બેધડક છાતી સરસો ચાંપી શકાતો નથી,
ને વળી આ સંબધ કાપી શકાતો નથી.
વહી જાય છે અાંખ સામે થી પુર ના પુર,
અા સાલ, વેદના નો વરસાદ માપી શકાતો નથી.
રણની જીંદગી પ્રસરી રહી છે ક્રમશ:
તોય ઠંડુ છે મન ને તડકો તાપી શકાતો નથી.
તારા વીના પણ જીવી શકાય છે એવુ માનીને,
નક્કી કરુ છુ ના, ને તારો કોલ ઉથાપી શકાતો નથી
રાખી શકાતો નથી કે આપી શકાતો નથી
ને વળી આ સંબધ કાપી શકાતો નથી.
-પાર્થ

ગઝલના છંદ શીખી લેવાય તો બહુ સારુ. આ રચના એક પ્રોફેશનલ ગઝલની ખૂબ નજીક છે.
આ લિંક પર સહેજ નજર નાખવા ભલામણ કરું છું.
Hell wid 6and! prem karva na thoda kai niyamo hoy?kavita nu bas evu j 6e.aakhre prem na udar ma thi te pragti hoy 6e.