ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ શુક્રવારે વડોદરા જિલ્લાની મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી ગ્રામજનો, યુવાનો અને નાગરિકો સાથે સંવાદ સાધ્યો હતો. તેમણે કનોડા ગામે યોજાયેલી ગ્રામસભામાં સહભાગી થઈ ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. ગામમાં તેમના આગમન પ્રસંગે યુવાનો દ્વારા બાઇક રેલી યોજી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ બાઇક રેલીમાં યુવાનો સાથે બાઇક પર સવાર થઈ કણોડા ગામે પહોંચ્યા હતા. ગ્રામસભા દરમિયાન તેમણે ગ્રામજનો સાથે વિવિધ સ્થાનિક પ્રશ્ર્નો અંગે સંવાદ સાધવાની સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી મેળવી અને ગ્રામજનોને યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી વિવિધ યોજનાઓથી ખેડૂતો અને ગ્રામજનોના જીવનમાં થઈ રહેલા સકારાત્મક પરિવર્તન બદલ તેમના વતી આભાર વ્યક્ત કર્યો હતો.
વડોદરા જિલ્લામાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થઈ જનસંવાદ સાધ્યો કણોડા ગામે ગ્રામસભા, સાવલી પોલીસ લાઇન ખાતે ગણપતિ મહોત્સવ અને KJIT ખાતે યુવા સંવાદમાં ઉપસ્થિતિ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ શુક્રવારે વડોદરા જિલ્લાની મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી ગ્રામજનો, યુવાનો અને નાગરિકો સાથે સંવાદ સાધ્યો હતો. તેમણે કણોડા ગામે યોજાયેલી ગ્રામસભામાં સહભાગી થઈ ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. ગામમાં તેમના આગમન પ્રસંગે યુવાનો દ્વારા બાઇક રેલી યોજી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ બાઇક રેલીમાં યુવાનો સાથે બાઇક પર સવાર થઈ કણોડા ગામે પહોંચ્યા હતા. ગ્રામસભા દરમિયાન તેમણે ગ્રામજનો સાથે વિવિધ સ્થાનિક પ્રશ્નો અંગે સંવાદ સાધવાની સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી મેળવી અને ગ્રામજનોને યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી વિવિધ યોજનાઓથી ખેડૂતો અને ગ્રામજનોના જીવનમાં થઈ રહેલા સકારાત્મક પરિવર્તન બદલ તેમના વતી આભાર વ્યક્ત કર્યો હતો.
આ ગ્રામસભામાં રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડો. મનીષાબેન વકીલ, સાવલીના ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર, શ્રી બી. જે. બ્રહ્મભટ્ટ, જિલ્લા કલેક્ટર ડો. અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પાટીલ આનંદ અશોક, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ સહિત વરિષ્ઠ રાજકીય આગેવાનો, વહીવટી અધિકારીઓ, બાઇક રેલીમાં જોડાયેલા યુવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સાવલી પોલીસ લાઇન ખાતે આયોજિત ગણપતિ મહોત્સવમાં ઉપસ્થિત રહી ભગવાન શ્રી ગણેશજીના દર્શન કરી સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ધાર્મિક અને સાંસ્કૃતિક ભાવનાથી ઉજવાતા ગણેશ મહોત્સવમાં સહભાગી થઈ સૌના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ ત્યારબાદ સાવલી ખાતે KJIT કેમ્પસમાં યોજાયેલા ‘યુવા સંવાદ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યુવાનો સાથે સંવાદ કર્યો હતો. યુવાનો સાથે વિવિધ વિષયો પર વિચારોનું આદાન-પ્રદાન કરી તેમના પ્રશ્નો અને સૂચનો જાણ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેમણે KJIT કેમ્પસ ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું.

Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy