સેવા સંકલ્પ અભિયાન: પોઇચા, વડોદરા

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ખેડૂતો અને ગરીબોનું જીવન બન્યું સુખમય : નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી

Gujarat | Vadodara | 19 September, 2026 | 05:08 PM
સાંજ સમાચાર

► પોઇચા ખાતે સેવા યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત: 25 વર્ષની અવિરત સેવા બદલ નાગરિકો વતી વડાપ્રધાનશ્રીનો માન્યો આભાર

► 2500 કિલોમીટરથી વધુ લાંબી સેવા યાત્રામાં 500થી વધુ સેવાભાવી યુવાનો ગામડે-ગામડે જઈ કરી રહ્યા છે લોકસેવા

► ગરીબોને પાકાં મકાન, ખેડૂતોને કિસાન સન્માન નિધિ અને આયુષ્માન યોજના થકી આરોગ્યની સુરક્ષા મળી: નાયબ મુખ્યમંત્રીશ્રી

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ તેમજ તેમની 25 વર્ષની અવિરત લોકસેવા યાત્રાના ઉપલક્ષ્યમાં ગુજરાતના 500થી વધુ સેવાભાવી યુવાનો દ્વારા ભવ્ય ’સેવા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં વડોદરા જિલ્લાના સાવલી તાલુકા સ્થિત પોઇચા ખાતે આવી પહોંચેલી આ સેવા યાત્રામાં સ્થાનિક ગ્રામજનો તેમજ ખેડૂતો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પોતાના ઘર-પરિવારને છોડીને 2500થી વધુ કિલોમીટરની પ્રેરણાદાયી યાત્રા પર નીકળેલા યુવાનો ગામે-ગામ પહોંચીને સ્વચ્છતા અભિયાન, ગૌસેવા તેમજ છેવાડાના વડીલો અને જરૂરિયાતમંદો સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચે છે કે નહીં તેની સ્થળ પર જઈને તલસ્પર્શી તપાસ કરી રહ્યા છે. આ નિષ્ઠાવાન યુવાનો સાથે સેવાકાર્યમાં જોડાવું એ પોતાના માટે અત્યંત ગૌરવપૂર્ણ અવસર છે.

વડાપ્રધાનશ્રીની લોકકલ્યાણકારી નીતિઓની સરાહના કરતાં તેમણે ઉમેર્યું હતું કે, આઝાદીના દાયકાઓ સુધી દેશના ગરીબો પાકાં મકાનો અને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહ્યા હતા. આજે વડાપ્રધાનશ્રીના મક્કમ સંકલ્પથી ઝૂંપડાં અને કાચાં મકાનોમાં વસતા પરિવારોને માથે પાકી છતનું સપનું સાકાર થયું છે.

ગુજરાતના ભૂતકાળને યાદ કરતાં તેમણે જણાવ્યું હતું કે, એક સમય એવો હતો જ્યારે ખેતરોમાં સિંચાઈનું પાણી તો દૂર, ગામડાંઓમાં વીજળી પણ નસીબજોગે મળતી હતી. આજે પ્રત્યેક ખેતરે પાણી અને ગામડે-ગામડે 24 કલાક અવિરત વીજળી પહોંચાડવામાં આવી છે. કોઈપણ વચેટિયા કે કમિશન વિના ખેડૂતોના બેંક ખાતામાં સીધા ’પીએમ કિસાન સન્માન નિધિ’ અંતર્ગત વાર્ષિક 6,000 જમા થઈ રહ્યા છે.

આ ઉપરાંત, ગરીબ પરિવારમાં બીમારી કે આકસ્મિક સંકટ આવે ત્યારે જમીન ગીરવે ન મૂકવી પડે તે હેતુથી ’આયુષ્માન ભારત’ યોજના થકી મફત અને ગુણવત્તાયુક્ત સારવારનું મજબૂત સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે.

છેલ્લાં 25 વર્ષમાં એક પણ દિવસની રજા લીધા વગર દેશ અને રાજ્યના નાગરિકોના સર્વાંગી ઉત્થાન માટે અવિરત કાર્યરત રહેવા બદલ નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત હજારો નાગરિકો, ગ્રામજનો અને ખેડૂતો વતી બે હાથ જોડી વડાપ્રધાનશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો તથા તેઓ દીર્ઘાયુ બની સતત રાષ્ટ્રસેવા કરતા રહે તેવી અંત:કરણપૂર્વક શુભકામનાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, અધિકારીશ્રીઓ, સેવાભાવી યુવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj