Posted by: પ્રશાંત સોની | નવેમ્બર 9, 2009

દોસ્તો, નિત્ય સવાર નિર્દોષ વિચારથી થાય તો? મારી આજની ઘડીને શણગારવામાં, મન-બુધ્ધિ-આત્માને ક્સરત કરવાની તક જરુર મળે.. શું માનો છો?


આજનો આસવઃ

આશા અને અપેક્ષાઓ છોડાય તો?
સંતોષ ઘરમાં લવાય તો?
પ્રભુનો પ્રસાદ છે ‘આજ’ તેવુ મનાય તો?

જો જવાબ ના હોય તો
સુખી તમે કદી નહી હો
ભલેને અઢળક સંપત્તિનાં તમે ધણી હો

અપેક્ષાઓની ઉપેક્ષા જે કરે તે સુખી
એક રોટલાનાં બે ભાગ કરી વહેંચી જે ખાય તે સુખી
‘આજ’માં જીવે તે સુખી


પ્રતિસાદ આપો

શ્રેણીઓ

Create your own website, free on WordPress.com.Create your own website.
Start free