દિલના એવા દરિયામાં સ્નેહની ગહેરાઈ છે,
એમ છતાં કિનારે કેમ ખારાપણું છલકાઈ છે?
હેતાળ હસતા રહેતાં સમુદ્રની માફક જાણે,
પ્રસન્નતા મુખની કેમ ખોખલી જ દેખાય છે?
આવન અને જાવન જળનું કરે છે કરતબો જાણે,
સુખ-દુઃખની રમત કેમ જીવનમાં જ રમાઈ છે?
પાણીની સરવાણી એ તો મનની જ નિશાની જાણે,
સતત વિચારવાની ટેવ કેમ જાતે જ બંધાય છે?
“વંદના” ખરો! ખેલ આજ જીવન સમુદ્રમાં જાણે,
તોફાનોનો વચ્ચે જ કેમ જીવ તણી ભલાઈ છે?
દિલના એવા દરિયામાં સ્નેહની ગહેરાઈ છે…….
વંદના પી. જેઠલોજા