આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠ ડાકોર રોડ પર અકસ્માત નો વાઈરલ થયેલ મેસેજ નું સત્ય..!


વાઇરલ મેસેજ

વાઇરલ મેસેજ

છેલ્લા બે-ત્રણ દિવસ થી વોટ્સએપ પર એક મેસેજે લોકોમાં કૂતૂહલ સર્જ્યું છે. જી હા ઉમરેઠ ડાકોર માર્ગ પર બિલેશ્વર મહાદેવ પાસે એક ઈનોવા કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે અને તેમાં ઈનોવામાં બેઠેલા અગિયાર લોકોનું મોત થયું છે. આ મેસે જેમ જેમ લોકો સુધ પહોંચી રહ્યો છે તેમ તેમ લોકો આ અકસ્માત અંગે એક બીજાને પુછી રહ્યા છે, અરે..હદ તો ત્યાં સુધી થઈ ગઈ છે કે આ મેસેજને લઈ કેટલાક પ્રતિષ્ઠીત મીડીયાના માણસો દ્વારા પણ ઉમરેઠ ડાકોરના પોતાના સુત્રોને આ અકસ્માત અંગે પુછવામાં આવે છે..ખરેખર આવો કોઈ અકસ્માત ઉમરેઠ ડાકોર માર્ગ પર થયો જ નથી. અકસ્માતના ફોટા બીજી કોઈ જગ્યાના છે, તમે જોઈ શકો છો એક ફોટામાં ટ્રકોની લાઈન દેખાય છે તેની બરોબર સામે બીજી એક ટ્રક વિરૂધ્ધ દિશા જતી દેખાય છે, આ ઉપરાંત એક વ્યક્તિ ડીવાઈડર ઉભેલો દેખાય છે. ફોટા માં દેખાતું ડીવાઈડર ખુબજ મોટું છે તેટલું મોટુ ડીવાઈડર ઉમરેઠ ડાકોર માર્ગ પર ક્યાંય પણ આવતું નથી જેમ ફોટામાં દેખાય છે તેમ રસ્તાની બંન્ને બાજૂ ટ્રક ની અવર જવર છે, આટલો મોટો માર્ગ પણ ઉમરેઠ ડાકોર રોડ પર ક્યાંય પણ નથી. આ ઉપરાંત ઉમરેઠ ડાકોર માર્ગ પર બિલેશ્વર મહાદેવ પાસે ના માર્ગ પર કોઈ અકસ્માત થયો હોય તેના નિશાન પણ ક્યાંય દેખાતા નથી કે કોઈ સમાચારપત્રમાં પણા આ અંગે નોંધ લેવાઈ નથી જેથી સાબીત થાય છે કે આ માત્ર અફવા છે અને બીજી કોઈ જગ્યાના અકસ્માતને ઉમરેઠ ડાકોર રોડ પર અકસ્માત કરી ખપાવી દેવામાં આવ્યો છે.

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.