આપણે સારા માણસો છીએ.જીવનમાં આપણે કુંટૂબીજનોના સુખ માટે અવીરત પ્રય્તનશીલ હોઇએ છીએ. માબાપ દાદાદાદી, અને સમાજ પ્રત્યે વિનયપુર્વક વ્યવહાર કરતા હોઇએ છીએ. જ્યારે જ્યારે પ્રસંગ ઉભા થાય ત્યારે. તન મન અને ધનથી સમાજનુ ઋણ અદા કરતા રહીએ છીએ.આમ છતા ચીત્ર એવુ ઉભુ થયુ છે. કે ચારે બાજુ નીરાસા અને સ્વાર્થનુ સામ્રાજ્ય દેખાય છે. ભ્રસ્ટાચાર,સ્વાર્થ અને સંવેદનહીનતાના અથાક દરીયામાં આપણે તો ટીપા કરતા પણ નાન લાગીયે.
હકીકત આન માટે મીડીયા જવાબદાર છે, આજે જ્યા પણ થોડુક પણ ખરાબ થાય છે માત્ર તેને જ બતાવવામાં આવે છે. સરા કામોનો બહુજ ઓછો પ્રચાર થાય છે. નેગેટીવીટીના આવા સતત મારાથી આપણે એમ માનવા લાગીયે છીયે કે બધુ જ ખરાબ છે.
પાંડુરંગ આઠવલેજીએ વર્શો પહેલા કળીયુગની અને સતયુગની વ્યખ્યા આવી આપી હતી. સમાજમાં ૭૦% લોકો ટ્રેનના ડબ્બા જેવા છે. તે જાતે એક ડગ્લુ પણ ચાલી ન સકે. બાકીના ૩૦% લોકો અભીયાન ની કે કસુંક હટકે કરવાની ક્ષમતા ધારાવે છે. અમાંથી ૧૫% લોકો સારા(દેવ) છે અને ૧૫% લોકો ખરાબ (દાનવ) છે. જે સમયે સારા લોકો એક્જુટ બને છે ત્યારે તેમની એક સામુહિક શક્તી બને છે. અને બાકીના ૭૦% લોકો તેમને અનુસરવા લાગે. આ સમયને સતયુગ ગણવો. જ્યારે સારા લોકો છુટછવાયા થયી જાય. ત્યારે ખરાબ લોકો સ્વાભાવીક રીતે એકજુટ બની જાય છે અને બાકીના 7૦% લોકો તેમને અનુસરે છે આ સમય એટલે કલીયુગ.
ટુંકમા સારા લોકોને માત્ર સારાઅ કામ કરવાથી અટકિ ન જવુ જોઇએ. જો તમે ૧૦ કામ સારા કરી સકો તો હવે માત્ર ૫ કામ જ કરો. અને બાકીની તમારીશક્તી સંઘટનમાં વાપરો, તમારા જેવા અન્ય સારા લોકોને સાથે જોડો. તો કદાચ એ સાચી દીસા હશે.
આવુ જ એક કદમ મે ઉઠાવ્યુ છે એક વેબસાઇટ દ્વારા જેનુ નામ છે હમચલે.ઇન (Humchale.in), અહી મારા મીત્રો સાથે જે કૈ પણ થોડા કામો કરીએ છીએ તેને બ્લોગ, કે ગ્રુપ દ્વારા પ્રસ્તુત કરીએ છીએ જેથી બીજા લોકોને પણ આ અભીયાનમાં જોડાવાનુ મન થાય. મીત્રો તમે પણ જો સેવાને લગતા કોઇ નાનામોટા કામ કરતા હોય તો જરુરથી અહી રજુ કરો. જો તમે આવા કોઇ અન્ય લોકોને તમારી આસપાસ જુઓ તો તેમના વીશે પણ લખો, જેથી અન્ય લોકોને તેમની કે તમારી સાથે જોડાવાની પ્રેરણા મળે. તમે કોઇ લેખો લખી સકો તો તે પણ રજુ કરૉ.
ઉમ્મીદ છે તમે મારા આ નાનકડ અભીયાન ને આપણુ આભીયાન ગણી શક્ય એટલો સહયોગ આપશો.
ધન્યવાદ
