તું
કોશિશ તો કર,
તારા સપનાનુ જહાજ
ના તરે
તો મને કે,
મારા
ખોબાના સાગરમાં…
– દીપક પરમાર (૨૨/૧૨/૨૦૧૨,સવારના ૯.૩૩ વાગે)
“દીપ” થઈ પોતે ફરો તો બળવું પડશે….
22 નવેમ્બર 2012 3 ટિપ્પણીઓ
તું
કોશિશ તો કર,
તારા સપનાનુ જહાજ
ના તરે
તો મને કે,
મારા
ખોબાના સાગરમાં…
– દીપક પરમાર (૨૨/૧૨/૨૦૧૨,સવારના ૯.૩૩ વાગે)
10 સપ્ટેમ્બર 2011 17 ટિપ્પણીઓ
અમે ચાલતા-ચાલતા
સમુદ્રકાંઠે પહોચ્યા,
અમારા પગલાની છાપ
રેતના કેનવાશ પર
કોતરણી કરી રહી હતી,
એના ગાલની ગુલાબી
ગુલાબની પાંખડી જેવા હોઠ
સાંજની લાલાશમાં
વધારો કરી રહ્યા હતા,
એની કાળી કામણગારી આંખોમા,
આ કુશળ તરવૈયો ડૂબી રહ્યો હતો,
એના મખમલી હાથનો સ્પર્શ
મારા પુરા શરીરમાં
ઝણઝણાટી લાવી દેતો,
એની નાજુક કમાનાકાર કમરની
આજુબાજુ વિટણાયેલા મારા હાથ
જ્યારે પોતાની લક્ષમણરેખા ઓળંગતા
ત્યારે લજામણીની જેમ
મારી આગોશમાં સમેટાઈ જતી,
થોડી-થોડી વારે આવતી હવાની ઝાપટ
એના લાંબા કેશની રેશમી ચાદરને
મારા ચહેરા ઉપર પાથરી દેતી
પણ અચાનક આવેલા
એક અણગમા અવાજે
મારી સોનેરી પળમા ભંગ પાડ્યો,
ધીરે-ધીરે જ્યારે આંખો ખોલી
તો… ફરી એક ઇચ્છા મરી ગઈ
સવારના ૬.૩૦ વાગ્યા હતા
પથારીમાં પડેલા મારા મોબાઈલમાં….
– દીપક પરમાર ( ૦૯/૦૯/૨૦૧૧, સવારના ૧.૩૩ વાગે )
19 જૂન 2011 14 ટિપ્પણીઓ
આખરે પહોચ્યો ખરા!!!
… પણ એ માટે,
સંબધોના વ્રુક્ષોને
મૂળીયા સહિત ઉખેડી નાખ્યા,
લાગણીની વેલોને
તોડી નાખી,
દોસ્તીની ઝાળ
ઝૂંટી નાખી,
જવાબદારીઓના પથ્થરોને
ભાંગીને ભુક્કા કરી નાખ્યા,
મારગમા જે આવ્યુ
માટીનુ ઢેફુ સમજી
ખુરદો બોલાવી દીધો,
અરે….
ઇચ્છાઓના પતંગિયાઓને
તો ઉડવાજ નથી દીધા,
આખરે પહોચ્યો
પર્વતની ટોચ ઉપર,
પણ મને મળી ફક્ત
દૂર-દૂર સુધી ફેલાયેલી
ને અદંરથી કોરી ખાતી શાંતિ…
-દીપક પરમાર ( ૧૯/૬/૨૦૧૧, સવારના ૧૧.૦૯ વાગે )
11 જૂન 2011 7 ટિપ્પણીઓ
પહેલો દિવસઃ
દવાની કૅપ્સૂલને તોડી,
નિક્ળ્યો સફેદ પાવડર,
કડવા ઝેર જેવો,
ગળે ઉતરે ક્યાથી?
