જીવનના લાખેણા ઢગલાની વચ્ચે,
નાની અમસ્તી ક્યાંક છુપાણી એક પલ.
પાગલ મનની પાછળ દૌડતા એવાં,
વિચારોની વમળમાં અટવાણી એક પલ.
દુ:ખના દરિયા વાટે તરતા-તરત,
સુખના અશ્રુ રૂપે વરસાણી એક પલ.
સ્વાર્થમાં પોતાના માટે જીવતા રહ્યા ,
ત્યાં અન્ય માટે લપાણી એક પલ.
અન્ય ના માંગું પ્રભુ તારી પાસે ,
આશીર્વાદમાં તવ અપાણી એક પલ.
“વંદના” ડૂબ્યા ભવ – સાગરે આજ,
પણ સ્નેહ રૂપે જીવાણી એક પલ…
@વંદના પટેલ @
સુંદર વિચારો છે. તેને થોડા છંદમાં ગોઠવી, રદીફ-કાફિયા વગેરેથી સજાવો. તમે તો શિક્ષીકા છો. તમને તો બધું જ હસ્તગત હશે જ…