આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠના ભગવાનવગામાં અસહ્ય ગંદકી


ઉમરેઠના વોર્ડનં.૨માં આવેલ ભગવાનવગા વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસથી અસહ્ય ગંદકીને કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ વિસ્તારમાં મોટા ભાગે ગરીબ અને પછાત વર્ગના લોકો રહેતા હોવાને કારણે તંત્ર દ્વારા સદર વિસ્તારની સતત ઉપેક્ષા કરવામાં આવતી હોવાનું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. સૌથી વધુ દૂવિધાની વાત તો તે છે કે આ વિસ્તારની બાજૂ માંજ આખા નગરને સાફ રાખનાર હરિજનોનો મહોલ્લો આવેલો છે તેઓએ પણ નિત્ય અવર જવર માટે ભગવાન વગાનો આ ગંદકીથી લથબથ વિસ્તાર પસાર કરવો પડે છે.આ વિસ્તારમાં સરકારી સ્કૂલ, માતાજીનું મંદિર તેમજ રહેણાંક વિસ્તાર પણ છે છતા પણ આ વિસ્તારની સતત ઉપેક્ષાને કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સ્થાનિકો કહે છે કે ચુંટણીના આગલા દિવસોમાં તેઓને ચવાણું અને ઠંડા પીણા ઘરે બેઠા પહોંચાડનાર પાલિકાના સભ્યો ચુંટણી પત્યા બાદ શોધ્યા પણ જડતા નથી અને તેઓને માળખાગત સુવિધા પણ આપતા નથી. આ વિસ્તારની ગરીમાને ધ્યાનમાં રાખી સદર વિસ્તારમાં ગંદકીની સમસ્યા દૂર કરવા માટે વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે વ્યવસ્થા કરી નિત્ય સાફ સફાઈ કરવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોક લાગણી વ્યાપી છે.

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.