થીરુવંતપુરમ, તા.2
એક તરફ દેશમાં મુખ્ય ચુંટણી કમિશ્નર જ્ઞાનેશકુમાર સામે વિપક્ષોએ મોરચો માંડયો છે તો બીજી તરફ કેરળમાં કોંગ્રેસ સરકારે 2006માં જયારે જ્ઞાનેશકુમાર રાજયમાં ફરજ પર હતા તે સમયે તેમના કહેવાતા ભ્રષ્ટાચાર અંગેની ફાઈલો ફરી ખોલી છે અને તેમાં તપાસ થઈ રહી છે.
જ્ઞાનેશકુમાર તે સમયે જાહેર બાંધકામ વિભાગના સચીવ હતા અને તેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપ થયા હતા. આમ 20 વર્ષ જુની ફાઈલ કોંગ્રેસની સરકારે ખોલીને મુખ્ય ચુંટણી કમિશ્નરને ભીડવવાની કોશીશ શરુ કરી છે.
જો કે અગાઉ જ મોદી સરકારે ચુંટણી કમિશ્નરને તેમના કાર્યકાળ દરમ્યાન ફોજદારી મુકદમામાંથી મુક્તિ આપી છે. પણ તેમાં અગાઉ તેઓ ફરજ બજાવી ગયા હોય તે સમયના નિર્ણયો બદલ કામકાજ થઈ શકે કે કેમ તે નિશ્ચિત નથી અને અદાલતનો વિષય બની શકે છે.
પરંતુ હવે કેરળ સરકારે જે રીતે આ ફાઈલ ખોલવાનો નિર્ણય લીધો છે તેથી જ્ઞાનેશકુમાર માટે કોઈ નવી મુશ્કેલી સર્જાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ અંગે ટુંક સમયમાં તપાસ શરુ થયા બાદ નિર્ણય લેવાશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy