હેલ્થ-ટીપ

આંખોની રોશની માટે ફળો ક્યાં - ક્યાં મદદરૂપ બની શકે?

India, Health | 26 September, 2026 | 04:26 PM
યોગ્ય આહાર અને યોગ્ય સંભાળ દ્વારા ઉંમર સાથે આંખોમાં થતી સમસ્યાઓ અટકાવી શકાય છે
સાંજ સમાચાર

નવી દિલ્હી : સામાન્ય રીતે લોકો પોતાની આંખોની સંભાળ ત્યારે જ લે છે જ્યારે દ્રષ્ટિ નબળી પડવા લાગે છે. કોઈ પણ ખોરાક ચશ્માના નંબર દૂર કરી શકતો નથી કે આંખોના થયેલા નુકસાનને સંપૂર્ણપણે ઠીક કરી શકતો નથી, પરંતુ જો યોગ્ય કસરત અને ડોક્ટરની સલાહ સાથે અમુક ખાદ્ય પદાર્થો આહારમાં સામેલ કરવામાં આવે, તો તે આંખોના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં અને વધતી ઉંમર સાથે આવતી આંખોની સમસ્યાઓને ધીમી કરવામાં ચોક્કસ મદદરૂપ થાય છે.

આંખોની કાળજી માટે આ 6 ખાદ્ય વસ્તુઓ સૌથી ઉત્તમ માનવામાં આવે છે:
1. ગાજર : ગાજરમાં બીટા-કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે, જેને આપણું શરીર વિટામિન ‘એ’ માં રૂપાંતરિત કરે છે. વિટામિન ‘એ’ રેટિના અને ઓછી રોશનીમાં જોવા માટે અત્યંત જરૂરી છે. ક્લિનિકલ અભ્યાસ દર્શાવે છે કે વિટામિન ’એ’ ના સેવનથી રાત્રિના સમયે દ્રષ્ટિ સુધરે છે અને આંખો સુકાવાની (ડ્રાય આઈ) સમસ્યા ઓછી થાય છે.

2. લીલા પાંદડાવાળા શાકભાજી : પાલક જેવા લીલા શાકભાજીમાં લ્યુટિન અને ઝીકેસાન્થિન નામનાં એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે. આ તત્વો આંખના મેક્યુલા (જે સારી દ્રષ્ટિ આપવાનું કામ કરે છે) માં એકઠા થાય છે. સંશોધનો અનુસાર, આ એન્ટિઓક્સિડન્ટ્સ વધતી ઉંમરે થતાં આંખોના રોગ ‘મેક્યુલર ડીજનરેશન’ (અખઉ) ના જોખમને ઘટાડે છે.

3. સાઇટ્રસ ફળો (સંતરા, લીંબુ અને મોસંબી) : આ ફળો વિટામિન ’સી’ નો ઉત્તમ સ્ત્રોત છે. વિટામિન ’સી’ એક એવું એન્ટિઓક્સિડન્ટ છે જે આંખોની રક્ત વાહિનીઓને સુરક્ષિત રાખે છે અને આંખોના રોગોનું જોખમ ઘટાડે છે.

4. બદામ અને સૂરજમુખીના બીજ : બદામ અને સૂરજમુખીના બીજમાં વિટામિન ‘ઈ’ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. વિટામિન ‘ઈ’, અન્ય એન્ટિઓક્સિડન્ટ્સ અને ઝિંક સાથે મળીને વધતી વય સાથે આંખોમાં થતા બગાડને રોકવામાં મદદરૂપ થાય છે.

નિયમિતપણે આ પોષક તત્વો ધરાવતો આહાર લેવાથી આંખો લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj