નવી દિલ્હી તા.2
ભારત અને અમેરિકા વચ્ચે હજુ સુધી ટ્રેડ ડ્રીલમાં કોઈ સફળતા મળી નથી અને હાલમાં જ વ્યાપારમંત્રી પિયુષ ગોયલ ફરી એક વખત અમેરિકાની મુલાકાતે ગયા છે અને તેઓ લગભગ એક સપ્તાહ અમેરિકામાં રોકાશે.
તે સમયે અમેરિકાના વ્યાપાર પ્રતિનિધિ જેમીસન ગ્રીર એ ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર સમજુતીમાં હજુ પણ વિઘ્નો હોવાનું સ્વીકારતા કહ્યું કે ઝડપથી આ સમજુતી થાય તેવી કોઈ શકયતા નથી.
અમેરિકામાં જી-20 દેશોના વ્યાપાર મંત્રીઓની બેઠકમાં તેઓએ ભારતીય કેબીનેટ મંત્રી પિયુષ ગોયલની હાજરીમાં આ વિધાન કર્યા હતા અને કહ્યું કે મોદી અને ટ્રમ્પ બંને વધુ એક વખત ફોન પર વાતચીત કરે તો કદાચ ટ્રેડ ડીલ થશે.
પિયુષ ગોયલ ગઈકાલે ગ્રીરને મળ્યા હતા અને ત્યારબાદ તેમના આ વિધાનો આવ્યા છે અને અમેરિકી પ્રમુખ ટ્રમ્પ તથા વડાપ્રધાન મોદીએ બુધવારે જ ફોન પર વાતચીત કરી હતી. આમ બંને દેશોએ ટ્રેડ ડીલ માટે ચિંતા કરી છે પરંતુ તેમાં કોઈ સફળતા મળે તેવા સંકેત નથી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy