RSS

Monthly Archives: નવેમ્બર 2009


 
3 ટિપ્પણીઓ

Posted by on નવેમ્બર 13, 2009 માં Uncategorized

 

મારી આગામી નવલક્થા “સૌંદર્ય અને સફર”ના સંપાદન કરેલા થોડા વાક્યો…

વિનસ દ’મિલોનું શિલ્પ આવ્યું.અક્ષયની આંખોમાં રોમાન્સની સાથે વિષાદની લકીર ખેંચાઇ ગઇ.અર્ધનગ્ન,હાથથી ખંડીત થયેલી,શરીર સાથે ચેડા થયેલી,આ પાષાણી સૌંદર્ય કવિતા લલકારતી વિનસ દ’મિલો.ખૂબસૂરત લલનાઓની તૂલના વિનસ સાથે થાય છે,તે આ વિનસ?માનવશરીરના અંગોને દેવી વિનસના અંગો સાથે થાય છે,તે આ વિનસ દ’મિલો?
વીરેન્દ્રની આંખો વિનસની પ્રતિમા પર સ્થિર થઇ ગઇ છે.મનોમંથન થાય છે.સૌંદર્યની આછકલાયને બદલે વિનસમાં સૌંદર્યની પરિપૂર્તિ છે.આંખોમાં પુરુષનું અસ્તિત્વ ઓગાળી નાંખતો ભાવ છે.ઉપસેલા ગાલો ફકત પુરુષના રંજન અર્થે બનેલા હોય તેવું લાગ્યું,અને વિનસના ભરપૂર યૌવનરસથી છલછલતા હોઠ!આ પૂતળીના હોઠોનું માર્દવ તત્વ એવું છે કે જો કોઇ જીવતો પુરુષ આ હોઠોનું અમૃતપાન કરે તો પુતળૂ બની જાય!હોઠથી નીચે ઉતરતા મોર જેવી મરોડદાર ડોક.આ સામાન્ય સ્ત્રી નથી.એક અસામાન્ય,ભલભલા પુરુષની આંખોની શિતળતા છીનવી લેનાર આ મહાન સૌંદર્યકારા છે.એ કામાગ્નીને અણુવિસ્ફોટની જેમ ભડકાવી નાંખે છે.કામનુ ભર્યુભાદર્યુ એ પાષાણી મહાકાવ્ય છે.
માલતીને બાજુમાં ઉભેલી જોઇને વીરેન્દ્ર તેને નજીક ખેંચે છે અને કહે છે,’માલુ,આ આ વિનસને જોઇ લે,આ સૌંદર્ય સનાતન છે અને સદીઓ સુધી જિંવત રહેવાનું છે.’

———————————————————————————————————————–
બધાની નજર એક ચિત્ર પર સ્થિર થઇ જાય છે.એ ચિત્ર છે મહાન સૌંદર્યકારા,જેના રહસ્યમય સ્મિતમાં કરોડો કલાપ્રેમિઓના એક ઠંડી આહ રોકાયેલી છે.જેની આંખોમા એક યુરોપિયન વિલાસની પરાકાષ્ઠા સમાયેલી છે.જેના ગાલનું સૌંદર્ય અપ્રિતમ છે.જેનું નામ લેતા ખૂબસૂરતીની હદ આવી જાય છે.એ નામ છે,મોનાલિસા.ચિત્રમાં દર્શાવેલ કમર ઉપરના હિસ્સાને જોઇને આજે પણ અનેક કલાપ્રેમિઓ જેના પૂર્ણ શરીર વિશે અવનવી કલ્પનાઓ સેવે છે.
લિઓનાર્દોએ બનાવેલા ચિત્રની મોડેલ ફલોરેન્સ નિવાસી ફ્રાન્ચેસકો દેલ જ્યોકોન્ડોની એકવીસ વર્ષની પત્ની મોનાલિસા દેલ જ્યોકોન્ડો હતી.
————————————————————————————————————————
મિસ.મુંબઇને પરણી ગયાં એટલે પતિદેવ ખુશ..એક બચ્ચુ જન્મી ગયું એટલે સાસુ સસરા ખુશ..દેરાણી શોધી આપી એટલે દેવરજી ખુશ..તારા માટૅ પથારીમાં ફેલાય જાંઉ એટલે તું ખુશ..મિ.વીરેન મહેતા,મિસ.મુંબઇમાં પણ હજી એક ગુજરાતી સ્ત્રી જીવે છે..ઘરસંસાર છે..રેમ્પ નથી..લગ્ન એ પ્રેમ કરવાં માટૅ નથી પણ લગ્ન એ પ્રેમ ટકાવી રાખવાની સામાજીક જવાબદારી છે..જે મોટૅ ભાગે સ્ત્રીને નિભાવવી પડે છે.(સૌંદર્ય અને સફર..નરેશ ડૉડીયા)

————————————————————————————————————————–
મારૂં સત્ય મને કયારેક હેરાન કરે છે.જિંદગીને ખ્વાબની જેમ જીવતો હતો.પૈસાની કમી નહોતી.અઢળક મિલ્ક્તનો વારીસ હતો..પણ આ કમીનું સત્ય એક વાર બોલ્યો..પત્ની છોડીને ચાલી ગઇ,પપ્પાએ મીલકતમાંથી બેદખલ કર્યો.ભાઇઓ મને જાણૅ ઓરમાન માંના દિકરા તરીકે જોવા લાગ્યા..તું જો મને હવે નહીં સમજે તો,સમજશે કોણ?મિસ.અંગના ચક્રવતી તારા ઝિરો ફિગરના ફિવરમાં વીરેન મહેતાની સાઇઝ ઝિરો થઇ ગઇ.
(સૌંદર્ય અને સફર..નરેશ ડૉડીયા)
————————————————————————————————————————
“સાલી જવાની ચાલી જાય છે ત્યારે ભુતકાળ યાદ આવે છે..આ ભુતકાળ બહું ચાલુ ચિજ છે…સારી છોકરી જેવો.”.
“હા..!એટલે તો આપણે ભુતકાળને સારી છોકરીના સપના જોઇએ તેમ તેના સપના જોવાની આદત પડી જાય છે.”
“હા…!વાત સાચી છે.ભુતકાળને બુઢાપામાં વાપરવાની બહું મજા આવે છે.”વીરેન માલતીની સામે ચુચી આંખ કરી કહે છે.
હા..!વિધવાની આંખોમાં ભુતકાળ સિવાય બીજી શું હોય?
(સૌંદર્ય અને સફર..નરેશ ડૉડીયા)
————————————————————————————————————————-

તમારી પત્ની ખૂબસૂરત છે-એ સત્ય જીવનમાં પતિને વખત જ જાણવાં મળૅ છે,પહેલી વખત જયારે પત્નીને જોઇ હતી અને બીજી વખત પતિનો મિત્ર કે અન્ય સંબધી    કહે કે,”ભાભી તો બહું દેખાવડા છેઃ…કારણકે આ સમયગાળામાં પતિએ અસંખ્ય ખૂબસૂરત સ્ત્રીઓના ચહેરાઓ જોયા-તેમાં જાણ્યે અજાણ્યે પત્નીનો એક ખૂબસૂરત ચહેરો ખોવાય ગયો.લગ્નજીવનમાં શરુઆતી સુખ પછી દુઃખનાં ડુંગરા તૂટી પડે છે.(સૌંદર્ય અને સફર..નરેશ ડૉડીયા)

———————————————————————————————

 

 
3 ટિપ્પણીઓ

Posted by on નવેમ્બર 13, 2009 માં Uncategorized

 

(“પ્રેમ અને વિરહ”-મારી ૧૩ નાની વાર્તાઓ..નરેશ ડૉડીયા)

મારી વેદના જ મને ચુસવા લાગી.ધીમે ધીમે મારાં શરીરમાંથી વરાળરૂપી ઉષ્માઓ હવામાં બાષ્પીભવન થઇ જતી હતી.એક અક્થ્ય તથ્યનું પ્રમાણભાન શરીર અનુભવી રહ્યું હતું.જાણૅ વરસાદના નાના ટીપાઓ મારાં શરીર ઉપર પડીને બાષ્પીભવન થતાં હોય તેવું લાગતું હતું.મારી ખામોશ આંખોમાં સત્તર વર્ષની ઉમરમાં પહેલીવાર મારું શરીર સ્ત્રીનું છે તેનું પ્રમાણપત્ર મને મળી રહ્યું છે.હું મારાં અસ્તિત્વની પેલે પાર ફેંકાય ગઇ છું.

(“પ્રેમ અને વિરહ”-મારી ૧૩ નાની વાર્તાઓ..નરેશ ડૉડીયા)

——————————————————————————————-

મારા એન્ટીગ્લેર ચશ્માની આરપાર રોજ સવારે એક મેઘધનૂષી ચિત્ર રચાય છે. એ મેઘધનૂષની અર્ધગોલાયની નીચે મારો પ્રિય પુરુષ દેખાય છે.તેનું શરીર સોષ્ઠવ મારામાં ઇર્ષાની સાથે અન્ય કલ્પનાઓ પણ પેદા કરાવે છે.મારાં મનપુરુષને માણીને હું બાથરૂમમાં ન્હાવા જાઉ છું. (“પ્રેમ અને વિરહ”-મારી ૧૩ નાની વાર્તાઓ..નરેશ ડૉડીયા)

———————————————————————————————–

 
Leave a comment

Posted by on નવેમ્બર 13, 2009 માં Uncategorized

 
 
Design a site like this with WordPress.com
શરૂ કરો