!!!…વિશ્વ આજ ઉજવે છે, ચકલી દિન…!!!
વિશ્વ આજ ઉજવે છે. ચકલી દિન
નેતાઓ બતાવે ચહેરા નકલી રે,
બનાવો ઘર ઘર ચકલીનો માળો,
રોજ રોજ ચકલીને ચણ આપો રે,
વિશ્વને આજ ખબર પડી કે
ચકલી જ છે. અસલી મિત્ર,
લાગે છે, બહાર આવ્યું સાચુ ચિત્ર
બનાવો યારો ચકલીને મિત્ર,
જીવદયાને કરો “ યાદ ”
ન રહેશે પર્યાવરણની “ ફરિયાદ”
ચકલી સંગ કરો પક્ષીની મિત્રતા
ઘર ઘર ચકલી અપનાવો રે,
કિશોર કહે ચકલી સંગ
યાદ કરો ગાંધી બાપુની “ તકલી ” આજ,
દેશ-દેશાવરને છે. એમના પર નાઝ
*******************************************
ડૉ. કિશોરભાઈ એમ.પટેલ
આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત


















પ્રતિભાવો…