jump to navigation

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પુસ્તકમેળો…. સપ્ટેમ્બર 2, 2010

Posted by amritc in ડિવાઇનનાં આગામી આકર્ષણો - કાર્યક્રમો....
add a comment

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં તારીખ :3 સપ્ટેમ્બર 2010થી તારીખ: 5 સપ્ટેમ્બર 2010 સુધી સેક્ટર-21ના મધ્યસ્થ ગ્રંથાલય ખાતે એક પુસ્તકમેળાનું

આયોજન કરવામાં આવ્યું છે. અચૂક મુલાકાત લેવા વિનંતિ છે.

ડિવાઇન પબ્લિકેશન્સનું આગામી પુસ્તક સંપાદન… સપ્ટેમ્બર 2, 2010

Posted by amritc in અવર્ગીકૃત.
add a comment

ડૉ.નિવ્યા પટેલ

c/o ડિવાઇન પબ્લિકેશન્સ, 30, ત્રીજે માળ, કૃષ્ણ કૉમ્પ્લેક્સ, જૂનું મોડેલ સિનેમા, ગાંધી રોડ, અમદાવાદ-380 001.

પ્રતિશ્રી,

આદરણીયશ્રી,

કુશળ હશો.

આજે દિવસે ને દિવસે વાંચન ઓછું થતું જાય છે. અધ્યાપકો,શિક્ષકો કે વિધ્યાર્થીઓ કશું જ વાંચતા નથી એવી બૂમો ચારેકોર સંભળાય છે.વાલીઓ પણ મોટેભાગે વાંચતા નથી હોતા. સામા પક્ષે પુસ્તકોની વસતી કૂદકે ને ભૂસકે વધી રહી છે. મને એક વિચાર આવ્યો કે મોટા-મોટા લેખકોના જીવનમાં શરૂઆતમાં પુસ્તકો પ્રત્યે કેવો લગાવ હતો ને પછી એ લગાવને કારણે એમનું જીવન કેવી રીતે બદલાયું – આવા પ્રકારના સંસ્મરણો એકઠાં કરવાનું કામ હું કરી રહી છું.

આ સંસ્મરણોમાં આપે ક્યારથી વાંચવાનું શરૂ કર્યું ? પુસ્તકો કેવી રીતે મેળવ્યા ? કેવા કેવા વાંચ્યા ? શ્રેશ્ઠ કયું લાગ્યું ? કેમ ? ધીમે ધીમે રસ બદલાયો ? હાલ શું વાંચી રહ્યા છો ? સૌ પ્રથમ પુસ્તકો ભણી આંગળી ચીંધનાર કોણ ? પુસ્તકો મેળવવામાં પડેલી તકલીફો-જેવી અનેક યાદગાર ક્ષણોને આવરી લેવી એવી મારી વિનંતી છે.

હું આશા રાખું છું કે આપને મારું આ આયોજન યોગ્ય લાગશે,સાથે એ પણ આશા રાખું છું કે આપ મારા આ આયોજનમાં જોડાશો. આપનો લેખ મળવાથી મારો ઉત્સાહ બેવડાશે અને હું આપની ખૂબ જ આભારી થઇશ.

નવી પેઢી સામે આ પ્રકારના સંપાદનો લઇ જવાથી એમની રસરુચિને યોગ્ય દિશામાં ગતિ મળશે તેમ હું માનું છું. 1લી જાન્યુઆરી 2011, નવા વર્ષના પ્રથમ દિવસે આ સંપાદન ‘’મારો ગ્રંથરાગ’’નું વિમોચન જાહેરમાં રાખવાનો સંકલ્પ કર્યો છે, તેથી 30 સપ્ટેમ્બર 2010 સુધીમાં આપનો લેખ નીચેના સરનામે પોષ્ટથી અથવા ઇ-મેઇલથી મોકલી આપવા નમ્ર વિનંતિ. આપના લેખનો પુરસ્કાર રૂ.200/= મળશે તથા ગ્રંથની એક નકલ આપને મોકલાવી શકાશે.પુન: સહકારની અપેક્ષા સહ….

આપની આભારી,

નિવ્યા પટેલના વંદન

લેખ મોકલવા માટેનું સરનામું :

Amri Chaudhary

Divine Publications, 30, 3rd Floor, Krishna Complex, Old Model Cinema, Gandhi Road,

Ahmedabad-380 001, Gujarat, India. Phone : +91 79 2216 7200, Mo. +91 098251 72818,

Email : divineamrit@gmail.com,  divinebooks@mail.com

Design a site like this with WordPress.com
શરૂ કરો