બીજો દિવસઃ
કૅપ્સૂલને તોડી નહિ,
અને…
સરળતાથી ગળે ઉતરી ગઈ…
-દીપક પરમાર ( ૧૧/૬/૨૦૧૧, સાંજના ૫.૩૧ વાગે )
05 માર્ચ 2011 18 ટિપ્પણીઓ
સૂકો ભઠ,
રણ જેવો,
જેઠ મહિનો,
બેઠો છે,
વર્ષોથી,
પલાઠી વાળીને,
તું આવ હવે,
તો…
શ્રાવણ બેસે…
-દીપક પરમાર ( ૫/૦૩/૨૦૧૧, સવારના ૧૦.૩૬ વાગે)
22 ફેબ્રુવારી 2011 18 ટિપ્પણીઓ
શું, વિચારે છે?,
કેમ, ઉભો છે?,
નમાલાની જેમ,
ઢીલુ મોં કરીને,
ચાલવું તો,
તારેજ પડશે…
રસ્તા ક્યાં કદી ચાલે છે?
– દીપક પરમાર ( ૨૨/૦૨/૨૦૧૧ , રાતના ૯.૫૮ વાગે )
12 ડીસેમ્બર 2010 18 ટિપ્પણીઓ
થોડુ ચાલુ છું,
અને…
બેસી જાઉં છું,
તારી યાદના,
બાકડા હજાર,
આ શહેરમાં…
– દીપક પરમાર ( ૧૨/૧૨/૨૦૧૦, સાંજના ૬.૦૩ વાગે )
15 જૂન 2009 8 ટિપ્પણીઓ
હવે તો છોડ મને,
મને તું આઝાદ કર,
જો તો ખરા,
આ જંજીરો પણ કટાઈ ગઈ છે,
સાચુ કહું?…
હવે મારો દમ રુંધાય છે,
જેમ માતા નવ મહિના સુધી,
બાળકને ગર્ભમાં સાચવે,
એમ મે પણ તને,
વર્ષોથી…..સાચવ્યુજ છે ને?
હું તને હાથ જોડુ છું,
આ પ્રસવપીડા માથી મને મુક્ત કર…
જો તો ખરો,
આ ભવિષ્યનો સૂરજ,
કેવો પ્રકાશિત છે!
એના સોનેરી કિરણો,
જાણે બંને હાથ ફેલાવીને,
મને બોલાવી રહ્યા છે,
આ “દીપ” ને,
આ સૂરજમાં,
ભળી જવા દે…
ઓગળી જવા દે…
ઓ…………મારા લાડકવાયા – અતીત
હવે તો છોડ મને,
મને તું આઝાદ કર,
તારીખઃ ૬/૬/૨૦૦૯
– દીપક પરમાર (”દીપ”)
27 ફેબ્રુવારી 2009 15 ટિપ્પણીઓ
“પહેલી તારીખ”
પહેલી તારીખ,
પગાર નો દિવસ,
સવારથી,
હૂં ખુબજ,
ખુશ છું,
અને,
ખુશ કેમ ના હોઉં?
મને ખબર છે,
આજે તો,
ઘરેથી ફોન આવશે જ….
તારીખઃ ૦૧/૦૧/૨૦૦૯
– દીપક પરમાર (”દીપ”)
23 ફેબ્રુવારી 2009 10 ટિપ્પણીઓ
“ચાર ૨સ્તા”
કોઇ,
એકાદ,
રસ્તા ઉપર,
છોડીને ગઇ હોત!,
તોય ઘણું,
પણ,
હવે હું,
કયાં જાઉં,
આ,
ચાર રસ્તા વચ્ચેથી ?
તારીખઃ ૨૨/૦૧/૨૦૦૯
*********************************************************************
“આકાશ-ધરતી”
વાત તો સાવ,
સાચી તારી,
તું- આકાશ,
હું-ધરતી,
પણ અલી,
જરા દુર,
નજરતો કરી હોત!,
આકાશ-ધરતી નું પણ,
મિલન થાયજ છે ને….
તારીખઃ ૨૨/૦૨/૨૦૦૯
– દીપક પરમાર (”દીપ”)
તાજેતરની ટિપ્પણીઓ