રાજકોટ, તા.2
તારીખ 25-3-2026 ના રોજ આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી ફરિયાદી સ્ત્રીએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવેલ કે, આરોપી જુબેર ઉર્ફે જન્નત કાસમભાઇ કુરેશી (રહે. દેવપરા, કોઠારીયા રોડ, રાજકોટ) રીક્ષા ચલાવતો હોય અને તેની રિક્ષામાં ફરિયાદી સ્ત્રી બેસી આજીડેમ પાસે આવેલ માતાજીના મંદિરે દર્શન કરવા જતી હોય ત્યારે આરોપીએ ફરિયાદી સ્ત્રીને જબરજસ્તી કરી ફરિયાદી સ્ત્રી સાથે દુષ્કર્મ આચરેલ હતું.
પોલીસે આરોપી જુબેર ઉર્ફે જન્નત કાસમભાઈ કુરેશીની ધરપકડ કરી જેલ હવાલે કરેલ અને આરોપી વિરુદ્ધ ગુનાને લગતો પૂરતો પુરાવો મળી આવતા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરેલ ચાર્જશીટ થયા બાદ આરોપીએ જેલમાંથી જામીન ઉપર છૂટવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલ કે, આરોપી સામે સમાજ વિરોધી ગુનો છે.
આવા દુષ્કર્મના ગુનામાં આરોપીને જામીન આપવા જોઈએ નહીં. જો તેને જામીન આપવામાં આવશે તો તેને કાયદાનો કોઈ ડર રહેશે નહીં. ફરી પાછા આવા ગુના આચરશે. તેવી રજૂઆત કરેલ. તે રજૂઆતને ધ્યાને લઈ સેશન્સ જજ આઈ બી પઠાણે આરોપીની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ કરેલ છે આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયેલ હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy