શેરબજારમાં એકધારી મંદીથી રોકાણકારોમાં જબરો ફફડાટ

`હાઉસ ઓલવેઝ વિન્સ'... ઇન્વેસ્ટરોમાં હાહાકાર, સરકારની કમાણી બેશુમાર

India, Business | 02 October, 2026 | 11:37 AM
► શેરબજારમાંથી સરકારની સિક્યુરીટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સની આવક પાંચ વર્ષમાં ચાર ગણી વધી ગઇ
સાંજ સમાચાર

► બે મહિનામાં સેન્સેક્સ-નિફટી 9.5 ટકા તૂટ્યા : રીલાયન્સ સહિત ટોચની 60 કંપનીઓના શેર વર્ષના સૌથી નીચા સ્તરે

રાજકોટ, તા.2
શેરબજારમાં અનિશ્ચિતાના માહોલ વચ્ચે વખતોવખત તીવ્ર કડાકાનો કોહરામ સર્જાયેલો છે. ઇન્વેસ્ટરોમાં હાહાકારની હાલત છે તેવા સમયે પણ સરકારની કમાણી બેશૂમાર છે. ઇન્વેસ્ટરોનું ગમે તે થાય સરકાર શેરબજારમાંથી અઢળક કમાણી કરી રહી છે.

શેરબજારમાં સળંગ 9મા સપ્તાહમાં અઠવાડિક ઘટાડો નોંધાયો હતો અને 2001 પછીની આ સૌથી લાંબી મંદી બની છે. આ સમયગાળામાં સેન્સેક્સ તથા નિફટી 95 ટકા તૂટ્યા છે અને ઇન્વેસ્ટરોના લાખો કરોડો રૂપિયા ડુબી ગયા છે.

પશ્ચિમ એશિયા સંકટ, ક્રૂડતેલની આસમાનને આંબતી કિંમત, દુનિયાભરમાં મોંઘવારીથી વૈશ્વિક અર્થ તંત્રને તીવ્ર ફટકો પડવાની ભીતિ, અમેરિકા-જાપાનના બોન્ડ પીલ્ડમાં ધરખમ વદારો, ભારત સહિતના દેશોમાં વ્યાજદર વધવાની ભીતિ, વિદેશી નાણાં સંસ્થાઓની અબજો રૂપિયાની વેચવાલી સહિતના કારણોસર માર્કેટ તથા ઇન્વેસ્ટરોમાં ગભરાટ ફેલાયેલો છે. હાલત એટલી ખરાબ છે કે રીલાયન્સ સહિતની 60 જેટલી ટોચની કંપનીઓના શેરો છેલ્લા એક વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયા હતા.

ઇન્વેસ્ટરોની આવી હાલતની સામે સરકાર માર્કેટમાંથી તગડી કમાણી જ કરી રહી છે. સરકાર દ્વારા વસુલાતો સિક્યુરીટી ટ્રાન્ઝેક્શન ટેક્સમાં ચાલુ વર્ષના પ્રથમ છ માસનો કલેક્શન આંકડો 53 ટકાની વૃધ્ધિ સાથે 42000 કરોડથી અધિક થયો છે. અર્થાત શેરબજારમાંથી સરકારની કમાણીમાં 53 ટકાનો જોરદાર વધારો થયો છે.

જુગારમાં એવી કહેવત પ્રચલિત છે કે `હાઉસ ઓલવેઝ વિન્સ' (અર્થાત ક્લબ કાયમ જીતે જ છે) તેવી જ હાલત શેરબજારના ઇન્વેસ્ટરોની થઇ છે. ઇન્વેસ્ટરો-ટ્રેડરોને ભલે ગમે તેટલું નફો-નુકશાન થતું હોય પરંતુ સરકારને કમાણી જ છે અને તેની તિજોરી ભરાતી જ રહી છે.

ઇન્વેસ્ટરો પર સિક્યુરીટી ટ્રાન્ઝેક્શન ટેક્સ ઉપરાંત શોર્ટ-ટર્મ તથા લોંગટર્મ કેપીટલ ગેઇન ટેક્સ, ડિવીડન્ડ ઇન્કમ તથા બાયબેક આવક પર પણ ટેક્સ ચુકવવો પડતો હોય છે.

શેરબજારમાંથી સરકાર દ્વારા ઉઘરાવાતા સિક્યુરીટી ટ્રાન્ઝેક્શન ટેક્સની આવક વર્ષોવર્ષ વધી જ રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં ચાર ગણી વધી છે. 2022-23માં પ્રથમ છ માસમાં 10,000 કરોડ, 2023-24માં 13352 કરોડ, 2024-25માં 26154 કરોડ, 2025-26માં 26306 કરોડ તથા 2026-27માં છ માસમાં 42000 કરોડે પહોંચી છે.

સતત 9મા અઠવાડિયામાં ઘટાડોઃ 25 વર્ષની સૌથી લાંબી સાપ્તાહિક મંદી
ભારતીય શેરબજાર ચાલુ સપ્તાહમાં ઘટાડા સાથે જ બંધ રહ્યું હતું. સેન્સેક્સ 71909 તથા નિફટી 22422 બંધ આવ્યા હતા. આ સાથે માર્કેટે સળંગ 9મા સપ્તાહમાં અઠવાડિક ઘટાડો નોંધાયો છે અને 2001 પછીની છેલ્લા 25 વર્ષની સૌથી લાંબી સાપ્તાહિક મંદી બની છે. આ પૂર્વે કોવિડકાળમાં માર્કેટે સળંગ સાત સપ્તાહની અઠવાડિક મંદી નોંધાવી હતી.

શેરબજારની વર્તમાન મંદી પાછળ ઘરઆંગણા કરતા વૈશ્વિક કારણો વધુ જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. યુધ્ધ, ક્રૂડતેલના ઉંચાભાવ, મોંઘવારી, કરન્સી માર્કેટમાં રૂપિયાની નબળાઇ જેવા કારણો માર્કેટને સતત પછાડી રહ્યા છે. શેરબજારના નિષ્ણાંતોના કહેવા પ્રમાણે માર્કેટ હજુ અનિશ્ચિતતાનો માહોલ રહ્યો છે અને નવા ઘટનાક્રમો પર માર્કેટની નજર છે.

વિદેશી સંસ્થાઓએ 3 લાખ કરોડનો માલ ફુંકી નાખ્યો
રાજકોટ, તા.2

શેરબજારમાં તીવ્ર મંદી પાછળનું એક મોટુ કારણ વિદેશી નાણાં સંસ્થાઓની વેચવાલીનું ગણાય છે ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ નવ મહિનામાં વિદેશી ઇન્વેસ્ટરોએ 3 લાખ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj