बदले विचार बदलेगा जीवन- डॉ.वेन डायर
डॉ.वेन डायर
Change Your Thoughts, Change Your Life पुस्तक का हिन्दी रूपांतरण
सफल जीवन जीने के रहस्य
——————————————————-
२५०० साल पुरानी पुस्तक
‘ ताओ’ के सीक्रेट्स पर
आधारित यह पुस्तक आपके
जीवन में चमत्कार लाएगी ।
——————————————————-
एक इन्टरनेशनल एक्सपर्ट से जाने
सफल जीवन जीने के रहस्य –
ऐसा रहस्य जिससे पाठको का जीवन
सफलता,खुशियों और दौलत से भर जायेगा ।
——————————————————–
खुशी पाने का कोई मार्ग
नहीं है – खुशी ही मार्ग है ।
——————————————————–
यह एक ऐसी पुस्तक है, जिसे एक कविता की तरह प्रतिदिन पढ़ा जाना चाहिए । यह आपके जीवन को देखने के तरीके को सदैव के लिए बदल देगी और आप प्रकृति के साथ एक नए संसार में जिएंगे। आपको शांति की महानतम भावना महसूस होगी और ‘ ताओ ते चिंग’,यानी ‘महान मार्ग’ प्राप्त होगा, जो संतुलित नैतिक और आध्यात्मिक है ।
ईसा के जन्म से पांच सौ वर्ष पहले लाओत्जू ने ८१ कविताओं को रचा था । डॉ.वेन डायर ने इन पर ८१ निबंध लिखे है । इनमे बताया गया है कि इतने प्राचीन ज्ञान को आपके संसार में कैसे डाला जाए ।
PUBLISHED IN 25 LANGUAGES !
શક્યતાની ક્ષિતિજ :માણસના મન ઉપરના લેખો નો સંગ્રહ
શક્યતાની ક્ષિતિજ :માણસના મન ઉપરના લેખો નો સંગ્રહ
હરેશ ધોળકિયા
વ્યક્તિ એટલે મન. મોટા ભાગનાનું મન બિનતાલીમી છે. માટે ગૂંચવાયેલું છે. તે સમસ્યાઓ સર્જે છે. વિચારો અસ્પષ્ટ થાય છે. લાગણીઓ આવેશમાં ફેરવાય છે. જાગૃતિ ધૂંધળી બને છે. મન’ગ્રંથીઓ’ થી ગ્રસ્ત થાય છે. જીવનનો આનંદ નથી ભોગવી શકાતો,તે માટે જવાબદાર છીએ કેવળ ‘ આપણે’! પણ મનને કેળવી શકાય છે. વિચારો અને ભાવનાઓને સ્વસ્થ કરી શકાય છે.
કેળવાયેલું મન ધાર્યું કરી શકે છે. તેની શક્તિ અનંતગણી વધી જાય છે. સ્વસ્થ મન જીવનને આનંદ અને સોંદર્યથી છલકાવી નાખે છે.
સામાન્ય,અસ્પષ્ટ, ધૂંધળા મનને સજ્જ કરી સ્વસ્થ અને સફળ વ્યક્તિત્વ કેળવવાના વિચારો પીરસતું આ પુસ્તક છે. તે મનની પ્રજ્ઞા તરફની યાત્રા કરાવે છે. શાંતિ,પ્રેમ અને આનંદ ઇચ્છનાર માટે અનિવાર્ય વાંચન !
હરેશ ધોળકિયા
ન્યુ મિન્ટ રોડ , પેરીસ બેકરી પાસે,
ભુજ-કચ્છ (૩૭૦૦૦૧)
ફોન: (૦૨૮૩૨) ૨૨૭૯૪૬
પુસ્તક પ્રાપ્તિસ્થાન :
ઓનલાઈન બુકસ્ટોર
બુક્સ ફોર યુ.
કિંમત : રૂ.૧૦૦/-
પૃષ્ઠ :૧૪૪
વિશેષ ના ગણી શકાય તેવી સુચના :
આ બ્લોગ ઉપર આપેલ તમામ માહિતી કોપી પેસ્ટ કરવાની સંપૂર્ણ આઝાદી છે. કારણકે અમે ‘ગમતાનો ગુલાલ’ કરવામાં માનીએ છીએ .
ફાઈન્ડ યોર ફિટનેસ
ફાઈન્ડ યોર ફિટનેસ
ડો. મુકુન્દ મહેતા
તંદુરસ્તી મેળવવી એ સાવ સરળ વાત છે.
જનસામાન્યના અનેક આબાલ-વૃદ્ધ સ્ત્રી-પુરુષોને આજના ધમાલિયા જીવનમાં ખોવાઈ ગયેલી અને ગુમાવેલી તંદુરસ્તીને મેળવવાના પ્રયાસમાં ‘ફાઈન્ડ યોર ફિટનેસ ‘ પુસ્તક એક આધારસ્તંભ બનશે એ સૌ કોઈ સ્વીકારે તેવું સત્ય છે.
ડો. મુકુન્દ મહેતાએ ‘ફાઈન્ડ યોર ફિટનેસ ‘ માં તંદુરસ્તી જાળવવાના અને રોગ રહિત જીવન ગાળવાના સરળ રસ્તા બતાવ્યા છે. આજના જમાનામાં જયારે વૈધકીય સારવાર અને ઉપચાર ખર્ચાળ થઇ ગયા છે. ત્યારે ડો.મહેતાએ દર્શાવેલા ઉપાયોથી સામાન્યજનને ચોક્કસ ફાયદો થશે તેવો વિશ્વાસ છે.
ડો.મેહતા એમ.ડી,છે, ફિટનેસ સ્પેશિયાલિસ્ટ છે. અને આરોગ્યના અનેક પાસાંઓના અભ્યાસી છે. તેમના લખાણોનો આ છઠ્ઠો ગ્રંથ તેમના અનુભવનો અક્ષરદેહ છે, તંદુરસ્તી મેળવવાના સરળ માર્ગનો અદ્દભુત નકશો છે. લોકપ્રિય દૈનિક ‘ગુજરાત સમાચાર’ માં છેલ્લા ૧૮ વર્ષથી પ્રસિદ્ધ થતાં ‘ફિટનેસ’ કોલમના પસંદ કરેલા લેખોનો સંગ્રહ .
ડો.મુકુન્દ મહેતા લિખિત અન્ય પુસ્તકો
Title : Find Your Fitness
Author: Dr.Mukund Mehta
Edition: July’2011
Price : INR 200.00
Available At www.booksforyou.co.in
જીવનસાર
જીવનસાર
એટલા નરમ ના થાઓ કે, લોકો તમને ખાઈ જાય.
એટલા ગરમ ના થાઓ કે, લોકો તમને અડી પણ ન શકે,
એટલા સરળ ના થાઓ કે, લોકો તમને મૂરખ બનાવી દે.
એટલા અતડા ના થાઓ કે, લોકો તમને મળી પણ ન શકે.
એટલા ગંભીર ના બનો કે , લોકો તમારાથી કંટાળી જાય.
એટલા છીછરા પણ ના બનો કે, લોકો તમને ગણકારે પણ નહીં.
એટલા મોંઘા ના બનો કે, લોકો તમને બોલાવી ન શકે.
એટલા સસ્તા પણ ના બનો કે, લોકો તમને નચાવ્યા કરે.
સૌજન્ય : યુવા પ્રકાશ અંક -32
ભારતીય મેનેજરોની અજાયબ દુનિયા : ઇન ધી વન્ડરલેન્ડ ઓફ ઇન્ડિયન મેનેજર્સ
‘In The Wonderland of Indian Managers’ Gujarati Edition.
ચિત્રાંકન : આર.કે.લક્ષ્મણ અને વિવેક મેહેત્રે
અનુવાદક: દિનેશ ઠાકર
સાંભરે રે…. બાળપણના સંભારણા…….
સાંભરે રે…. બાળપણના સંભારણા…….
સંપાદન અંકિત ત્રિવેદી
જાણીતા ૬૩ વ્યક્તિત્વોએ આલેખેલા પોતાના બાળપણની વાત .
આ પુસ્તકમાં બાળપણના સંભારણાને જાણીતા વ્યક્તિત્વોએ શબ્દમંત કર્યાં છે.કોઈકને બાળપણ ગમે છે માટે લખ્યું છે. કોઈકને નથી ગમ્યું માટે લખ્યું છે. કોઈને કોઈ બહાને બાળપણને યાદ કરીને નોસ્ટાલજીયા – અતીતરાગને ગુંજવાનું રાખ્યું છે. બાળપણ ફરીથી માણવા ન મળે એવું બની શકે છે. પણ બીજાનું બાળપણ જોઇને,બાળકને થોડીવાર રમાડીને આપણને આપણાં બાળપણમાં જવાની તક મળે છે. આ પુસ્તક બાળપણની સ્મૃતિઓના પાનાનું પુસ્તક છે. દરેક લેખકોએ બાળપણને આત્મકથાના પ્રકરણની જેમ આલેખ્યું છે.બાળપણને યાદ કરીએ ત્યારે ચહેરા પર છવાતું વિસ્મય કયાંય શોધવા જવું પડતું નથી. આ પુસ્તક બાળપણના કેરીકેચર્સની આઉટલાઈન છે. એને વાંચતાવાંચતા આપણાં બાળપણમાં જવાની અને એને ‘સ્ટેચ્યુ’ કહી દેવાની તક મળે તો આ પુસ્તકનું સાર્થક્ય……..
Sambhre re, Baalpan na sambharna…
Compiled By Ankit Trivedi
Published: July,2011
Price : INR 350.00
Available At www.booksforyou.co.in
ચિંગારી જે જિંદગી બદલી નાખે
પી.એસ.રાઠોર
આ પુસ્તકને વાંચીને તમે વ્યવસાયને સારી રીતે સમજી શકો છો.પોતાના વ્યવસાય અને વર્તમાન પરિસ્થિતિઓ અને સ્વયંને સમજી શકો છો. આ પુસ્તક તમારી જિંદગી માટે એક ચિંગારી છે, જે તમારી જિંદગીને પૂર્ણ રૂપે પ્રકાશ પ્રદાન કરશે અને તમને પારસ પત્થરની જેમ હંમેશા ચમક્વવાળા અદ્દભુત પ્રાણીમાં બદલી દેશે.
માઇન્ડ પાવર Instant !
માઇન્ડ પાવર Instant !
રાજીવ ભલાણી
મનને કેળવો, જોઈએ તે મેળવો .તમારી જિંદગી બદલાઈ શકે તેમ છે.
તમારે જે જોઈએ છે એ તમે ખરેખર મેળવવા ઈચ્છતા હો તો નવેસરથી વિચારવાનો સમય હવે પાકી ગયો છે. જે પદ્ધતિથી તમે અત્યાર સુધી કામ કરતા રહ્યા છો એ જ પદ્ધતિથી કામ કરવાનું ચાલુ રાખશો તો એ જ પરિણામો મળશે કે જે અત્યાર સુધી મળતા રહ્યા છે. પદ્ધતિ બદલ્યા વગર પરિણામ નહી જ બદલાય નવી પદ્ધતિ અપનાવવી જ પડશે .આ પુસ્તક તમને એ નવી પદ્ધતિની માહિતી આપવા માટે જ લખાયું છે.
તમારી અંદર પણ એ જ પાવર છે કે જે આ દુનિયાના તમામ સફળ,સુખી અને મહાન લોકો પાસે છે. આ પાવર એટલે તમારો માઇન્ડ પાવર.નિષ્ફળ લોકો જેનો ઉપયોગ કરવાનો ચુકી ગયા હોય છે, એ છે માઇન્ડ પાવર અને જેને સહારે તમે જિંદગી જીતી શકો તેમ છો,માઇન્ડ પાવરથી અસંભવ લાગતી અનેક બાબતો સંભવબને છે.
“સુખના ટાપુ” મુંબઈની વિચિત્ર મૂળગાથા (મુંબઈનો ઈતિહાસ અને ઉત્ક્રાંતિ )
અમૃત ગંગર
“સુખના ટાપુ” મુંબઈની વિચિત્ર મૂળગાથા (મુંબઈનો ઈતિહાસ અને ઉત્ક્રાંતિ )
કે સારો ઉપસાગર કહેતા હતા ગાઢ વૃક્ષો અને વિશાળ બગીચાથી ઘેરાયેલું મનોર હાઉસ બોમ બાહિયાના પશ્ચિમ કાંઠે આવેલું હતું .ગાર્સિયા દ ઓર્તાએ પોતાના વનસ્પતીશાસ્ત્રીના અભ્યાસ માટે એવું વાતાવરણ પસંદ કર્યું હશે.
