સુરત-ઉદયપુર વચ્ચે 4 ઓકટોબરથી વંદે ભારત એકસપ્રેસ ટ્રેન શરૂ થશે

Gujarat | Surat | 30 September, 2026 | 12:00 PM
સાંજ સમાચાર

સુરત તા.2
 ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રેલ સંપર્કને વધુ બહેતર બનાવવા માટે સુરત અને ઉદયપુર સિટી વચ્ચે નવી વંદે ભારત એકસપ્રેસ ટ્રેન નં.26906/ 26904 શરૂ કરવાને મંજૂરી મળી છે. રેલવે બોર્ડે ગુજરાત અને રાજસ્થાનના યાત્રીઓને વંદે ભારત એકસપ્રેસ ટ્રેનની ભેટ આપી છે.

 પશ્ચિમ ભારત દ્વારા સંચાલિત આ સેમી હાઈસ્પીડ ટ્રેન નવરાત્રીથી નિયમીત રીતે પાટા પર ઉતરી શકે છે. સુરત-ઉદયપુર વંદે ભારત ટ્રેન સપ્તાહમાં 6 દિવસ સંચાલિત થશે. આ ટ્રેન માત્ર મંગળવારે સંચાલિત નહી થાય. 4 ઓકટોબરથી ટ્રેન નિયમીત શરૂ થશે.

 સુરતથી ઉદયપુર (ટ્રેન નં.26903) સવારે 6-10 વાગ્યે ઉપડશે અને બપોરે 1-40 વાગ્યે ઉદયપુર પહોંચશે. ઉદયપુરથી સુરત (ટ્રેન નં.26904) બપોરે 3.35 વાગ્યે રવાના થશે જે રાત્રે 11 વાગ્યે સુરત પહોંચશે. આ ટ્રેનમાં ભરૂચ, વડોદરા, આણંદ, મણીનગર, અસારવા, હિમતનગર, શામળાજી, ડુંગરપુર, જાવર વગેરે સ્ટોપ આવશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj