થોડીસી મિઠી હે, જરાસી મિર્ચી હે
સો ગ્રામ ઝીંદગી સંભાલ કે ખર્ચી હે.
સંવેદનશિલતા ને Sensibility વચ્ચે જ્યારે અંત: સંઘર્ષ થાય અને એમા ઉમેરાય સ્વાનુભવો ત્યારે કંઇક ગુઝારિશ જેવુ સર્જન થાય…
અતિ-સંવેદનશીલ સંજય લિલા ભનશાલી quadriplegic Ethan Mascarenhas ની વાર્તા દ્ધારા આપણી સોસાયટીના એક વિવાદાસ્પદ પાસાને સ્પર્શે છે. ઉત્ક્રાતિ ની ટોચ પર બેઠેલા આપણે એટલે કે homo sapiens sapien જે મગજના બે અતિવિકસીત હિસ્સાઓ દ્ધારા વાણિ વિચાર અને ર્વતન નુ નિયંત્રણ કરે છે, જરા આ અિતવિકસીત Neuro System ને બાજુ પર રાખી ને બિજી species ની વાત કરીએતો euthanasia એ બહુજ સામાન્ય બાબત છે. પિડાતા પ્રાણી ને અનેકવાર Mercy Killing થી છુટકારો અપાય છે. બિમાર પડેલુ પશુ અન્ન જળનો ત્યાગ કરી સ્વયંભુ અંતિમ સફર તરફ પ્રયાણ કરે છે. ..ત્યારે કોઇ ગુઝારિશ થતી નથી કે કોઇ સાંભળતુ નથી.
Back to the Movie… ગુઝારિશ ની ર્વાતા કરતા પાત્રો દમદાર છે. એક જાદુગર, Goa ના વિશાળ મેન્શનમા એકાકીને અવલંબિત જિંદગી જીવતો હોય…એક અતિસુંદરને Overly committed નર્સ હોય…પોતાની આ હાલત માટે જવાબદાર Competitor નો પુત્ર Magic નો સ્ટુડન્ટ હોય…બુદ્ધિજીવી વકિલ મિત્ર હોય…ને Goaનુ રોમાંચક Backdrop…પાછા આ પાત્રો ભજવાય અત્યંત સબળ Actors દ્ધારા..ને એમા ઉમેરાય સંજય ને એની Talented Team ના touches…Black પછીનુ સંજયનુ આ ઉત્તમ ર્સજન છે. ગુઝારિશ જોયા પછી Theater માથી તમારી સાથે ઘેર પાછી અાવે એવી ફિલ્મ છે. You care for and feel for the characters kind of cinema. હુ હંમેશા કહેતો અાવ્યો છુ કે ફિલ્મો મુખ્યત્વે બેજ પ્રકાર ની હોય છે. Entertaining or Thought provoking..!! ગુઝારિશ બિજા પ્રકાર ની ફિલ્મ છે.
સંજયની ફિલ્મોનુ ફલક ઘણુ વિશાળ હોય છે. Production Values ઘણીજ ઊંચીને, Mise-en-scène નો અદભૂત ઉપયોગ થયો હોવાને કારણે, એક ર્દશક તરીકે તમે એક નવાજ વિશ્ર્વમા Transform થઇ જાઓ છો.
િઋતિક રોશન અને ઐશ્ર્વર્યા..Dhoom franchise માથી બહાર નીકળી ને કેવો સબળ અભિનય આપી શકે છે, એ ગુઝારિશ મા વારંવાર જોવા મળે છે. ફિલ્મની પટકથામા સંવાદો બહુ ઓછા છે..વધારે પડતી વાર્તા Expressions અને Silence થી કહેવાય છે. એમા પણ Reverse Mind-Body Interaction જ્યારે એશ ચા નો કપ બનાવતા બનાવતા ( જે Friendly Gesture છે) ઇથાન ની વકિલ મિત્ર સાથે એકદમ Unfriendly Argument કરે છે..દિગ્દર્શનની આ કમાલ છે.
Public prosecutor ને box મા ૬૦ સેકન્ડ રાખ્યા પછી..ઇથાનને પોતાની ઘુટન વિશે એક લાંબો Typical મોનોલોગ આપી શકાયો હોત પણ, “That’s all your honor”..અને વાર્તા આગળ વધે છે, સંતુલિત દિગ્દર્શન આને કેહવાય..
સંજયની પાસે રંગો અને પ્રકાશના ઉપયોગની એક સહજ સૂઝ છે, જે એની ફિલ્મો ને અાગવો મૂડ ને લુક અાપે છે. નાના પણ Meaningful dialogues, Attention to details અને ચુસ્ત Editing, ફિલ્મ slow હોવા છતા ભાગ્યેજ ર્દશકના ધ્યાન માથી સરકે છે.
દરેક ર્સજન ની જેમ ગુઝારિશ મા પણ ત્રુટિઓ છેજ, પણ એ વિશે વાત નહી કરૂ..
મુન્ની ને શૈલા ના માહોલ મા ઘણા સમય પછી serious cinema ગુઝારિશ રૂપે અાવ્યુ છે..તમે મગજ ના જમણા હિસ્સાથી ફિલ્મ જુઅો કે rather અનુભવો તો ખરેખર લાંબા સમય સુધી..એનો અાનંદ કે દુ:ખ તમારી સાથે રેહશે…
અંતમા ફિલ્મ વિશેના અભિપ્રાય એ બહુજ subjective હોવાના, ને આ મારુ અવલોકન છે.
આવતા મંગળવારે શ્રીકાંત શાહ વીશે……
આમિન
-પાર્થ
o
