(રીમલ બગડીયા) બોટાદ, તા.1
ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય નવી શિક્ષણ નીતિ ઉપક્રમે સાઈકલ ટુ બેચ 24 નો પ્રેરણા પ્રોગ્રામ તાજેતરમાં વડનગર મુકામે યોજાઈ ગયો.
આ પ્રોગ્રામ માટે રાજ્યમાંથી બે અને દેશમાંથી કુલ વીસ બાળકો અને દસ શિક્ષકોની ટીમ પસંદ કરવામાં આવી હતી
જેમાં બોટાદની શ્રી સુભાષચંદ્ર બોઝ સરકારી શાળા નં.13 ના પૂર્વ છાત્ર અને હાલ બોટાદની શ્રી એમ.ડી.શાહ વિદ્યાલયના ધોરણ - 9 ના વિદ્યાર્થી તેજસ રત્નાકર નાંગરની ગૌરવરૂપ પસંદગી કરવામાં આવી હતી.તેજસે નેશનલ લેવલે સમગ્ર ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી પોતાની શાળાઓ,માલધારી સમાજ અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy