આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠના જ્વેલર્સની દૂકાનોમાં પોલીસે નિરીક્ષણ કર્યુ


  • સી.સી.ટી.વી ન રાખનાર વહેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી

chokshibazar

ઉમરેઠના ચોકસી બજારમાં આવેલ જ્વેલર્સની દૂકાનોમાં ગતરોજ ઉમરેઠ પોલીસ તેમજ એસ.ઓ.જી આણંદ દ્વારા સંયુક્ત રીતે નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ અને જ્વેલર્સના વહેપારીઓ પોતાની દૂકાનોમાં વ્યવસ્થીત રીતે સી.સી.ટી.વી કેમેરા ગોઠવ્યા છે કે નહી તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. નગરના ચોકસી બજારના ચાર થી પાંચ જેટલા વહેપારીઓની દૂકાનમાં સી.સી.ટી.વી કેમેરા ન હોવાને કારણે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ તેઓને પોતાની દૂકાનમાં સી.સી.ટી.વી કેમેરા લગાવવા માટે સુચણો કરવામાં આવ્યા હતા. વધુમાં પ્રાપ્ત માહીતી મુજબ ઉમરેઠ પોલીસ સ્ટેશનના પો.સ.ઈ યુ.એ.ડાભી તેમજ એસ.ઓ.જી આણંદની ટીમ દ્વારા ઉમરેઠના ચોકસી બજારમાં વહેપારીઓ દ્વારા સી.સી.ટી.વી કેમેરા લગાવવામાં આવ્યા છે કે નહી તે અંગે નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતુ આ સમયે ચાર થી પાંચ જેટલા વહેપારીઓની દૂકાનમાં સી.સી.ટી.વી કેમેરા ન હોવાને કારણે એસ.ઓ.જી આણંદ દ્વારા તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ તેઓને જામીન પર મુક્ત કર્યા હતા અને આ અંગે વધુ તપાસ ઉમરેઠ પોલીસને સોપી હતી.

ઉલ્લેખનીય છે કે જ્વેલર્સની દૂકાનોમાં સી.સી.ટી.વી કેમેરા રાખવા માટે પોલીસ દ્વારા અગાઊ પણ વહેપારીઓને સુચણો કરવામાં આવ્યા હતા છતા પણ કેટલાક વહેપારીઓ દ્વારા તેને અમલ કરવામાં આવ્યો ન હતો, આખરે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કેટલાક વહેપારીઓને આ અંગે ખબર પડતાજ દૂકાનો બંધ કરી જતા રહ્યા હતા. વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતુ કે આવનારા દિવસોમાં પણ આજ રીતે સર્પ્રાઈઝ ચેકિંગ કરવામાં આવશે અને કોઈ વહેપારી દ્વારા સી.સી.ટી.વી નહી લગાવવામાં આવ્યા હોય તો વધુ કડક પગલા ભરવામાં આવશે.

ઉમરેઠ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ યુ.વી.ડાભીએ જણાવ્યું હતુ કે હાલમાં જ્વેલર્સો સહીત મોટી દૂકાનોમાં થતા ચીલ ઝડપ તેમજ ચોરીના બનાવોમાં સી.સી.ટી.વી હોય તો તપાસમાં સરળતા રહે છે અને ગુન્હેગારોને ઝડપથી પકડી સકાય છે જેથી જ્વેલર્સ સહીત અન્ય વધુ અવર જવર ધરાવતા કોમર્શિયલ એકમોમાં સી.સી.ટી.વી લગાવવા હિતાવત છે. આમ કરવાથી દૂકાનદારોની સુરક્ષામાં વધારો થશે અને સી.સી.ટી.વી લાગેલા હોવાથી અસામાજિક તત્વો પોતાની નાપાક પ્રવૃત્તિને અંજામ આપતા રોકાઈ પણ શકે છે.

ઉમરેઠ ચોકસી મહાજનના હોદ્દેદારો વરાયા

ઉમરેઠ ચોકસી મહાજનના નવા વર્ષના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. નવા વર્ષના પ્રમુખ પદે ઉમરેઠના દિવ્યેશ મદનલાલ દોશીની પ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલ સમારોહમાં પદ ગ્રહણ પુરોહીત પદે હેમંતભાઈ અંતાણી(આણંદ),રાજ્યસભા સાંસદ લાલસિંહ વડોદીયા ખાસ ઉપસ્થીત રહ્યા હતા. નવા વરણી પામેલ પ્રમુખ દિવ્યેશભાઈ ચોકસીને પૂર્વ પ્રમુખ જયંતભાઈ.ઓ.ચોકસીએ પદભાર સુપ્રત કર્યો હતો. ચોકસી મહાજનના હોદ્દેદારોની વરણીના દિવસે જ ઉમરેઠ પોલીસ દ્વારા જ્વેલર્સની દૂકાનોમાં સી.સી.ટી.વી અંગે નિરીક્ષણ હાથ ધર્યું હતુ ત્યારે પોતાના પ્રાસંગીક પ્રવચણમાં રાજ્ય સભા સાંસદ લાલસિંહભાઈ વડોદીયાએ જણાવ્યું હતુ કે સી.સી.ટી.વી કેમેરાનો ઉપયોગ તમામ વહેપારીઓએ કરવો જોઈયે સરકાર દ્વારા પણ આ અંગે સુચણો કરવામાં આવ્યા છે જેનાથી વહેપારીઓને જ ફાયદો છે ચીલઝડપ અને ચોરીના બનાવોમાં સી.સી.ટી.વી ફુટેજ થી કેટલાય કેસ ભૂતકાળમાં સોલ્વ થયા છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચોકસી મહાજન ઉમરેઠે ૫૧માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.