આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠમાં મહાપ્રભુજી પ્રાગટ્ય પર્વ ઉજવાયો.


ઉમરેઠમાં મહાપ્રભુજી પ્રાગટ્ય પર્વની ઉજવણી નગરની સટાકપોળના વૈષ્ણવો દ્વારા ઉજવવામાં આવ્યો હતો. શ્રી મહાપ્રભુજી પ્રાગટ્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ગતરાત્રીના ઉમરેઠની સટાકપોળ ખાતે કિર્તન કરવામાં આવ્યું હતુ જ્યારે આજે સવારે નગરમાં પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા. મહાપ્રભુજી પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી અંતર્ગત સટાક પોળ ખાતે થી શ્રી મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા. શોભાયાત્રા નગરના વિવિધ વિસ્તારમાં ફરી હતી જેને ઠેર ઠેર આવકાર મળ્યો હતો અંતે નગરના વૈષ્ણવ મંદિરમાં શોભાયાત્રા પૂર્ણ થઈ હતી. સમગ્ર ધાર્મિક આયોજનનો સૌ કોઈએ ભક્તિભેર લાભ લીધો હતો.

img_k6cjxt7585577015237508427.jpgimg_-hh8iv95054700675720946924.jpg

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.