ટ્રમ્પની તવાઇની ઐસીતૈસી : ટીસીએસ, ઇન્ફોસીસ, વીપ્રો, એચસીએલ 1થી 6 ટકા વધ્યા

શેરબજાર બાઉન્સબેક : સેન્સેકસમાં 1000 પોઇન્ટનો ઉછાળો

India, Business | 09 October, 2026 | 05:17 PM
ક્રૂડમાં પીછેહઠ તથા રૂપિયાની મજબૂતાઇ વચ્ચે જોરદાર વેચાણ કાપણી : હેવીવેઇટ-રોકડા સહિત તમામ શેરો ઉંચકાયા
સાંજ સમાચાર

રાજકોટ, તા.9
ગ્રીનકાર્ડ કૌભાંડની શંકાના આધારે અમેરિકામાં ટ્રમ્પ તંત્ર દ્વારા ભારત સહિતની અર્ધોડઝન કંપનીઓને ગ્રીનકાર્ડ સ્કીમમાંથી સસ્પેન્ડ કરતું આકરૂ પગલું લીધું હતું છતાં આ કદમ બૂમરેંગ થયું હોય તેમ શેરબજારમાં આજે ઇન્ફોસીસ, ટીસીએસ, વીપ્રો, એચસીએલ ટેકનો સહિતની આઇટી કંપનીઓના શેરોમાં જોરદાર ઉછાળો નોંધાયો હતો. સેન્સેક્સ પણ 1000 પોઇન્ટથી વધુ બાઉન્સ બેક થયો હતો.

અમેરિકામાં આઇટી કંપનીઓ પર તવાઇ પછી વોલસ્ટ્રીટમાં ભારતીય કંપનીઓના એડીઆર તૂટ્યા હતા પરંતુ આજે ભારતીય માર્કેટમાં જોરદાર તેજી થઇ હતી. આઇટી કંપનીઓએ જ તેજીની આગેવાની લીધી હતી. ટીસીએસ 6 ટકા જેટલો ઉંચકાયો હતો.

ઇન્ફોસીસ, વીપ્રો જેવી અન્ય કંપનીઓના શેરોમાં 1 થી 3 ટકાની વૃધ્ધિ હતી. આ સિવાય અન્ય ક્ષેત્રોના શેરોમાં પણ ઉછાળો હતો. મીડટર્મ ચૂંટણી સુધી ઇરાન પર નવા હુમલા નહીં કરવાના ટ્રમ્પના સંકેતની પોઝીટીવ અસર હતી. ક્રૂડ ઘટવા સાથે રૂપિયો પણ મજબૂત હતો માર્કેટ પોઝીટીવ બનતા મોટાપાયે વેચાણ કાપણીથી તેજીને ટેકો મળ્યો હતો.

શેરબજારમાં કોલગેટ, ટાટા એલેકસી, આઇટીસી, એચડીએફસી બેંક, કોટક બેંક, વોડાફોન, સુઝલોન, સેઇલ, યસ બેંક જેવા શેરોમાં ઉછાળો હતો. જ્યારે આનંદ રાઠી, અંબર એન્ટરપ્રાઇઝ, સિમેન્સ, રિલાયન્સ, ટોરન્ટ પાવર, રામકો સિમેન્ટ, ડી માર્ટ, ચંબલ ફર્ટીલાઇઝર જેવા ઘટયા હતા. 

મુંબઇ શેરબજારનો સેન્સેક્સ 971 પોઇન્ટના ઉછાળાથી 72564 હતો તે ઉંચામાં 72669 તથા નીચામાં 71739 થયો હતો. નિફટી 312 પોઇન્ટના ઉછાળથી 22543 હતો તે ઉંચામાં 22580 તથા નીચામાં 22294 હતો. ક્રૂડતેલમાં પીછેહઠ થઇ હતી. ડબલ્યૂટીઆઇ ક્રૂડ 90.44 ડોલર હતું.

બ્રેન્ટ ક્રૂડ 105 ડોલરથી પાછુ પડીને 102.98 ડોલર હતું. નાણાંકીય માર્કેટોમાં સુધારાને પગલે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો પણ મજબૂત બન્યો હતો. 11 પૈસા વધીને 96.68 સાંપડ્યો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj