ભૌતિક રાહત કે માનસિક પીડા….???? by કૃણાલ પટેલ…
આંખોમાં સપના હઝાર લઈને, ચાલ્યા ઘરેથી,
દિલમાં યાદો ના પહાડ લઈને, ચાલ્યા ઘરેથી,
ખબર નથી આ રસ્તો ક્યાં લઇ જવાનો,
સેહલો નથી આ લાડવો ખાવાનો..
તો પણ ચાલી પડ્યા છે આ રાહ પર…
કસમ છે એ રામ ની…કે પાછા ની પડીએ કોઈ વળાંક પર….
તો પણ ઘર તો બહુ સંભારે છે ઘડીએ ઘડીએ..
પપ્પાનો ગુસ્સો ને મમ્મીનું વહાલ સાવરણીની સળીએ સળીએ….
હજુ પણ નથી ભુલાતું એ સ્પ્લેન્ડર ને ટોબું સાઇકલ…
ડોહાનું સેવ-સળ ને સ્કૂલ નો પેલો પટાવાળો માઈકલ…
વરસાદ ની રીમઝીમ કે માટી ની ભીનાશ માં એ સુગંધ નથી….
સવાર ની કિરણ કે સાંજ ની શીતળતામાં એ ઉમંગ નથી…
છતાં કેમ નથી સમજતું મન મારું….
મોહ-માયા ના રોગથી પીડાઈ રહ્યું છે મન મારું…
તા.ક.:–> કૃણાલ પટેલ મારો એક ખાસ મિત્ર, કે જે આજે એની ફેમીલી થી દુર અમેરિકા માં સારી નોકરી કરી રહ્યો છે…તો એને એની વેદના પોતાની પેહલી કવિતા થી વર્ણવી છે….
-
સંગ્રહ
- નવેમ્બર 2010 (1)
- સપ્ટેમ્બર 2010 (3)
- ઓગસ્ટ 2010 (22)
- મે 2010 (1)
-
શ્રેણીઓ
-
RSS
Entries RSS
Comments RSS