આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠ પાસે ઓવર બ્રીજ રીપેર કરવાનું કામ શરૂ.


બે-ત્રણ દિવસમાં ઓવર બ્રીજ રાબેતા મુજબ શરૂ થશે.

ઉમરેઠ ઓડ માર્ગ પર જી.આઈ.ડી.સી પાસે આવેલ ઓવર બ્રીજ છેલ્લા બે મહીનાથી બિસ્માર થઈ ગયો હતો, ઓવર બ્રીજના સળિયા પણ રસ્તા બહાર ઉપસી આવ્યા હતા જેને કારણે આ ઓવર બ્રીજ પરથી અવર જવર કરતા વાહન ચાલકોને મુશ્કેલીઓ પડતી હતી અને કેટલાક બાઈક ચાલકો તો પટકાયા પણ હતા.ઓવર બ્રીજની ખરાબ હાલત અંગે ઉમરેઠ,ઓડ તેમજ હમિદપૂરાના નાગરીકો અને ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી હતી જેના પગલે ગતરોજ વે.રેલ્વેના અધિકારીઓ સ્થળ તપાસ માટે આવ્યા હતા અને યુધ્ધના ધોરણે ઓવર બ્રીજનું સમારકામ શરૂ કરાવ્યું હતું. ઓવર બ્રીજનું કામ શરૂ થતા ઉમરેઠ ઓડ તેમજ હમિદપૂરા સહીત ઉમરેઠ થી વડોદરા તરફ જતા વાહન ચાલકોને રાહત થશે હાલમાં આ બ્રીજ બંધ હોવાને કારણે વડોદરા તરફ જતો ટ્રાફિક ભાલેજ તેમજ બેચરી ફાટક થી ડાઈવર્ટ કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ઓવર બ્રીજનું કામ બે-ત્રણ દિવસમાં પૂર્ણ થશે. – ભૃગરાજસિંહ ચૌહાણ

ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાને જણાવ્યું હતુ કે ઓવરબ્રીજ મુદ્દે તેઓ સતત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે સંપર્કમાં છે તેઓએ ઉમેર્યુ હતું કે ઓવર બ્રીજનું કામ બે-ત્રણ દિવસમાં પૂર્ણ થઈ જશે તેમ સુપરવાઈઝર દ્વારા જણાવવામાં આવેલ છે જેથી સોમવાર સુધીમાં આ બ્રીજ વાપરવા લાયક થઈ જશે. ઉલ્લેખનીય છે કે ભૃગુરાજસિહ ચૌહાને જ આ બ્રીજની બિસ્માર હાલત અંગે તંત્રનું ધ્યાન દોરી પરિણાત્મક રજૂઆત કરી હતી.

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.