જિયોની 10મી વર્ષગાંઠ નિમિત્તે JioBharat પર ખાસ ઓફર

India | 02 October, 2026 | 03:01 PM
તહેવારોની સિઝનમાં માત્ર રૂા.299ના અસરકારક ખર્ચે 2G થી 4G ફોનમાં અપગ્રેડ કરવાની તક
સાંજ સમાચાર

મુંબઈઃ ભારતને ડિજિટલ રીતે જોડવાના 10 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે રિલાયન્સ જિયોએ JioBharat 4G ફોન પર વિશેષ 'જિયો એનિવર્સરી ઓફર' રજૂ કરી છે. આ ઓફરનો મુખ્ય ઉદ્દેશ્ય લાખો 2G ફીચર ફોન વપરાશકર્તાઓ માટે ડિજિટલ જીવન તરફ અપગ્રેડ થવું વધુ સરળ અને સસ્તું બનાવવાનો છે.

તહેવારોની આ સિઝનને વધુ ખાસ બનાવવાના હેતુથી આ મર્યાદિત સમયની ઓફર વ્યાજબી દરે કનેક્ટિવિટી પૂરી પાડે છે.આ ઓફર હેઠળ JioBharat 4G ફોન માત્ર રૂા.1,499 માં ઉપલબ્ધ થશે.

આ સાથે ગ્રાહકોને 6 મહિના સુધી મફત રિચાર્જનો લાભ મળશે, જેમાં દર મહિને 14 GB ડેટા અને અનલિમિટેડ HD વોઈસ કોલિંગનો સમાવેશ થાય છે.સામાન્ય રીતે 2G વપરાશકર્તાઓને માત્ર કનેક્ટિવિટી જાળવી રાખવા માટે દર મહિને આશરે રૂા.199 નું રિચાર્જ કરાવવું પડે છે, જેનો 6 મહિનાનો ખર્ચ લગભગ રૂા.1,200 જેટલો થાય છે.

જ્યારે 'જિયો એનિવર્સરી ઓફર' હેઠળ ગ્રાહકોને રૂા.1,499 માં 4G ક્ષમતા ધરાવતો JioBharat ફોન અને સાથે 6 મહિનાની મફત કનેક્ટિવિટી મળી રહી છે. આમ, 2G ફોનમાંથી 4G ડિજિટલ ફોનમાં અપગ્રેડ કરવાનો વાસ્તવિક ખર્ચ અસરકારક રીતે માત્ર રૂા.299 જ પડે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj