આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠ ઓડ ચોકડી પાસે વ્રજ વિહાર પાર્ટી પ્લોટ બહાર અકસ્માત..!


  • વાહનો અને લારી ગલ્લાને નુકશાન, ડ્રાઈવર ઈજાગ્રસ્ત

ઉમરેઠ ઓડ ચોકડી પાસે મોદી રાત્રે અકસ્માત થયો હતો, પરંતું નસીબે આ સમયે કોઈ વ્યક્તિ અહિયા હાજર ન હોવાથી કોઈ વ્યક્તિને નુકશાન થયું ન હતું, જ્યારે ટ્રકમાં સવાર એક વ્યક્તિ અને ડ્રાઈવરને વધતા ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી.

ઉમરેઠ ઓડ ચોકડી પાસે અસહ્ય દબાણો હોવાને કારણે અહિયા વારંવાર અકસ્માત થાય છે. છતા પણ તંત્ર અહિયા દબાણો હટાવતું નથી ઉપરથી અહિયા પડતા ત્રણ રસ્તા ઉપર કોઈ ટ્રાફિક સર્કલ પણ નથી જેના કારણે વાહન ચાલકો ગુંચવાઈ જાય છે ને ગફલતભરી રીતે વાહન હંકારી અકસ્માત કરી બેસે છે. ઓડ ચોકડી પાસે પોલીસ ચોકી પણ બનાવવામાં આવી છે પરંતું અપુરતા પોલીસ સ્ટાફને કારણે આ ચોકી કાર્યરત થતી નથી તેમ પણ ચર્ચાઈ રહ્યું છે.

 

અત્રે ઉલ્લેખનિય છે કે, ઓડ ચોકડી પાસે આ ટ્રક જે ગલ્લા અને વાહનોને ટકરાઈ હતી તે સંતરામ વ્રજ વિહાર પાર્ટી પ્લોટ બહાર હતા જો આ અકસ્માત મોદી રાત્રીની જગ્યાએ વહેલો થયો હોત તો આ પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ હોવાને કારણે મોટી સંખ્યામાં લોકો હાજર હતા અને લોકોના વાહનો આજ જગ્યાએ પાર્ક કર્યા હતા જેથી નુકશાન વધુ પ્રમાણમાં થાત.

 

One response to “ઉમરેઠ ઓડ ચોકડી પાસે વ્રજ વિહાર પાર્ટી પ્લોટ બહાર અકસ્માત..!”

  1. પરાર્થે સમર્પણ's avatarપરાર્થે સમર્પણ December 21, 2010 at 2:49 am

    શ્રી વિવેકભાઈ,

    આપ દેશ-વિદેશ વસતા લોકોને ઉમરેઠની તદ્દન નવી જાણકારી આપી વતન અને ત્યાં બનતા બનાવોથી માહિતગાર કરી વતન પ્રેમનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડો છો. અભિનંદન.

    Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.