ICC T20 બોલિંગ રેન્કિંગ : 817 રેટિંગ પોઈન્ટ્સ સાથે ભારતીય સ્પિનર શ્રી ચરણીએ રચ્યો નવો ઈતિહાસ

India, Sports | 30 September, 2026 | 10:57 AM
ઓસ્ટ્રેલિયાની મેગન શટનો રેકોર્ડ તોડી વિશ્વની નંબર-1 બોલર બની : એશિયન ગેમ્સમાં ભારતના ગોલ્ડન પ્રદર્શન બાદ સ્મૃતિ મંધાના અને દીપ્તિ શર્માના રેન્કિંગમાં પણ મોટો સુધારો
સાંજ સમાચાર

ICC મહિલા T20 બોલિંગ રેન્કિંગમાં ભારતની ડાબોડી સ્પિનર શ્રી ચરણીએ નવો ઈતિહાસ રચ્યો છે. એશિયન ગેમ્સ 2026માં શાનદાર પ્રદર્શનના જોરે ચરણીએ કરિયરના સર્વશ્રેષ્ઠ 817 રેટિંગ પોઈન્ટ્સ હાંસલ કર્યા છે. આ સાથે જ તે મહિલા T20 બોલિંગ રેન્કિંગમાં સૌથી વધુ રેટિંગ પોઈન્ટ્સ મેળવનારી બોલર બની ગઈ છે. તેણે ઓસ્ટ્રેલિયાની મેગન શટનો નવેમ્બર 2018નો 806 રેટિંગ પોઈન્ટ્સનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

શ્રી ચરણીએ એશિયન ગેમ્સ 2026માં ભારતને ગોલ્ડ મેડલ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે જાપાન સામે 10 રન આપી 4 વિકેટ અને શ્રીલંકા સામેની ફાઇનલમાં 13 રન આપી 2 વિકેટ ઝડપી હતી. આ અગાઉ એશિયા કપ 2026ની ફાઇનલમાં પણ તેણે 20 રન આપીને 4 વિકેટ ઝડપી ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું.
એશિયન ગેમ્સની ફાઇનલમાં 6 રન આપી 3 વિકેટ લેનારી દીપ્તિ શર્મા 754 પોઈન્ટ્સ સાથે T20 બોલિંગ રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી છે, જ્યારે ઈંગ્લેન્ડની સોફી એકલેસ્ટોન (723) ત્રીજા સ્થાને છે. બેટિંગમાં ફાઇનલમાં 79 રન ફટકારનાર સ્મૃતિ મંધાનાએ T20 બેટિંગ રેન્કિંગના ટોપ-5માં વાપસી કરી છે. નોંધનીય છે કે, વનડે બેટિંગ રેન્કિંગમાં સ્મૃતિ મંધાના 790 રેટિંગ પોઈન્ટ્સ સાથે ટોચ પર યથાવત છે.

ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી વનડે સીરીઝની પણ રેન્કિંગ પર અસર જોવા મળી છે. પ્રથમ વનડેમાં 182 રનની ઈનિંગ રમનારી વેસ્ટ ઈન્ડિઝની ઓલરાઉન્ડર હેલી મેથ્યુઝ ત્રણ સ્થાનના ઉછાળા સાથે 711 પોઈન્ટ્સ મેળવી ચોથા સ્થાને પહોંચી ગઈ છે.

ઝિમ્બાબ્વેની ન્યાશા ગ્વાંજુરા 52 સ્થાન ઉપર બોલિંગમાં 156મા સ્થાને તથા બેટ્સમેન મોડેસ્ટર મુપાચિકવા 16 સ્થાનના સુધારા સાથે 40મા સ્થાને પહોંચી છે. હાલમાં વનડે ઓલરાઉન્ડરમાં એશલે ગાર્ડનર (497 પોઈન્ટ્સ) અને વનડે બોલિંગમાં ઓસ્ટ્રેલિયાની અલાના કિંગ (753 પોઈન્ટ્સ) ટોચ પર છે.
 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj