સમય કદીય મારા તરફેણમાં રહ્યો નથી,
અને પ્રેમ કદીય મારા કહેણમાં રહ્યો નથી.
સુરજમુખીની ડાળે ઝૂલે રાતરાણીના ફૂલ,
સુગંધનો સબંધ કદીય કરેણમાં રહ્યો નથી.
કોણ આવી ચડે રણની આકરી તરસ લૈને ,
મૃગજળના ધસમસતા વહેણમાં રહ્યો નથી.
8-8-2013
સાંભળ્યું કે હવે કાંટા વગરના ગુલાબ ખીલશે,
હાશ હવે નીંદર વગર રંગીન મહેતાબ મળશે.
સૌ કહે રોશન તારાથી આ સુરજ, ચાંદ, સિતારા;
માન હવે તારી રોશની વગર આફતાબ નીકળશે;
તું હોય તો લાગે આ કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે,
જાણ હવે વિધાતાની કસર વગર શબાબ મળશે.
મિલનમાં મજા શું મજા ઝુરવામાં એતો ભ્રમર કહે,
ભ્રમર, પરવાના એ બધા હવે કેમ બેતાબ બનશે.
મહેતાબ – સૂર્યના કિરણ જેવું. આફતાબ .- સૂર્ય.
શબાબ- સુંદર.
સુંદર શબ્દો બોલતા હોઠ કરતા મદદકર્તા હાથ વધુ સુંદર લાગે છે.
કેન્સર કે કિડનીની તકલીફ, અહીં તમામ ઓપરેશન્સ છે ટોટલી ફ્રી
સુખનું રહસ્ય.-મન એવ મનુસ્યાનામ કારણમ બંધમોક્ષયોહો
એક શહેરમાં ખુબજ ધનવાન અને સફળ વ્યક્તિ હતો. તે પોતાના પૈસા ના જોરે પોતાની પ્રસંશા કરાવતો હતો. છતાય તે જાણતો હતો કે એના જીવનમાં કૈક ખૂટે છે. તે સુખી નહોતો. તેને તેના જીવનમાં સુખ માટે ઘણું કર્યું. પણ તેને લાગ્યું કે તે સુખ મેળવી શક્યો નથી.
ત્યાં અચાનક એક દિવસે તેને સાંભળ્યું કે નેપાળ માં એક એવું ગુપ્ત મદિર છે. અને એ મદિરમાં એક એવો ખંડ છે જેમાં સુખ સમાયેલું છે. તેને તેના પાસેની તમામ સંપતિ વેચી નાખી અને તે ગુપ્ત મંદીરની શોધમાં નીકળી પડ્યો.
ઘણા વર્ષો ની સફર અને ખુબજ પરિશ્રમના અંતે તે મદિર તેને શોધી કાઢ્યું. જયારે તે મદિર પાસે આવ્યો ત્યારે તેના પાસે કંઈજ બચ્યું નહોતું. પણ તેને તેની ચિંતા નહોતી કારણકે તેની સુખની શોધ પૂર્ણ થવાની તૈયારીમાં હતી. તેને ત્યાં રહેલા મહાત્માને કહ્યું કે મારે મદિરમાં રહેલા એ ખંડમાં જવું છે જેમાં સુખ રહેલું છે. મહાત્મા તેની વાત સાથે સંમત થયા અને તે એ વ્યક્તિને એ દાદર પાસે લઇ ગયા જે વાટે તે ખંડમાં જઈ શકાતું હતું. તે ઉપર ગયો અને ધીમે રહીને તે ખંડનું બારણું ખોલ્યું.
તેને એ ખંડમાં જોયું તો એક બારી વાટે સુર્યપ્રકાશ અંદર આવતો હતો. ખંડની દીવાલ પર સુખનું રહસ્ય લટકતું હતું. ખંડમાં એક મોટો અરીસો લટકતો હતો જેમાં તેનું પ્રતિબિંબ દેખાતું હતું જે જોઇને તે ખડખડાટ હસ્યો.
તે સમજી ગયો આપણા સુખનું રહસ્ય આપણામાં જ છે. સુખ એ આપણી એવી પસંદગી છે જે આપણા પોતાનામાં છે. ભગવાને તમામ ને એવી શક્તિ આપી છે જેથી આપણે આપણા હૃદયને પ્રેમ, આનંદ, શાંતિ અને સુખથી ભરી શકીએ. સુખને બહાર શોધવાની જરૂર જ નથી તે આપણા પોતાનામાં છે.
મન એવ મનુસ્યાનામ કારણમ બંધમોક્ષયોહો
સુખ શોધવા બહાર ફાફા ના મારશો તે અંદર જ છે.
વિચાર પોતપોતાનો.
પ્રિયા તું ભગવાન.
:”સુદામાનો પેન્શન-કેસ”
|

.








