલ એક મોટી વિદેશી કંપનીમાં આઇટી કંસલટંટ હતો અને બીએ થયેલી કામીનીની ઓળખાણ એક ફંકશનમાં કિશોર સાથે થઇ ઓળખાણ પ્રણયમાં અને પ્રણય પરિણયમાં પરીણમ્યો.
કામીનીના લગ્ન પછી તારામતીને એક જાતનો ખાલીપો સતાવ્યા કરતો હતો. કોણ જાણે કેમ તેણીને આંતરિક સંદેશો મળતો હોય તેમ તેણીને લાગ્યા કરતું હતું કે, તેણી પાસે ઉમરનો ખજાનો ખૂટવાલાગ્યો છે એટલે તેણીની હવે અનિલને પરણાવવાની ચટપટી ઉપડી હતી અને અનિલના લગ્ન પછી તેણી બહુજ અલ્પ સમય સુધી જ પોતાની પ્રીય પુત્રવધુની સેવાનો અને પૌત્રને રમાડવાનો લહાવો લઇ શક્યા,
કોઇ પણ સ્વજનના મૃત્યુ વખતે તેણી આત્મારામને અચુક એક જ વાત ફરી ફરી કહેતી
જોજો હું તમારાથી પહેલા અમર ચૂડી-ચાંદલા સાથે સોહાગણ જ મરીશ”
ઢળતી ઉમરે જયારે એક બીજાના સાથની અને હુંફની પુરૂષ અને સ્ત્રી ઉભયને વધુ જરૂર હોય તેવા ત્રીભેટે ખરેખર લીલીવાડી મુકી તારામતી અખંડ ચૂડી-ચાંદલા સામેત જીવન લીલા સંકેલીને આત્મારમનો સાથ છોડી અમરાપર સિધાવ્યા.
“ “તારા…તારા…આમ દરેક વખતે એકની એક વાત કહીને તું મને શા માટે ડરાવે છે?”
“આ તમને ડરાવવા નથી કહેતી એ સ્ત્રી ભાગ્યશાળી કહેવાય જે અખંડ ચૂડી-ચાંદલા સાથે જાય નહીંતર વિધવાઓની હારમાળા ઓછી નથી મને એ જમાતમાં નથી બેસવું”
“તે હશે તોય……”
“નારાજ થઇ ગયા હવે બીજી વાર નહી કહું બસ ચાલો હમીરસરની પાળે ફરવા જઇએ”
ખરેખર તારામતીએ ત્યાર બાદ પોતાના મૃત્યુની વાત આત્મારામને કદી ન કરી પણ જીવનસાથી વિદાયનો છુપો ભય આત્મારામના હ્ર્દયના ઊંડાણમાં તો ઘર કરીને બેસી ગયું હતું
એક દિવસ સામાન્ય તાવ અને ઉધરસ જેવી ઝીણી બિમારીએ તારામતીના દેહમાં પ્રવેશ કર્યો તાવ શેર બઝારના આંકની જેમ ઉપર નીચે થતો હતો પણ હઠીલા બાળકની જેમ તારામતીના દેહમાંથી જવાનું નામ ન્હોતો લેતો.આત્મારામને તારામતીએ ભાંખેલી ભવિષ્યવાણી અને અચાનક વિદાયનો ઉરના ઉંડાણમાંથી ધરબાયેલો પેલો છુપો ભય જાણે આળસ મરડીને ઊભો થઇ અટહાસ્ય કરતો જણાતો.અનિલના ખાસ મિત્ર ડૉકટર મયુરના ક્લિનિકમાં તારામતીને દાખલ કરી હતી.ખુદ ડૉ.મયુરને પણ સમજણ નહોતી પડતી કે આમ કેમ થાય છે?તેની જ લેબમાં બધા ટેસ્ટ થયા હતા અને બધા રિપોર્ટ નોર્મલ જ હતા એ મોટું આશ્ચર્ય હતું. તેની કેરિયરમાં આવો અટપટો કેસ ક્યારે જોયો નહોતો.
મયુરે તેને ન સમજાતી તારામતીની બિમારી બાબત તેના મુંબઇ અને દિલ્હી રહેતા બે ડૉકટર મિત્રો સાથે ચર્ચા કરી હતી પણ પરિણામ શુન્ય આવ્યું લગભગ એક અઠવાડિયું પસાર થઇ ગયું અને એક સવારે ડૉકટર મયુર રાઉન્ડ પર હતો ત્યારે તેણે તારામતીની રૂમમાં પ્રવેશ કર્યો તો સદા પથારીમાં દેખાતી તારામતી બેડમાં બેસીને માથામાં કાંસકો ફેરવતી હતી અને હંમેશ ફિક્કા ચહેરે કશું પણ બોલ્યા વગર આંખના પલકારે આવકારતી તારામતીએ ડૉકટર મયુરને પુછ્યું
“દીકરા મયુર મને ઘેર જવાની રજા ક્યારે મળશે?”
“તમારે ઘેર જવું છે આન્ટી?” તાવ માપતા અને બ્લ્ડપ્રેશર ચેક કરતાં ડૉકટરે પુછ્યું અને બધું નોર્મલ જોઇને તેણે કહ્યું
“બપોરે રાઉન્ડ પર આવીશ ત્યારે ચેક કરી તમને કહીશ કે તમે આજે સાંજે નહીંતર કાલ સવારે ઘેર જઇ શકશો”
સાંજે ફરી ડૉકટરે તારામતીને ચેક કરી ડિસ્ચાર્જના ડૉક્યુમેન્ટસ તૈયાર કરીને રજા આપી.ઘેર આવ્યા બાદ બીજા જ દિવસે તેણીની ગેરહાજરીમાં ઘર સંભાળતી તેની પરણેલી દીકરી કામીનીને કહ્યું
“કમુ બેટા! હું ઘેર આવી ગઇ છું તો હવે તારે તારા ઘેર જવું જોઇએ”
“કેમ આઇ હું તને ભારે પડું છું?”
