આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

“સંદેશ” ની બેવડી નિતી


સવારના પહોરમાં જ્યારે સંદેશ હાથમાં આવ્યું તો પહેલા પાન ઉપર આ જાહેરાત અને પછી પાંચમાં જ પાને આ સમાચાર વાંચ્યા “સંદેશ” જેવું ન્યુઝ પેપર પહેલા પાનથી પાંચમાં પાન સુધીમાં પોતાની બેવડી નિતી કેવી રીતે બતાવે છે તેનું ચોખ્ખું ચટ ઉદાહરણ છે.

6 responses to ““સંદેશ” ની બેવડી નિતી”

  1. પરાર્થે સમર્પણ's avatarપરાર્થે સમર્પણ December 4, 2010 at 1:29 pm

    શ્રી વિવેકભાઈ,
    સમાચાર પત્રોની વિશ્વનિયતા હવે પહેલા જેવી રહી નથી.બસ જાહે ખબરનો વેપાર બનાવી દીધો છે.

    Like

  2. Harshad / Madhav's avatarMadhav / Harshad December 4, 2010 at 5:18 pm

    ગોવિંદભાઈ ની વાત સાથે હું પણ સહમત છું.

    Like

  3. Rajni Agravat's avatarrajniagravat December 4, 2010 at 7:06 pm

    એટલે તો મારે તાજેતરની આ બ્લોગ પોસ્ટ માં “મફત”નીં (વ્યાજબી) માંગણી કરેલી ને? 😉

    Like

  4. જય ત્રિવેદી's avatarકનકવો (Jay's Blog) December 4, 2010 at 10:53 pm

    એક નાનકડી ટકોર કરી લઉં ?

    આ બન્ને તસવીરની માત્ર લીંક આપી તે કરતા અહીં જ પોસ્ટ કરી હોય તો વધુ અનુકુળ રહે. (અમારા જેવા કમ્પ્યુટરના ધંધાર્થીઓ આળસુ હોય એટલે બીજા બે પેજ ખોલતા થોડો કંટાળો આવે અને કદાચ કોઈ પૂરી પોસ્ટ જોયા વગર જતા રહે એટલે કહ્યું છે. ખોટું ન લગાડશો.)

    હવે મુખ્ય વાત – અખબારો ક્યારેય સંપૂર્ણ વિશ્વાસપાત્ર ગણી શકાય તેવા હોતા નથી. એક તો આવકનો મોટો સ્ત્રોત જાહેરખબર હોય ત્યારે તેને અવગણવી એ મોટું સાહસ નીવડે. ઉપરાંત દરેક અખબારના તંત્રી એ માલિક પણ હોય એવું ન પણ બને. ત્યારે તંત્રી સત્યનિષ્ઠ હોવા છતાં તેમણે અમૂક વખત મેનેજમેન્ટના વિચારોને “પ્રમોટ” કરવા પડે તેવું બને. ઉપરાંત હવેના સ્પર્ધાના જમાનામાં ટકી રહેવા સનસનાટીભર્યા સમાચાર એ જાણે જરૂરીયાત થઈ ગયા છે એટલે આડું અવળું જોયા વગર ઉંધીચતી બાબતો વિષે લખાતું હોય છે. વળી સમાચાર વિભાગ અને જાહેરાત વિભાગ અલગ હોય એટલે બન્ને એકબીજા વિષે કંઈ જ જાણતા પણ ન હોય તેવું પણ બને છે. ઉપરાંત 24 કલાક ચાલતી ચેનલોએ અખબારોનું મહત્વ ઘટાડવા માંડ્યું છે એટલે “એક્સ્લુઝીવ કવરેજ”ના ધખારામાં આવું બધું ચાલે.

    “સબ ગંદા હૈ પર ધંધા હૈ યે…” આ આજકાલ “ગોલ્ડન સ્લોગન” છે. આપણે જ વિવેક વાપરવો રહ્યો અને સાચું ખોટું પરખવું રહ્યું.

    Like

    • VIVEK DOSHI's avatarવિવેક દોશી December 6, 2010 at 10:42 am

      હવે,તો બેઈમાનીના ધંધામાં પણ ઈમાનદારી ની પ્રથા શરૂ થઈ ગઈ છે. બીજૂ કે તમારા જણાવ્યા મુજબ લીંકની જગ્યાએ પોસ્ટમાં જ મટીરીયલ્સ મુકવાની તમારી સલાહ આગળથી ધ્યાનમાં રાખીશ.

      Like

  5. નટખટ સોહમ રાવલ's avatarનટખટ સોહમ રાવલ December 5, 2010 at 10:20 am

    “પૈસે કે લિયે કુછ ભી કરેગા…” 😉

    Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.