આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠમાં ગણેશ વિસર્જન શરૂ – મોડી રાત્રિ સુધી વિસર્જન પ્રક્રિયા ચાલવાની સંભાવના


ઉમરેઠમાં ગણેશ વિસર્જન ભારે ભક્તિ અને ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું. સવારથી વરસાદીયા વાતાવરનમાં વિવિધ વિસ્તારમાં ગણેશજીની શોભાયાત્રા નિકળી હતી. વરસાદ હોવાને કારણે ગણેશ ભક્તોનો ઉત્સાહ બેવડાયો હતો અને લોકો ઉમંગ સાથે શોભાયાત્રામાં જોડાયા હતા. નગરના વિવિધ વિસ્તારમાં ઠેર ઠેર ગણેશજીની શોભાયાત્રાને આવકાર આપવામાં આવ્યો હતો. કેટલીક જગ્યાએ પાણી,છાસ તેમજ ચોકલેટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ વર્ષે વિસર્જન માટે મલાવ તળાવની પસંદગી કરવામાં આવી હતી, મામલતદાર કચેરી સામે આવેલા કિનારા થી વિસર્જન કરવામાં માટે ઉમરેઠ નગરપાલિકા દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી તરાપા,ફ્લડલાઈટ તેમજ તરવૈયાઓ સાથે મેડીકલ ઈમરજન્સી ટીમ ખડે પગે તૈયાર રાખવામાં આવી હતી. ઉમરેઠ પોલીસ દ્વારા નગરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને વિના વિધ્ને ભક્તિભેર ગણેશજીની શોભાયાત્રા સંપન્ન થઈ હતી.

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.