રાજકોટ - અમદાવાદ હાઈવે પર બસમાં ભીષણ આગ : મોટી દુર્ઘટના ટળી

Gujarat | Ahmedabad | 02 October, 2026 | 11:19 AM
મુસાફરોને સમયસર બહાર કાઢી લેવાયા : ટ્રાફિક ડાઈવર્ટ
સાંજ સમાચાર

અમદાવાદ તા.2
રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલા ભાયલા બ્રિજ ઉપર આજે એક ખાનગી લક્ઝરી બસમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતાં રોડ પર અફરાતફરી મચી ગઈ હતી. જોકે, ઘટનાની જાણ થતાં જ 112 ની ટીમે દર્શાવેલી ત્વરિત કામગીરીને કારણે બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

બ્રિજ પર લક્ઝરી બસમાંથી આગના જ્વાળામુખી જેવા ગોટા નીકળતા જોઈને ઘટનાસ્થળ નજીક કેરાળા બ્રિજ પર તહેનાત 112  ઊખછજ ની ટીમ તુરંત જ હરકતમાં આવી ગઈ હતી. પોલીસ ટીમે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના સ્થળ પર પહોંચીને સૌથી પહેલાં બસમાંથી મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી.

સ્થિતિની ગંભીરતાને જોઈને 112 ની ટીમે તાત્કાલિક 'એલબી ટેક્સ'ની ફાયર ફાઈટર ટીમને કોલ કરીને સ્થળ પર બોલાવી લીધી હતી. ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

હાઇવે પર ટ્રાફિક જામ ના સર્જાય અને અન્ય વાહનચાલકો સુરક્ષિત રહે તે માટે પોલીસે તાત્કાલિક ટ્રાફિક ડાયવર્ટ કરીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. સમયસર મળેલી મદદના કારણે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી અને મોટી હોનારત ટળી ગઈ હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj