થોડા સમય પહેલાની જ વાત છે. વિધાનગરની સાંજો જ્યારે ધીમે ધીમે ઢળતી, રાણક હોસ્ટેલની આસપાસ ની ચહલ-પહલ, છલોછલ છલકાતી છોકરીઓના ટોળા, પુરપાટ ઝડપે હોસ્ટેલ નો ગેટ બંધ થાય એ પેહલા પાછા ફરતા હોય ને, પાસેના ખૂણા પર ઉભેલા ઉત્સુક યુવાનો એકાદ પેમ્ફલેટ, કે નોટ, કે જર્નલ ની આપ -લે કરવાના બહાને કોક ગમતા પાત્ર સાથે ઉભા રહી જતા..ત્યારે સાંજ ઢળવાને બદલે રોકાય જતી, એકાદ મિનીટ માટે, કે એવુ લાગતુ અમને..
ને પછી રાત્રે રોયલ હોસ્ટેલ ની એ રૂમમાં પોતાના નાનકડા પલંગ પર આડો પડેલો જવાન, મરક મરક હસતાં, મન મા રાજી થતા..રેડિયો પર આવતા નોસ્ટેલેજીક ગાયન ના સથવારે સ્વપ્નની સફરે નીકળિ જતો, એ ગમતા પાત્ર સાથે..કદાચ આ અમારી પેઢી નો Old Fashioned Romance હતો..
સમયની સફર જારી રહે છે..કેટલિય જનરેશન અહી ભણીને કયાંક જિવન માં ગોઠવાય ગઇ છે, કોક ના મન મળ્યા, તો કોક ને સાથ ફળ્યા તો કોક તૂટેલા સ્વપ્નોનો કાટમાળ જણસ ની જેમ સાચવી જિંદગી મા આગળ વધી ગયા. ઘણા હજી એ મેજીકલ મોમેન્ટસ ને સમી સાંજે ડલાસ, ટોરેન્ટો, સિડની કે કાવિઠા ની સ્કૂલ મા અંગ્રેજી ભણાવતા ચગળી લે છે. સ્કોચની છેલ્લી ચુસ્કી ની કડવાહટ, ને યાદો ની મિઠાસ..સાંજ ફરી ઢળવાને બદલે રોકાય જાય છે…
કોલેજ નો એન્યૂઅલ ડે, મ્યુઝિકલ ઇવનીંગ વખતે સૌથી સારી કપડાની જોડ ને ત્રણ વાર થતી ઇસ્ત્રી, નવી બ્લેડ થી દાઢી, અને ” ઓર ઇસ દિલ મે ક્યા રખ્ખા હેય” સ્ટેજ પર ગવાય ત્યારે શરૂ થી અંત સુધી એની સામેજ જોયા કરવુ કે કદાચ એ આપણી સામે જુવે ને કદાચ હસે પણ,… Positive thinking ની એ શરૂઆત હતી.
સૌથી રોમાંચક ને રસપ્રદ બાબત હતી, Unsaid..Communications..અને તે પણ થતા Subtle રીતે, આંખો થી text થતી ને સ્મિતો ના MMS! કોને મોબાઇલ ની જરૂર હતી? ” જો તારી હા હોય તો કાલે લેબમાં, તારી જર્નલ મારી જર્નલ ની જોડે મુકજે…અમારી જનરેશન પાસે પોતાના પર્યાય હતા SMS અને મોબાઇલ ના..એમના માટે દિવાળી કાર્ડ પસંદ કરવા APC ની કાર્ડ શોપના બધાજ કાર્ડસ જોય વળતા! કાગળો લખાતા ને ન આવડે તો લખાવાતા. ને કાગળો ફાટતા, સળગતા, મારામારીઓ થતી, પણ દરેક મા Lust ઓછુ ને Passion વધારે હતુ.
ભારતનો આર્થિક વિકાસ હજી ઘણો દૂર હતો, પગાર પંચ કે પેય રાઇસ ની સમજ ન હતી, કારણકે પેય જ ન’તો. છતા પણ ખિસ્સા ખર્ચી માથી બચાવી ને એના માટે બર્થ-ડે ગિફટ લેતા, ભાઇબંધ ના બુટ, જીન્સ બધુ સહિયારુ હતુ, મોટર બાઇક લક્ઝરી હતી, સાયકલ, ખાદી નો ઝભ્ભો ને કવિતા છોકરી ઓને ગમતા..
સિનેમા સૌથી મોટુ Influence હતુ, પ્રેમ મા પડવા, ડૂબવા કે ઉભરવા માટે, રિક્ષા મા ડા્ઇવરની જોડે બેસી છોકરીઓ સાથેને થિએટર પર જવુ, વોલકેનો પતે પછી ટાઉન હોલ થી છેક વિદ્યાનગર સુધી ચાલતા પાછા આવવુ, એક સ્પર્શનો રોમાંચ દિવસો સુધી રહેતો..
વરસાદ, પરિક્ષા, તડકા, ભાઇકાકા લાયબ્રેરી, શાષ્ત્રી મેદાન ની સહિયારી પરિક્રમા..અમારા સમયની, અમારી પેઢી ની મહામૂલી જણસ હતી…છે..
થોડા સમય પહેલાની જ વાત છે.
-પાર્થ

Very well written article… I enjoyed it…
Thanks a lot…i’ll try to post regularly
thanks a lot
અરે યાર, આવું સરસ લખો છો ને ક્યાં છુપાઈને રહો છો. કમ ઓન. વેલકમ ટુ ગુજરાતી બ્લોગ-વર્લ્ડ. થોડું વિચિત્ર છે, પણ આપણું જ છે.
બક્ષીના ફેન છો અને તમને તો મળવાનો મોકોય મળ્યો. સરસ.
અમે તો કદાચ ઉપર ક્યાંક મળીશું 🙂
My.. my.. my..
jst magic!parth,jst 1 n a half decade n we hv bcm ‘ye un dino ki baat hai’ gen.e yug ma koi superstar nahota. amitabh was facing midl-age crisis. srk,salman,aamir haju to nava sava hata.boliwood transition period ma thi pasar thai rahyu hatu.ne aa blending-old vanishng n new emergng- no bharpur psychologicl faydo malyo aapne karela,nahi karela romance-o ne! Wt a journey it ws,parth. Love.