(ગની કુંભાર)
ભચાઉ, તા.18
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા અધિક્ષક સાગર બાગમાર પૂર્વ કચ્છ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર કેફી અને માદક પદાર્થના સેવન, હેરફેર, વેપારની પ્રવૃત્તિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા ભચાઉ વિભાગ, ભચાઉનાઓ તરફથી જીલ્લામાં ગેરકાયદેસર માદક પદાર્થના કેસો શોધી કાઢવા સુચના મળેલ જે અનુસંધાને ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા ભચાઉ પોલીસ ટીમ કેશો શોધવા સતત પ્રયત્નશીલ હતી.
તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ વરજાંગભાઇ રૂડાભાઇ રાજપુત નાઓને હ્યુમનસોર્સથી મળેલ ખાનગી બાતમી હકીકત અન્વયે અલી ઉમર ભટ્ટી (રહે. હિંમતપુરા વિસ્તાર ભચાઉ)ને તેના રહેણાંક મકાનમાં ગે.કા. માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે.
જેથી તાત્કાલીક તે જગ્યા ઉપર ટીમ સાથે જઇ રેઇડ કરી ઝડતી તપાસ કરતાં મજકુર પાસેથી માદક પદાર્થ ગાંજો મળી આવેલ હોય જેથી તેના વિરુધ્ધ એન.ડી.પી.એસ. એક્ટ-1985 હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy