સૂકો ભઠ,
રણ જેવો,
જેઠ મહિનો,
બેઠો છે,
વર્ષોથી,
પલાઠી વાળીને,
તું આવ હવે,
તો…
શ્રાવણ બેસે…
-દીપક પરમાર ( ૫/૦૩/૨૦૧૧, સવારના ૧૦.૩૬ વાગે)
“દીપ” થઈ પોતે ફરો તો બળવું પડશે….
05 માર્ચ 2011 18 ટિપ્પણીઓ
સૂકો ભઠ,
રણ જેવો,
જેઠ મહિનો,
બેઠો છે,
વર્ષોથી,
પલાઠી વાળીને,
તું આવ હવે,
તો…
શ્રાવણ બેસે…
-દીપક પરમાર ( ૫/૦૩/૨૦૧૧, સવારના ૧૦.૩૬ વાગે)
માર્ચ 05, 2011 @ 07:11:23
વાહ વાહ
માર્ચ 05, 2011 @ 13:54:18
આભાર મીનેશભાઈ
માર્ચ 05, 2011 @ 12:05:53
તું આવ હવે,
તો…
શ્રાવણ બેસે…
વાહ
ને યુગ યુગથી મુજ ભીતરમાં કંઈ નિત્ય વલોવાતું લાગે,
તું આજ પ્રણયનું મધમીઠું નવનીત થઈને આવ હવે.
આ જ્વાળામુખી સમ બળબળતી જીવન-ક્ષણને નિરખી લે,
જો વિવશતાથી દાઝુ છું – તું શીત થઈને આવ હવે.
માર્ચ 05, 2011 @ 13:39:35
પ્રજ્ઞાજુબેન ખુબ ખુબ આભાર,
વાહ!!!, તમે મુકેલી પક્તિઓ ખુબજ સરસ છે…
માર્ચ 05, 2011 @ 12:12:05
વાહ વાહ!પ્રજ્ઞાજુબેનની પંક્તિઓ પણ વાહ વાહ…પણ હું આમ કહુ
તું આવીશ ના
તારું હોવુ મને દઝાડે!!
સપના
માર્ચ 05, 2011 @ 13:42:01
સપનાબેન આભાર,
તમારો દ્રષ્ટિકોણ પણ દઝાડે એવો છે 🙂
માર્ચ 05, 2011 @ 12:49:37
અછાંદસ, રચના સાથે મૂકેલ તસ્વીર પસંદ આવી.
અભિનંદન !
માર્ચ 05, 2011 @ 13:55:01
આભાર અશોકભાઈ
માર્ચ 05, 2011 @ 13:22:59
શ્રાવણ લાવવો કે વસંત .. એ આપણા અભિગમ પર નિર્ભરે છે
કોઈના આવવા કે જવા પર નહીં.
માર્ચ 05, 2011 @ 13:48:49
દાદા આભાર,
તમારી વાત સાથે હું સહમત છું, જીવન એટલે તમારો અભિગમ/દ્રષ્ટિકોણ …
આપનો લેખ પણ વાચ્યો, સરસ છે, તમે જે લખ્યું છે તેને સમજતા જિંદગી નિકળી જાય…
માર્ચ 05, 2011 @ 14:45:16
તું આવ હવે,
તો…
KAREKHARA THAY MANE KE TU CHHE.
Nice Short & Sweet Post !
Dr. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Inviting you & your Readers to Chandrapukar !
માર્ચ 05, 2011 @ 16:51:06
તું આવ હવે,
તો…
શ્રાવણ બેસે…
સુંદર …
માર્ચ 05, 2011 @ 22:04:24
તું આવ હવે,
તો…
શ્રાવણ બેસે…
….
…..તો હું પણ આખો આસો ભાદરવો થઇ વરસુ…
માર્ચ 07, 2011 @ 02:57:57
Realy very interesting.
માર્ચ 10, 2011 @ 05:51:14
સરસ અભિવ્યક્તિ દીપકભાઇ….-અભિનંદન
એક સૂચનઃઅહીં વર્સોથી લખાયું છે એ ખરેખર વર્ષોથી-એમ જોઇએ,સુધારી લેશો.
પ્રતિભાવમાં કોઇએ,એ તરફ ધ્યાન ન દોર્યું એનું આશ્ચર્ય છે !
મારી દ્રષ્ટિએ પ્રતિભાવમાં “બધી જ બાબતો” કવર થવી જોઇએ જેથી કવિ અને કવન બન્ને સ-રસ અને સુંદરરીતે નિખરે.
પ્રતિભાવ વિભાગનો ખરો આશય જ એ છે…….આમ તો.
આશા છે તમે ભાવના સમજી શક્યા હશો.
માર્ચ 10, 2011 @ 06:08:45
મહેશભાઈ,
ભુલ તરફ ધ્યાન દોર્યુ એ માટે ખુબ ખુબ ધન્યવાદ, આ રીતેજ મારામા સુધારો આવશે… 🙂
માર્ચ 10, 2011 @ 06:12:22
તમારી વાત સાથે પણ સહમત છું, રચના વખાણવાની સાથે સાથે ભુલ તરફ ધ્યાન દોરવું પણ એટલુજ જરૂરી છે… તો ભવિષ્યની રચનાઓમા આવી ભુલોને દૂર કરી શકાય…
માર્ચ 17, 2011 @ 16:17:10
khoob saras rachana!! ”AABH THI VARSE AGANJWALA,SHRAVAN VARSE TE J AABH THI”.