તારુ મન ક્યા કળી શકાય છે?
સમયને થોડો છળી શકાય છે?
આ વરસે ચોમાસુ બારમાસી છે,
મન થાય એટલુ પલળી શકાય છે.
હવે એવી તરકિબ શિખી ગયુ છે મન,
તારુ મૌન પણ સાંભળી શકાય છે.
પછી એક નદી ફૂટે છે લોહીમા યાદની,
ને સાંજ સમુ આંખે ઝળહળી શકાય છે.
ન ભળી શકાય છે, ન લળી શકાય છે.
આ અહમથી માત્ર બળી શકાય છે.
-પાર્થ (૨૮ મી જૂન ૨૦૧૦, સવારે ૯:૦૦)

Have evi tarkib… sher is super.