અમૃત ગંગરનું આ ‘૨૪ x ૭ = મુંબઈ’ પુસ્તક એ રીતે અત્યંત રોમાંચક છે.અહીં જાણે ત્રણ સદી પહેલાંના માણસનોય શ્વાસ ધબકે છે. તે સ્વયં જાણે તેની મથામણને અને મુંબઈની ચાહનાને બયાન કરે છે.મુંબઈને ઓળખવાની મથામણ કરવી એટલે આખા સમુદ્રનાં જળ ડહોળવા.અમૃત ગંગર પાસે અનેક કમાલ દ્રષ્ટિનો સમન્વય છે અને તેથી મુંબઈ વિશે તેઓ એ રીતે આલેખન કરી શક્યા છે કે દેશના આ શહેરને સમજવામાં રોમાંચકતા અનુભવાશે અને વિશ્વના શહેરમાં મુંબઈની તાસીરને પામશે . આ ગ્રંથની અપૂર્વતા આપોઆપ સિદ્ધ છે.
મુંબઈના અલગ અલગ નામો :
- મમ્માઈ
- મન્બાઈ
- મયામ્બુ
- મોમ્બાઈમ
- મોમ્બાયં
- બોઆ બાઈમ
- બોઆ વિડા
- બોમ બાહિયા
- બોમ્બાઈમ
- બોમ્બેઈમ
- બોમ્બે યે
- બૂન બે
- બમ્બઈ
- સ્લમ્બે
- બોમ્બે
- મુંબઈ
- મુમ્બાઈ
- મોંભઈ
( મુંબઇસમાચારની ગુરુવારીય કટાર -“ડીપ ફોકસ” માં પ્રગટ થયેલ લેખોનો સંગ્રહ )
સ્ટોક માર્કેટના રોકાણ વિશે તમે જાણવા માંગતા હોવ તે તમામ માહિતી
સ્ટોક માર્કેટના રોકાણ વિશે તમે જાણવા માંગતા હોવ તે તમામ માહિતી
By The Editor of CNBC 18
આ પુસ્તક , પોતે સ્ટોકમાં રોકાણ કરવું જોઈએ કે કેમ અને રોકાણ કરવું હોય તો ,શરૂઆત કઈ રીતે કરવી તેની ગડમથલમાં રહેતા રોકાણકારોને શિક્ષણ આપવાના એક પ્રયાસના ભાગરૂપે છે . આ પુસ્તકમાં નાણાકીય આયોજન અને અસ્ક્યામત ફાળવણીથી આઈપીઓ મારફત શેરોની ખરીદીમાં સંકળાયેલી પ્રક્રિયા અને ઇક્વિટી સોદા સુધી તમને માર્ગદર્શન આપવા સુધીના તમામ પગલા આવરી લીધા છે
- હમેશ માટે મૂડીરોકાણના સોનેરી નિયમો
- મૂડી રોકાણ અને નાણાકીય આયોજન: તફાવત છે.?
- નાણાં અને જોખમ
- તમારા નાણાકીય આયોજનમાં ઇક્વિટી : હોવી જોઈએ
- ઇક્વિટી મૂડીરોકાણના ચાવીરૂપ મુદ્દા : તમે શરૂઆત કરો તે પહેલા વાંચો
- ઇક્વિટી રોકાણ તરફ ધીમા પગલા : હવે શરુ કરો
- આઈપીઓ: ઇનીશીયલ પબ્લિક ઓફર્સ – એક સુવર્ણ તક
- આઈપીઓમાં રોકાણ કેવી રીતે કરવું : પ્રારંભિક
- સેકન્ડરી બજાર :મૂળભૂત સિદ્ધાંતો
- સેકન્ડરી બજામાં રોકાણ કેવી રીતે કરવું: એક માર્ગદર્શિકા
- શેરો ખરીદવા: તમે જાણવા માગો તે દરેક માહિતી
- સ્ટોક પસંદ કરવા : ટોચ પર કે તળિયે
- મૂડીરોકાણ વ્યૂહો : તમને વિજેતા બનાવે
- ખર્ચનો ઘટક :ક્યારેય ભૂલવું નહીં
- ઓનલાઈન ટ્રેડીંગ : તક આપે છે.
- કોર્પોરેટ કાર્યો: અનુસરવા જોઈએ
- તમારા પોર્ટફોલિયો પર દેખરેખ : નાણાકીય આરોગ્ય માટે સારી
- ઇક્વિટી પર વળતર : કેવી રીતે ગણતરી કરવી
- ઇક્વિટી પર કરની અસર : ધ્યાનમાં રાખવાના મુદ્દા
- ફરિયાદો અને તકરારો : નિરાકરણ કેવી રીતે લાવવું
- ઇક્વિટી મૂડીરોકાણ માટે નિયમો : સારાંશ
PRICE RS.499/-



