આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ભાજપનો સદ્ભાવના ઉપવાસ અને કોગ્રેસનો સત્યાગ્રહ – ડાકોર


ઉમરેઠ ડાકોર માર્ગ ઉપર ભવન્સ કોલેજ ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એક દિવસના સદ્ભાવના ઉપવાસ ઉપર બેઠા હતા. આ સમયે ઉમરેઠ સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી અને સંતરામ મંદિરની અન્ય ગાદીના મહારાજશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી.

ડાકોર ભવન્સ કોલેજ ખાતે સદ્ભાવના ઉપવાસ દરમ્યાન નાના બાળકો સરદાર વલ્લભભાઈ પટેલના મુખોટા પહેરી મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે હાલમાં નરેન્દ્રભાઈ મોદીને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સરખાવવામાં આવે છે. તાજેતરમાં કોગ્રેસની સરદાર સંદેશ યાત્રા સમયે નરેન્દ્ર મોદીએ નિવેદન કર્યું હતુ કે, કોગ્રેસને સરદાર વલ્લભભાઈ પટેલની ખરેખર કદર હોય તો દિલ્હીમા તેમના નામના કોઈ સ્મારક કેમ નથી..?

(ફોટો – http://narendramodi.in/sadbhavana) 

એક તરફ ભાજપ દ્વારા ભવન્સ કોલેજ ખાતે સદ્ભભાવના ઉપવાસ યોજાયો હતો ત્યારે કોગ્રેસ દ્વારા ડાકોર કપડવંજ માર્ગ ઉપર સત્યાગ્રહ યોજાયો હતો. આ સમયે કોગ્રેસના અગ્રણી નરહરી અમિન સહીત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ સરકારને ઉદ્યોગપતિઓની સરકાર કહ્યું હતુ,અને ભાજપની નિતિઓ સામે આકરા પ્રહારો કર્યા હતા.  (ફોટો- પરેશ દોશી)

One response to “ભાજપનો સદ્ભાવના ઉપવાસ અને કોગ્રેસનો સત્યાગ્રહ – ડાકોર”

  1. Ramesh Sheth's avatarRamesh Sheth March 1, 2012 at 5:05 pm

    ઈશ્વરની અસીમ કૃપાથી ડાકોરમાં શ્રી પુનિત આશ્રમ સામેના (શ્રી હનુમાન મંદિર) સ્થાનકે હું સોમવારે તા. પ માર્ચે આવીશ કે જેને માટે ….2003-4 માં જમીન .. ત્યાં મહંતશ્રી સુંદર રીતે સંભાળે છે અને હવે સાક્ષાત્કારી સ. સંતની પ્રતિમા પધરાવવાની છે .. માનવીને પ્રલયકાળથી ઉગારવા … તમે ગુરુકૃપાથી સર્વેને દોરી શકો, તે આપશે. મારો મોબાઈલ 9833643428 છે.

    Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.