તુજ પ્રકાશમાં મુજ અસ્તિત્વને ઓગળવા દે,
મનની લાગણીને થોડી તો સળવળવા દે.
માનું છું હતું તવ પ્રેમધન સાથમાં,
અને નથી હવે એક પણ બુંદ હાથમાં,
એહસાસમાં મનને થોડું રઝળવા દે.
વાણીના ઘા સહન કર્યા નાતમાં,
તુને ખોજતી રહી હરેક મુલાકાતમાં,
તવ નયનમાં મુજ પ્રતિબિંબને ઝળકવા દે.
લેખ ભલેને હતા વિધાતાની હાથમાં,
વિશ્વાસ હતો એ નાનકડા શબ્દાર્થમાં,
વિધિના પાનાને બસ, હવામાં ફરકવા દે.
“વંદના” જુએ તને નિજ જાતમાં,
પડછાયા રૂપે આપ છો સંગાથમાં,
તવ પ્રીતને મુજ વ્યક્તિત્વમાં મહેકવા દે.
મનની લાગણીયોને થોડીક તો સળવળવા દે.
તુજ પ્રકાશમાં મુજ અસ્તિત્વને ઓગળવા દે….
@વંદના જેઠલોજા@
વંદના” જુએ તને નિજ જાતમાં,
પડછાયા રૂપે આપ છો સંગાથમાં,
તવ પ્રીતને મુજ વ્યક્તિત્વમાં મહેકવા દે.
Saras,Vandanaji !
Gamyu !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
See you on Chandrapukar.
વંદના” જુએ તને નિજ જાતમાં,
પડછાયા રૂપે આપ છો સંગાથમાં,
Saras…..Gamyu !
Chandravadan (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Hope to see you on my Blog !