“દીકરી કદી માવતરે ભારે ન પડે? ભારે પડવાનો સવાલ નથી પણ ત્યાં કિશોરકુમાર એકલા છે અને સાસરિયામાં તારા સાસુ સસરા અને નણંદ પ્રત્યે પણ તારી ફરજ ખરી કે નહીં?”
“તારા જમાઇની ફિકર નહીકર ત્યાં બા છે માયા છે તેમની સંભાળ લેવા માટે અને તેમણે જ તો મને રજા આપી છે”
“દીકરી એ વાત બરોબર છે તેઓ તેનું ધ્યાન રાખતા જ હશે પણ તોયે અર્ધાગિની એ અર્ધાગિની તેની ખોટ કોઇ ન પુરી શકે”
“હં…..”
બીજા દિવસે સવારે તારામતીએ કિશોરકુમારને ફોન કરીને કામીનીને લઇ જવા કહ્યું અને ખરેખર એ મોકાની જ રાહ જોતો હોય તેમ કિશોર બપોરે કામીની ને લેવા આવી પણ ગયો.ત્યારે અનિલે મજાક કરી
“મધુબાલા બી રેડ્ડી કિશોરકુમાર આવી ગયા તેમની લૈલાને લેવા”
થોડીવાર ગામ ગપાટા થયા અને જમવાનું પુરૂ થયું અને ઢળતી સંધ્યાએ કિશોર અને કામીની ઘેર જવા રવાના થયા. હોસ્પિટલમાંથી આવ્યા બાદ જાણે તારામતીને અંદરથી સંકેત મળતો હોય તેમ તેણીને સતત લાગ્યા કરતું હતું કે જાણે તેણીના પાસે સમયનો અભાવ છે અને એક દિવસ તેણીએ અનિલને બાજુમાં બેસાડીને પુછ્યું
“એલા! તને કોઇ છોકરી પસંદ છે કે? હોય તો બોલી નાખ નહીંતર તારા માટે છોકરી શોધવાનું શરૂ કરૂં?”
“તુંયે શું આઇ….”
“એમાં છોકરીની જેમ શરમાય છે શું?ભઇ કોલેજમાં ભણ્યો છો….તારી પાસે સારી ડીગ્રીઓ છે…..સારી નોકરી છે….એ દરમ્યાન કોઇ ગમી ગઇ હોય તો બોલી નાખ તો મારે તારા માટે દુરબીન લઇને છોકરી શોધવાનું મટે તું ખુશ હું ખુશ”
“એવું કશું નથી આઇ…”કહી અનિલ જતો રહ્યો.એટલે તારામતીએ કામીનીને ફોન કર્યો.
“હલ્લો…કમુ દીકરી કેમ છો?”
“…………”
“કિશોરકુમાર કેમ છે અને ઘરમાં બધા કેમ છે?”
“………….”
“મેં તને ફોન એટલા માટે કર્યો હતો કે તારા લગ્ન તો થઇ ગયા હવે મારે અનિલને ઠેકાણે પાડવો
જોઇએ મેં તેને પુછ્યું કે,તને કોઇ છોકરી ગમતી હોય તો મને બતાવ તો તેણે એમ કહીને વાત ઉડાવી દીધી કે “આઇ એવું કશું નથી તો તું અનિલના મિત્રો ઓળખે છે તેમના મારફત તેના સહકાર્યકર વગેરેમાં
તારી રીતે તપાસ કર કદાચ અનિલને કોઇ પોરગી ( છોકરી) ગમતી હોય બનવા જોગ છે તેણીની જ્ઞાતિ અલગ હોય અને અનિલ કહેતા અચકાતો હોય …તું સમજે છે ને…? હું શું કહેવા માગું છું?
“………….”
તારામતીના મનમાં જે ચટપટી લાગી ગઇ હતી તેના લીધે તેણીએ ડૉકટર મયુરને ફોન કર્યો
“………….”
“દીકરા મયુર હું તારા. કેમ છો?”
“…………..”
“હા…ને મોટી કોમ્પ્લિકેશન છે….”
“………….”
“અરે….ના..ના…..દીકરા તને ઘેર ધક્કો પડે એવી કોમ્પ્લિકેશન નથી…”કહી તારામતી હસી
“………….”
“જો દીકરા તું અનિલનો ખાસ મિત્ર છે પણ શું કામનું? પોતે પરણીને ઠરી ઠામ થઇ ગયા એટલે પત્યું?”તારામતીએ મીઠો ઠપકો આપતા કહ્યું
“………..”
“મેં તને ફોન એટલા માટે કર્યો કે મેં અનિલને પુછ્યું કે તને કોઇ છોકરી પસંદ હોય તો બોલ તો તેણે આઇ એવું ક્શું નથી કહી વાત ટાળી દીધી તને કશી ગંધ હોય તેના પ્રેમ પ્રકરણની તો વાત કર…નહીંતર તપાસ કર…..”
“……….”
“ભલે તારા ફોનની હું રાહ જોઇશ…..વિદ્યાને મારા આશિર્વાદ કહેજે જયશ્રી કૃષ્ણ”


Prabhulal Bhai ,I am interested to write in this Novel.
LikeLike
મુરબ્બી શ્રી,
શરૂઆત રસપ્રદથઈ છે.
LikeLike