◘ રમતગમત શારીરિક ક્ષમતાની સાથે ટીમ સ્પીરિટ અને નેતૃત્વના ગુણો ખીલવે છે: નાયબ મુખ્યમંત્રીશ્રી
◘ કોલેજ સંકુલથી સેવા યાત્રીઓ સાથે બાઇક રેલીનું પુન: પ્રસ્થાન: દાહોદ રૂટ તરફ આગળ વધી સેવા યાત્રા
‘સેવા સંકલ્પ અભિયાન 2026’ અંતર્ગત સાવલી સ્થિત કે.જે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (KJIT) કોલેજ સંકુલ ખાતે આજે સવારે અનોખો ઉત્સાહ અને ઊર્જા જોવા મળી હતી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ કોલેજના રમતગમત મેદાન પર ઉપસ્થિત યુવાનો અને છાત્રો સાથે ફૂટબોલ, હેન્ડબોલ તેમજ રસાખેંચ (ટગ ઓફ વોર) સહિતની વિવિધ રમતો રમીને યુવા સાથીઓનો જોશ બમણો કર્યો હતો.
ખેલકૂદ દરમિયાન યુવાનો સાથે ખભેખભા મિલાવી મેદાનમાં ઊતરેલા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રમતગમત માત્ર શારીરિક તંદુરસ્તી પૂરતી સીમિત નથી, પરંતુ તે યુવાનોમાં ટીમ સ્પીરિટ, સંઘર્ષ સામે લડવાની ક્ષમતા અને નેતૃત્વ જેવા ગુણોનું સિંચન કરે છે.
‘ફિટ ઇન્ડિયા’ અને ‘ખેલ મહાકુંભ’ થકી રાજ્યના યુવાનોમાં ઊભી થયેલી ખેલદિલી રાષ્ટ્રનિર્માણમાં ખૂબ મહત્વનો ભાગ ભજવી રહ્યો છે. રમતગમત બાદ નાયબ મુખ્યમંત્રીશ્રીએ 500થી વધુ સેવાભાવી યુવાનો સાથે બાઇક રેલીની પુન: શરૂઆત કરાવી હતી. સેવાના સંકલ્પ સાથે નીકળેલી આ બાઇક રેલીએ દાહોદ રૂટ તરફ આગળ પ્રસ્થાન કર્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy