આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠ – શિવાય પરિવાર દ્વારા દશેરા પર્વે રાવણ દહણ નો ભવ્ય કાર્યક્રમ યોજાશે.


– શોભાયાત્રામાં રામલીલાના પાત્રો ની ઝાંખી  અને શસ્ત્ર પુજન પણ કરાશે.

ઉમરેઠ માં શિવાય પરિવાર દ્વારા દશેરા પર્વ ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. શિવાય પરિવાર્ના કૌટીલ્ય બાવાવાળાએ જણાવ્યુ હતુ કે, દશેરા પર્વ ની ઉજવણી ના ભાગરૂપે તા.૧૯.૧૦.૨૦૧૮ ના રોજ બપોરે ૩.૩૦ કલાકે દલાલ પોળ પાસે આવેલ રઘુનાથજી ના મંદિર થી ભવ્ય શોભાયાત્રા નિકળશે. શોભાયાત્રામાં રામલીલા ના વિવિધ પાત્રો ની ઝાંખી દર્શાવવામાં આવશે, આ ઉપરાંત શોભાયાત્રા માં ભજન મંડ્ળી સહીત ધાર્મીક માહોલ માં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે. સાંજે ૬ કલાક ની આસપાસ શોભાયાત્રા નું નગરના એસ.એન.ડી.ટી મેદાન ખાતે સમાપન થશે જ્યાં શસ્ત્ર પુજન કરવામાં આવશે ત્યાર બાદ સત્ય નો અસત્ય પર વિજય સ્વરૂપે શ્રી રામ રાવણ નું દહન કરશે. ઉમરેઠ માં સૌ પ્રથમ વખત યોજાનાર રાવણ દહન કાર્યક્રમ ને લઇને નગરજનો માં ઉત્સાહ નો માહોલ છે. શિવાય પરિવારના પવન ગાંધીએ જણાવ્યુ હતુ કે, રાવણ લગભગ ૨૫ થી ૩૦ ફુટ નો રહેશે, જે નગરના કલાક્ષેત્રે અગ્રગણ્ય કહેવાતા જયંતભાઇ પેઇન્ટર ઘાસ ના પૂળા તેમજ વાંસ અને થર્મોકોલ થી બનાવી રહ્યા છે, છેલ્લા બે દિવસ થી રાત દિવસ રાવણ ના પૂતળા બનાવવાનું કાર્ય ચાલી રહ્યુ છે જે આગામી બે દિવસ માં પૂર્ણ થઇ જશે. શિવાય પરિવાર ના સમર્થ દોશી અને જિગર પટેલે જણાવ્યુ હતુ કે રાવણ દહણ સમયે સુરક્ષા કાજે ચુસ્ત બંદોબસ્ત સહીત ફાયર ફાઇટર, અને એમ્બ્યુલન્સ પણ ખડે પગે તૈયાર રાખવામા આવશે. શિવાય પરિવાર ના સ્વયંમ સેવકો સદર કાર્યક્રમ ને અભૂતપૂર્વ બનાવવા ભારે જહેમત કરી રહ્યા છે

 

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.